Gujarat : ગુજરાતમાં ચોમાસાએ ગતિ પકડતા જ ધોધમાર વરસાદ ( rain ) વરસી રહ્યો છે. હવામાન ( weather ) વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદ ( heavy rain ) ની આગાહી ( Gujarat ) કરી છે. જુઓ શું છે આ આગાહી. હવામાન વિભાગના એક્સપર્ટ પ્રદીપ શર્માએ આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં સૌરાષ્ટ્રમાં પોરબંદર, જામનગર, જૂનાગઢ, અને દ્વારકામાં ભારે વરસાદ જોવા મળશે. તો સુરેન્દ્રનગર, બનાસકાંઠા, કચ્છ અને દક્ષિણ ગુજરાત ( south gujarat ) માં અતિભારે વરસાદની આગાહી છે.
Gujarat : હવામાન વિભાગે આજે સોમવારે નાવકાસ્ટ બુલેટીન જાહેર કરીને આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી આપી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ ( orange alert ) છે. તો પંચમહાલ, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, દમણ, વલસાડ, દાદર અને નગર હવેલીમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં યેલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે.
Gujarat : દેશના અનેક વિસ્તારોમાં ચોમાસાએ ગતિ પકડી લીધી છે. પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને આસામ ઉપરની હવામાં ચક્રવાતી હવાઓનો પ્રભાવ જોવા મળતાં સર્જાયેલી હવામાન સિસ્ટમને કારણે પૂર્વ, મધ્ય, પશ્ચિમ, વાયવ્ય અને દક્ષિણ ભારતમાં આગામી દિવસોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ તૂટી પડે તેવી સંભાવના છે. ૨૩ જૂનના રોજ મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદ થતાં પાણી ભરાઈ જવાની અને ભેખડો ધસી પડવાની સંભાવના છે. ઉત્તર ભારત માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
https://youtube.com/shorts/yKlsTSZ0n4o?si=M9ZSHyvN8LC6w4h5

https://dailynewsstock.in/health-office-yofasan-body-problems-study/
Gujarat : મધ્ય અને પૂર્વ ભારતમાં ૨૩ જૂન અને ૨૪ જૂનના રોજ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે. બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ૨૨ થી ૨૭ જૂન સુધી ભારે વરસાદ થઇ શકે છે. પશ્ચિમ ભારતના ગુજરાત, કોંકણ અને ગોવામાં ૨૨ થી ૨૮ જૂન સુધી ભારે વરસાદ થઈ શકે છે. વાયવ્ય ભારત અને પૂર્વ રાજસ્થાનમાં ૨૩ જૂનના રોજ અતિ ભારે વરસાદ થઇ શકે છે. હિમાચલ, ઉત્તરાખંડ, હરિયાણા અને પંજાબમાં ૨૨થી ૨૬ જૂન સુધી અતિ ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તરપ્રદેશમાં ૨૩ જૂનના રોજ પણ અતિ ભારે વરસાદ વરસવાની આગાહી છે.
Gujarat : ગુજરાતમાં ચોમાસાએ ગતિ પકડતા જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
Gujarat : ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ આજે સોમવારે સવારથી જ સુરત શહેર અને જિલ્લામાં ધબધબાટી બોલાવવાનું શરૂં કરી દીધું છે. વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સુરત શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. સુરત શહેરમાં સવારના ચાર કલાકમાં 5.67 ઈંચ વરસાદ ખાબક્યો છે. હજી પણ વરસાદ ચાલું છે.
Gujarat : સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 23 જૂન 2025, સોમવાર સવારે 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં ચાર કલાકમાં સુરત શહેરમાં 7.24 ઈંચ વરસાદ ખાબક્યો હતો. 8થી 12 વાગ્યા સુધીમાં વરસાદનું જોર વધતાં સુરત આખું પાણી પાણી થયું હતું. અંડર પાસ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાાયા હતા.

Gujarat : મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાં બપોરના 12 વાગ્યા સુધીમાં નોંધાયેલા 7.5 ઈંચ વરસાદને પગલે તાપી નદી પરનો વીયર કમ કોઝવે વાહનચાલકો માટે બંધ કરાયો છે. ભારે વરસાદને કારણે તાપી નદીમાં નવા પાણીની આવક થઈ રહી છે. લોકોની અવર-જવર ન થાય તેના માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શહેરમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે.
Gujarat : સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 23 જૂન 2025, સોમવાર સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ચાર કલાકમાં રાજ્યના 60 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધારે વરસાદ સુરત જિલ્લામાં જોવા મળ્યો હતો. સુરત શહેર, કામરજે, માંડવી, ચોરાસી, ઓલપાડ સહિતના તાલુકામાં વરસાદ પડ્યો હતો.
ગુજરાત (વિશેષત્વે દક્ષિણ ગુજરાત – સુરત):
- સુરત શહેરમાં વરસાદની તીવ્રતા:
- સવારથી જ ભારે વરસાદ શરૂ થયો.
- સવારના 4 કલાક (સવાર 8 થી 12) દરમિયાન 7.24 ઇંચ વરસાદ નોંધાયો.
- અન્ય સ્ત્રોત મુજબ બપોર સુધી કુલ 7.5 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે.
- આટલો ભારે વરસાદ થવાના કારણે:
- નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ.
- સુરત શહેર પાણી પાણી થયું.
- તાપી નદી પરનો વીયર કમ કોઝવે બંધ કરાયો.
- ટ્રાફિક માટે અવરજવર રોકવા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
- અંડરપાસમાં પાણી ભરાઈ ગયાં.
- અન્ય અસરગ્રસ્ત તાલુકાઓ:
- કામરજે, માંડવી, ચોરાસી, ઓલપાડ વગેરેમાં પણ વરસાદ નોંધાયો.
- કુલ મળીને રાજ્યના 60 તાલુકાઓમાં વરસાદ પડ્યો.
મધ્ય અને પૂર્વ ભારત:
- મધ્યપ્રદેશ:
- 23 જૂન અને 24 જૂન – અતિભારે વરસાદની આગાહી.
- ભૂસ્ખલન અને પાણી ભરાવાની પણ શક્યતા.
- બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ:
- 22 થી 27 જૂન – ભારે વરસાદ ચાલુ રહી શકે છે.