gujarat : જિલ્લા સેવા સદન ભુજ ( bhuj ) ખાતે કચ્છના પ્રભારીમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના ( prafulbhai pansheriya ) અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી. ધારાસભ્યઓ અને પદાધિકારી ઓએ ઉપસ્થિત રહીને જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત પ્રભારીમંત્રી સમક્ષ કરી હતી.
https://youtube.com/shorts/URf2NMSuFxk?feature=share
આ સમીક્ષા બેઠકમાં પ્રભારીમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા સમક્ષ સર્વે ધારાસભ્યઓ અને પદાધિકારીઓએ કચ્છ જિલ્લામાં ટુરિઝમને ( touriosm ) ધ્યાને લઈને વિવિધ સુવિધાઓનું નિર્માણ, નવા રોડ રસ્તાઓની મંજૂરી અને પેચવર્ક, નગરપાલિકા સહિતના વિસ્તારોમાં ગટર અને સાફ સફાઈ ઝુંબેશ, શહેરી વિસ્તારોમાંથી પસાર થતા રસ્તાઓ અંગે બાયપાસ નિર્માણની કામગીરી, જિલ્લાની અને તાલુકાની હોસ્પિટલ ( hospital ) માં જરૂરી સાધનો અને સ્ટાફ, પંચાયતોમાંથી નગરપાલિકા ( nagarpalika ) બની હોય એવા વિસ્તારોમાં બાંધકામની મંજૂરીઓ, ધારાસભ્ય ના ગ્રાન્ટમાંથી નિયત થયેલા કામોની વહીવટી અને તાંત્રિક મંજૂરીઓ, રેલવે ઓવરબ્રીજ નિર્માણના માટે જમીન સંપાદની પ્રક્રિયા, મહેસૂલ સંબંધી નાગરિકોની અરજીઓનો ત્વરિત નિકાલ, વિવિધ શહેરી વિકાસ સત્તા મંડળોના વિકાસ કાર્યો, નગરપાલિકા વિસ્તારમાં સુદ્ઢ અગ્નિશમન વ્યવસ્થા, ગૌચર દબાણને લગતા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. પ્રભારીમંત્રીએ આ પ્રશ્નોને સાંભળીને તેનું વહેલીતક યોગ્ય નિવારણ લાવવા માટે સંબંધિત અધિકારી ઓને સૂચના આપી હતી.
gujarat : જિલ્લા સેવા સદન ભુજ ( bhuj ) ખાતે કચ્છના પ્રભારીમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના ( prafulbhai pansheriya ) અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ પદાધિકારી ઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનું પ્રભારીમંત્રીની સૂચના મુજબ તાત્કાલિક નિવારણ કરવામાં આવે તે માટે સંબંધિત અધિકારી ઓને તાકીદ કરી હતી.આ બેઠકમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, વિવિધ નગરપાલિકાના પ્રમુખ ઓ, નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, પ્રાંત અધિકારી ઓ અને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.