gujarat : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં જ ગુજરાત રાજ્યમાં વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય હંમેશા વિકાસના પંથે અગ્રેસર રહયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં વિકાસના અનેક પ્રોજેક્ટો આગળ વધી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી એ તા.૧૬/૦૯/૨૦૨૪ ના રોજ અમદાવાના મોટેરાથી પ્રસ્થાન કરાવેલ મેટ્રો ટ્રેનની સારથી છેવાડાના તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે હાલમાં રહેતી દિકરી કક્ષ્તી નવિનભાઈ ચૌધરી માટે ઐતિહાસિક યાદગાર સંભારણું બની ગઈ. તાપીવાસીઓને જ્યારે ખબર પડી કે મેટ્રો ટ્રેન માં ફરજ બજાવતી આ દિકરી કક્ષ્તી તાપી જિલ્લાના વ્યારાની છે ત્યારે સમગ્ર તાપીમાં ગર્વભેર ખુશીઓની લહેર વ્યાપી ગઈ હતી.

https://www.facebook.com/DNSWebch/

gujarat

https://dailynewsstock.in/2024/09/19/sensex-nifty-banking-point-stock-market/

મહિલા સશક્તિકરણની શરૂઆત કરાવનાર લોકલાડિલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી એ જ્યારે મેટ્રો ટ્રેનને ફ્લેગ ઓફ કરાવ્યું ત્યારે એ ટ્રેનને હંકારનાર દિકરી પણ ગુજરાતના ગ્રામીણ આદિવાસી ક્ષેત્રની અને વડાપ્રધાન પણ ગુજરાતના, એ સંયોગ આપણા તાપી અને ગુજરાત માટે ઐતિહાસિક બની ગયો હતો.

gujarat : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં જ ગુજરાત રાજ્યમાં વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય હંમેશા વિકાસના પંથે અગ્રેસર રહયું છે

તાપી જિલ્લાના લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી થોડી જાણકારી મળતા જ અભિનંદનનો વરસાદ વરસાવવા લાગ્યા ત્યારે ખરેખર કક્ષ્તી ના પરિવારની મુલાકાત માહિતી કચેરી વ્યારા દ્વારા લેવામાં આવી હતી. મૂળ ગામ નાની ભટલાવ તા.બારડોલી,જિ.સુરતના રહેવાસી પિતા, નવિનભાઈ જનાભાઈ ચૌધરી, સરદાર સરોવર નિગમ કેવડિયા જિ.નર્મદા ખાતે GSECL માં ડેપ્યુટી ઈજનેર તરીકે ફરજ બજાવી હાલ નિવૃત્ત થયા છે. જ્યારે સુરતના મહુવા તાલુકાના વડિયા ગામના માતા નલિનાબેન પ્રભાતસિંહ ચૌધરી, મિશ્ર શાળા,વ્યારામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેમના એકમાત્ર સંતાન દિકરી કક્ષ્તીએ તાપી જિલ્લાને ગૌરવ અપાવી તાપીની યશકલગીમાં મોરપિચ્છ ઉમેર્યું છે.

કક્ષ્તીએ અમદાવાદ થી ગાંધીનગર ફેઝ-૨ મેટ્રો ટ્રેનનું સંચાલન કર્યું અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાાલ આચાર્ય દેવવ્રત સહિત મહાનુભાવોએ જ્યારે મેટ્રો ટ્રેનમાં અમદાવાદ થી ગાંધીનગર ગીફ્ટ સીટી સુધી મુસાફરી કરી ત્યારે કક્ષ્તી ખુશીઓથી ઝુમી ઉઠી હતી. અને ધન્યતાની લાગણી અનુભવી હતી.તાપી જિલ્લાના આ પ્રેરક ગૌરવને જિલ્લા વહીવટી તંત્ર,શિક્ષણ વિભાગ,શિક્ષક સંઘ,વ્યારા નગરજનો,પરિવારજનો સહિત સમગ્ર આદિવાસી સમાજે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

55 Post