gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( pm narendra modi ) વતન ગુજરાતમાં છે. 16 સપ્ટેમ્બરે મહાત્મા મંદિર ( mahatma mandir ) માં યોજાનારા રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પોમાં હાજરી આપતા પહેલાં પીએમ રાજભવનથી સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત કરી હતી. PM ગાંધીનગરના વાવોલની શાલિન-2 સોસાયટીના 53 નંબરના બંગલોમાં મુલાકાત કરી હતી અને ત્યાં છત પર લાગેલી સોલાર પેનલ નિહાળી હતી. ત્યારે વડાપ્રધાનને ( prime minister ) જોવા માટે આસપાસની સોસાયટીના લોકો ધાબે ચડી ગયા હતા. આ સાથે લાભાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ રૂફટોપ સોલર સિસ્ટમ ( solar system ) લગાવનારને 78,000 સુધીની સબસિડી આપવામાં આવે છે. તથા એક અંદાજ મુજબ આ સિસ્ટમથી એક વર્ષમાં 15,000 રૂપિયા સુધીની કમાણી પણ થઇ શકે છે. તો આવો જાણીએ પીએમ સૂર્ય ઘર યોજના વિશે અને તેમાં મળતા લાભો વિશે.

https://www.facebook.com/DNSWebch/

gujarat

https://dailynewsstock.in/2024/09/15/surat-aap-road-suratcity-police-socialmedia/

વાવોલમાં કૂલ 100 એપાર્ટમેન્ટ અને 25 બંગલોની સ્કીમ છે. તેમજ 14 હજાર નોંધાયેલા મતદારો છે. પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ 89 પરિવારોએ લીધો છે. જ્યારે શાલિન-2 સોસાયટીમાં કુલ 65 બંગલો છે. જેમાંથી 22 ઘર પર સોલાર પેનલ લાગેલી છે. વડાપ્રધાને 53 નંબરના બંગલોની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ છત પર જઈને સોલાર પેનલ નિહાળી હતી.

ગાંધીનગરના કોર્પોરેટર અને પૂર્વ મેયર પ્રેમલસિંઘ ગોલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, વાવોલ મહાત્મા મંદિરની એકદમ નજીક આવેલું હોવાથી વડાપ્રધાન અહીં આવ્યા હતા. પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત ગાંધીનગર શહેર-જિલ્લાએ સૌથી વધુ લાભ લીધો છે.

gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( pm narendra modi ) વતન ગુજરાતમાં છે. 16 સપ્ટેમ્બરે મહાત્મા મંદિર ( mahatma mandir ) માં યોજાનારા રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પોમાં હાજરી આપતા પહેલાં પીએમ રાજભવનથી સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત કરી હતી

વડાપ્રધાનની મુલાકાત પહેલા શાલિન-2 સોસાયટીના ચેરમેન સુરેશ ચૌધરીએ જણાવ્યું કે, પીએમનો આ સોલાર પ્રોજેક્ટ મહત્ત્વાકાંક્ષી યોજના છે. મકાન માલિકોને સોલાર માટે સબસિડી આપવામાં આવે છે તેનાથી આર્થિક ફાયદો થાય છે. તેમજ સૌર ઊર્જાને કારણે વીજળી ઉત્પન્ન કરવાનું જે પ્રદૂષણ થાય છે તેમાં પણ ફાયદો થાય છે. અમારી સોસાયટીમાં 22 મકાનો પર સોલાર સિસ્ટમ કાર્યરત છે. જેનો સારામાં સારો આર્થિક લાભ દરેક મકાન માલિક લઈ રહ્યા છે. અમે વાવોલવાસીઓ ચોક્કસ વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે સોએ સો ટકા ઘરમાં આ સોલાર લાગે અને સૌને મફત વીજળીનો લાભ મળે એ માટે પ્રચાર કરી તેનો લાભ મેળવીશું.

PM સૂર્ય ઘર યોજના હેઠળ રહેણાક મકાનો માટે સરકાર દ્વારા સબસિડી નક્કી કરવામાં આવી છે. જેમાં 1 કિલો વોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપેસિટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 30,000ની સબસિડી, 2 કિલો વોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપેસિટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 60,000ની સબસિડી, 3 કિલો વોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપેસિટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 78,000ની સબસિડી કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે. આ યોજનાનો લાભ ભારતના કુલ 1 કરોડ પરિવારોને રૂ. 75,000 કરોડના ખર્ચે કેન્દ્ર સરકાર દ્વારા મફત વીજળી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના 20 લાખ ઘરોને પીએમ સૂર્યઘર યોજનાનો લાભ મળશે.

6 Post