Gujarat : દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમ ધીમી પડી, વરસાદનું જોર ઘટશે-તાપમાન વધશેGujarat : દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમ ધીમી પડી, વરસાદનું જોર ઘટશે-તાપમાન વધશે

gujarat : ગુજરાતમાં ઉનાળો હવે પુરો થવા આવ્યો છે. અત્યારે રાજ્યના વાતાવરણમાં ( Atmosphere )પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ગરમીમાં ઘટાડો પણ થયો છે. વરસાદી માહોલ વચ્ચે પણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચેલું છે. જોકે, રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 38 ડિગ્રીની આસપાસ તાપમાન રહ્યું છે. ચોમાસાના આગમન પહેલા હવામાન વિભાગે આજે શુક્રવારે પણ વરસાદની આગાહી કરી છે.

https://dailynewsstock.in/2025/03/29/bangkok-myanmar-thailand-cracks/

gujarat

રાજ્યમાં 24 કલાકમાં 35 તાલુકામાં વરસાદ, સૌથી વધારે ડાંગમાં નોંધાયો
સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ( Operation Center )ગાંધીનગર છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા આપ્યા છે. જે પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળા દરમિયાન 35 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ડાંગના આહવામાં 0.94 ઈંચ નોંધાયો હતો. જ્યારે આજે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા દરમિયાન માત્ર નવસારીમાં જ સામાન્ય વરસાદ નોંધાયો હતો.

gujarat : ગુજરાતમાં ઉનાળો હવે પુરો થવા આવ્યો છે. અત્યારે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

gujarat : આજે ગુજરાતના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે થશે વરસાદ : IMD
હવામાન વિભાગે આજે શુક્રવારની આગાહી કરી છે. જે પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં પણ 40-50 કિમી ગતિ સાથે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદ પડશે.

મુશ્કેલીઓ આવશે, તમારો શુક્રવાર કેવો રહેશે?
Xiaomi નું સ્માર્ટ ટાવર એસી, ફક્ત 40 સેકન્ડમાં રુમ થઇ જશે ઠંડો, જાણો કિંમત
હવામાન વિભાગ પ્રમાણે આજે શુક્રવારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અરવલ્લી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.

41 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું
gujarat : હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં 32.4 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 32.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.અમદાવાદમાં મહત્તમ તાપમાન ઘટીને 36.9 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં પણ 36.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે. જેમાં આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને તાપમાનમાં પણ વધારો થશે. આજે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

https://youtube.com/shorts/P9yjnZck7Rw

gujarat

માછીમારોને 1 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના
gujarat : હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ભારતમાં સર્જાયેલી જે સિસ્ટમના કારણે વરસાદનું આગમન 15 જૂન કરતાં વહેલા થવાનું હતું, તેની ગતિ હમણાં દક્ષિણ ભારતમાં હવે ધીમી પડી ગઈ છે. જેથી રાજ્યમાં ચોમાસું વહેલા બેસવાની શક્યતા ઓછી છે. જ્યારે માછીમારોને આજથી 1 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

આજે કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ
gujarat : આજે રાજ્યમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ , છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, બોટાદ, અમરેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં ગાજગીજ સાથે હળવા વરસાદની આગાહીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. જ્યારે મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી વધવાની શક્યતા છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેવાની શક્યતા છે.

172 Post