Gujarat : ગુજરાતમાં ચોમાસાની ( monsoon ) સત્તાવાર આગામ પહેલા ( Gujarat ) વરસાદની ( rain ) આગાહી કરવામાં આવી રહી છે ત્યારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનો પારો ઉચકાયો હતો. ગુજરાતમાં ગરમીનો પારો ફરી 40 ડિગ્રી વટાવી ગયો છે. બીજી તરફ હવામાન વિભાગ ફરી વરસાદની આગાહી કરી છે.
41 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
gujarat : ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે ગરમી વધી છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે 33.4 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. 41 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. દ્વારકામાં ( dwarka ) 33.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં તાપમાન વધીને 40 ડિગ્રી પાર
gujarat : હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે રાજ્યમાં ગરમી વધવાની સાથે અમદાવાદ શહેરમાં પણ તાપમાનમાં વધારો થયો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાને 40 ડિગ્રીની સપાટી વધીને 41 ડિગ્રી પહોંચ્યું છે. ગાંધીનગરમાં 39.8 ડિગ્રી મહત્તમ તાપમાન ( Temperature ) નોંધાયું હતું.
ગુજરાતમાં આજે ક્યાં પડશે વરસાદ?
gujarat : હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. IMD પ્રમાણે આજે શનિવારે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત સરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભવનગર, ગીર સોમનાથ,બોટાદ અને દીવમાં સામાન્ય વરસાદની આગાહી ( Forecast ) કરી છે.
https://www.facebook.com/share/r/19Nvr18RHy/

https://dailynewsstock.in/2025/02/20/surat-school-ashvinikumar-road-students-fire-parents/
હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે. જેમાં આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ gujarat : વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઇકાલે (તારીખ- 06/06/2025)ના રોજ વિસાવદર અને ધારી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઇને ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો પાણીથી તરબોળ થયા હતા. ત્યારે આજે પણ દક્ષિણ ગુજરાત ( south gujarat ) અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.
Gujarat : ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર આગામ પહેલા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનો પારો ઉચકાયો હતો.
આજે આ જિલ્લામાં વરસાદની આગાહી
gujarat : આજે એટલે કે 7 જૂનના રોજ પણ દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, અમરેલી, બોટાદ અને ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
14 જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું આવવાની શક્યતા: અંબાલાલ
gujarat : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ( ambalal patel ) જણાવ્યું હતું કે દેશના ઉત્તર ભાગમાં આવેલા પશ્ચિમ વિક્ષેપને લીધે હવામાનમાં પલટો આવશે. ઉત્તર-પૂર્વ ભાગમાં લગભગ 70થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કોઈક ભાગમાં 20થી 100 મિલીમીટર જેટલો વરસાદ થઈ શકે છે. આ પશ્ચિમી વિક્ષેપોની અસર ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં થઈ શકે છે. આગામી 10મી જૂનની આસપાસ એક સિસ્ટમ ( System ) બનશે. બંગાળ ઉપસાગર અને અરબ સાગરના ભેજને કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

gujarat : પશ્ચિમ ભાગમાં લગભગ 8મી જૂનથી 12 જૂન વચ્ચે ભારે વરસાદ થશે. આ પછી સિસ્ટમ નબળી બનશે અને ચોમાસું શરૂ થશે. આગામી 14થી 16 તારીખ સુધી ગુજરાતના દક્ષિણ ભાગે ચોમાસું આવી જવાની શક્યતા રહેશે. આ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આગામી 18મી તારીખે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે, જેની અસરને કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે. આ પછી 21,22 અને 23 જૂન દરમિયાન પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે
gujarat : હવામાન વિભાગની જુદી જુદી વેબસાઇટ પરથી જોતાં આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે. જૂનના પહેલા 15 દિવસ હળવો વરસાદ, જ્યારે 22 જૂને ભારે વરસાદ અને 23-24 તથા 27થી 30 જૂન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે વરસાદ વહેલો આવવાની અને દર વર્ષની સરખામણીમાં વધુ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, જોકે એમાં થોડો બદલાવ જોવા મળ્યો છે. આ વર્ષે વરસાદ વહેલા આવવાની શક્યતા ઓછી છે, જોકે ચોમાસું સમયસર આવી જશે.
રાજ્યમાં ચોમાસું વહેલા બેસવાની શક્યતા ઓછી
gujarat : હવામાન ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમને કારણે વરસાદનું આગમન 15 જૂન કરતાં વહેલા થવાનું હતું, એની ગતિ હમણાં દક્ષિણ ભારતમાં હવે ધીમી પડી ગઈ છે. મહારાષ્ટ્રની આસપાસ જે સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી એ હવે ધીમી પડી જતાં વરસાદની ગતિ દક્ષિણ ભારત તરફ ધીમી પડી ગઈ છે. એને કારણે ગુજરાત રાજ્યમાં વરસાદનું આગમન જે સમય કરતાં પહેલાં થવાનું હતું એ હવે સમય પર જ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.