gujarat : બંગાળની ખાડી પર થોડા દિવસ અગાઉ એક લો પ્રેશર ( law pressure ) સર્જાયું હતું, જે આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું હતું. જ્યારે મધ્યપ્રદેશ ( madhaya pradesh ) સુધી પહોંચતાં આ લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયા બાદ ગુજરાત ( gujarat ) તરફ ગતિ કરી રહ્યું હતું. ગુજરાતની ધરતી ઉપર આવીને એ વધુ મજબૂત બનતાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું, એને કારણે છેલ્લા 5 દિવસથી ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી આફતની પરિસ્થિતિ ઉદભવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં હજુ આજે પણ આ ડીપ ડિપ્રેશન તારાજી સર્જી શકે છે.
https://www.facebook.com/DNSWebch/

https://dailynewsstock.in/2024/08/29/stock-market-nifty-bazar-bse-sensex-business-point/
મહત્ત્વનું છે કે રાજ્યના પશ્ચિમ છેડે આવેલું દેવભૂમિ દ્વારકા સતત બે દિવસથી સૌથી વધુ વરસાદ ધરાવતો જિલ્લો બની રહ્યો છે, કારણ કે ડીપ ડિપ્રેશન કચ્છ પર સક્રિય થયું છે અને આજે વહેલી સવારે ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કચ્છ પાસે સક્રિય હતું, જેને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે. એ સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
gujarat : બંગાળની ખાડી પર થોડા દિવસ અગાઉ એક લો પ્રેશર ( law pressure ) સર્જાયું હતું, જે આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું હતું.
કચ્છમાં ‘અસના’ વાવાઝોડું ત્રાટકી શકે
ગુજરાતમાં ( gujarat ) છેલ્લા એક સપ્તાહથી આ ડીપ ડિપ્રેશનની અસરને પગલે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે અને રોડ રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. ગત રોજ સુધી આ ડીપ ડિપ્રેશન નબળું પડીને ડિપ્રેશનમાં પરિવર્તિત થવાનું હતું, પરંતુ આજની સ્થિતિ મુજબ ડીપ ડિપ્રેશન નબળું પડવાને બદલે વધુ મજબૂત બનતાં 30 ઓગસ્ટ, 2024 સુધીમાં વાવાઝોડા ( cyclone ) માં પરિવર્તિત થઈ શકે છે. આજે બપોરે 1:30 વાગ્યાની સ્થિતિ અનુસાર, આ ડીપ ડિપ્રેશન ભુજથી 60 કિલોમીટર ઉત્તર-પશ્ચિમ દિશા તરફ છે જ્યારે નલિયાથી ઉત્તર-પૂર્વ દિશામાં 80 કિ.મી. દૂર છે.
આ ડીપ ડિપ્રેશન પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે, જે 30 તારીખ સુધીમાં ઉત્તર-પૂર્વીય અરબ સાગરમાં ભળી જશે, પરંતુ એ પહેલાં આ ડીપ ડિપ્રેશન વધુ મજબૂત બન્યું છે. આ ડીપ ડિપ્રેશન ભારતીય તટથી દૂર ઉત્તર-પૂર્વ-અરબ સાગર ઉપર પશ્વિમ-દક્ષિણ-પશ્વિમ તરફ આગળ વધતાં 30 ઓગસ્ટના રોજ ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં પોતાનું વિકારળ સ્વરૂપ બતાવશે. 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે અને પાકિસ્તાનના તટ અને પૂર્વોત્તર તથા એની આસપાસના પૂર્વ-મધ્ય અરબ સાગરના વિસ્તારોમાં 55થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે ‘અસના’ વાવાઝોડું ત્રાટકવાની આશંકા છે. એને પગલે કચ્છ અને અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા વરસાદની તીવ્રતાને લઈને આજે રાજ્યમાં ત્રણ વિવિધ એલર્ટ જાહેર કરવામાં આવ્યાં છે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેડ એલર્ટ તથા અન્ય ભાગોમાં ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ ( yellow alert ) જાહેર કરવામાં આવ્યું છે.