Gujarat : આજે અષાઢી બીજે વહેલી સવારે 3.45 કલાકે અમદાવાદમાં ( Gujarat ) ભગવાન શ્રી જગન્નાથની 148મી રથયાત્રા નીકળશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જમાલપુર જગન્નાથ મંદિરે ( Jagannath Temple ) પહોંચી મહામંગળા પહિંદ વિધિ કરી હતી. હવે પહિંદવિધી સહિતના કાર્યક્રમ બાદ ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યા માટે રવાના થશે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન ( Gujarat ) સુભદ્રાના રથ સરસપુર, કાલુપુર, શાહપુર સહિત નગરના વિસ્તારમાં ફરી સાંજે નીજ મંદિરે પરત ફરશે. હાથી, ટેબ્લો, અખાડા અને ભજન મંડળીઓ રથયાત્રામાં ખાસ આકર્ષણ જમાવશે.
જમાલપુર જગન્નાથ મંદિરે અત્યારથી જ ધીમે-ધીમે મોટી સંખ્યામાં ભક્તો, સેવકો ઉમટી રહ્યા છે અને જય..જય..જય..જય.. જગન્નાથ, તથા જય રણછોડ માખણ ચોર નો નાદ લગાવી ( Gujarat ) ભાવ વિભોર થઈ રહ્યા છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના ( Chariot procession ) લાઈવ દર્શન તમે https://www.jagannathjiahd.org/ પર જોઈ શકો છો.
https://youtube.com/shorts/Lbwx2GUsXaA?si=3EOsUyt_gI7H0d3b

https://dailynewsstock.in/rinku-singh-department-sports-international-bsa/
ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીનો રથ તૈયાર છે, ભજન મંડળીઓ, વેશભૂષા, અખાડાના કરતબકારો સહિત રથયાત્રામાં જોડાનાર અસંખ્ય વાહનો સજ્જ ( Equipped ) થઈ રહ્યા છે. આ બાજુ તંત્ર પણ ભગવાન જગન્નાથની રથયાત્રાની તાડામાર તૈયારીમાં વ્યસ્ત છે. પોલીસ વિભાગે ( Gujarat ) શહેરના કોટ વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દીધો છે. ભગવાનની રથયાત્રા કોઈ પણ વિઘ્ન વગર રંગેચંગે પૂર્ણ થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ સમગ્ર રથયાત્રા પર ડ્રોન કેમેરાથી નજર રાખશે.
Gujarat : આજે અષાઢી બીજે વહેલી સવારે 3.45 કલાકે અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથની 148મી રથયાત્રા નીકળશે.
અમદાવાદ રથયાત્રામાં AI નો ઉપયોગ
અમદાવાદ મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રાના 16 કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમજ યાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી, વ્યવસ્થાઓ ( Gujarat ) અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે રથયાત્રામાં પહેલી વાર આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ A.I.નો શહેર પોલીસ તંત્ર દ્વારા ક્રાઉડ એલર્ટ ( Alert ) અને ફાયર એલર્ટ માટે ઉપયોગ કરવામાં આવશે.
જાણો રથયાત્રાનો ઈતિહાસ
દર વર્ષની પરંપરા મુજબ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ સાંજની મહાઆરતી માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા, તેમની સાથે કોંગ્રેસના નેતાઓ પણ મહાઆરતી ( Maha Aarti ) સમયે પોંચ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે આરતી કરી ભગવાન જગન્નાથના આશિર્વાદ લીધા હતા અને રાજ્યની પ્રજા ( Gujarat ) પર તેમના આશિર્વાદ હંમેશા રહે તે માટે પ્રાર્થના કરી હતી. અને જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને મહંત દિલીપદાસજી મહારાજી મુલાકાત કરી હતી.
A.I. ના આ ઉપયોગના પરિણામે રથયાત્રા રૂટ પર કોઈ સ્થળે વધુ પડતા લોકો એકઠા થઈ ગયા હોય તો તેનું સરળતાએ વ્યવસ્થાપન થઈ શકશે તો ભીડને કાબુમાં રાખી શકાશે ( Gujarat ) અને અનિચ્છનિય ઘટના બનતી નિવારી શકાશે. એટલું જ નહીં ક્યાંય કોઈ આગની ઘટના બનશે તો ત્યાં પણ ફાયર બ્રિગેડ અને પોલીસ તત્કાલ બચાવ-રાહત માતે પહોંચી શકે તે માટે ફાયર એલર્ટ ઉપયોગી બનશે.

સમગ્ર યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં 1000 જેટલા જવાનો તૈનાત ( Deployed ) રહેશે. એટલું જ નહીં, 23 જેટલી ક્રેઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પોલીસ કમિશનરે રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ પ્રબંધન માટે 227 કેમેરા, 41 ડ્રોન, 2872 બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે આ ઉપરાંત 240 ધાબા પોઈન્ટ અને ૨૫ વોચ ટાવર ( Gujarat ) પણ ઉભા કરવામાં આવ્યા છે. 16 કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર આ બધી વ્યવસ્થાઓના કારણે પોલીસ કંટ્રોલરૂમ ( Control room ) દ્વારા બાજ નજર રાખી શકાશે.
અષાઢી બીજ નિમિત્તે ઓરિસ્સાના જગન્નાથપુરી સહિત દરેક જગ્યાએ ભગવાન જગન્નાથની યાત્રા નીકળે છે સુરતમાં પણ જહાંગીરપુરા ઇસ્કોન મંદિર,અમરોલી લંકા વિજય મંદિર, વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુળ, ઇસ્કોન મંદિર વરાછા, મહીધરપુરા ઘોડિયા બાવા મંદિર, સચિન પાંડેસરા સહિત રથયાત્રાના ( Gujarat ) આયોજનો કરવામાં આવ્યા છે.
મહંત મહામંડલેશ્વર સીતારામદાસજી મહારાજે જણાવ્યું હતું કે પૂનમના સ્નાન બાદ ભગવાનને તાવ આવતો હોવાથી દર્શન બંધ રાખવામાં આવતા હોય છે. ભગવાનને આંખ આવી હોવાથી આંખ પર પટ્ટી બાંધીને રાખવામાં આવે છે જે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ આંખ પરની પટ્ટી દૂર કરી નેત્રોત્સવ ઉજવાયો ( Gujarat ) હતો.હતો. સવારે યજ્ઞ અને બપોરે 1 વાગ્યે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને સ્નાન કરાવી રથમાં બિરાજમાન કરવામાં આવશે અને ત્યારબાદ રથયાત્રાનો પ્રારંભ થશે. તેવી જ રીતેબપોરે ત્રણ કલાકે સ્ટેશન ( Gujarat ) ખાતેથી જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની રથયાત્રાનો પ્રારંભ થશે. રીંગરોડ, અઠવાલાઇન્સ,રાંદેર રોડ, મોરાભાગળ થઈને જહાંગીરપુરા મંદિર પહોંચશે. 11 કિલોમીટરથી વધારે રૂટમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરશે.
વરાછા ઇસ્કોન મંદિર દ્વારા બપોરે બે વાગ્યે મીની બજાર વરાછા ખાતેથી પ્રારંભ થઈને હીરાબાગ કાપોદ્રા મોટા વરાછા સરથાણા થઈને પરત ફરશે. વર્ષો જૂની પરંપરા પ્રમાણે ( Gujarat ) મહિધરપુરા ઘોડિયા બાવાના મંદિર ખાતેથી નીકળતી રથયાત્રા લાલ દરવાજા વિસ્તારમાં ફરીને પરત આવશે. જ્યારે પાંડેસરા અને સચિનમાં પુરીની પરંપરા મુજબ રથયાત્રાનું આયોજન થયું છે.