Gujarat : આજે કડી ( kadi ) અને વિસાવદર વિધાનસભા ( visavadar vidhansabha ) બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણી ( election ) નું પરિણામ જાહેર થશે, જે ગુજરાતના રાજકારણમાં ( politics ) એક નવો વળાંક લાવી શકે છે. આ બંને બેઠકો પર ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો, જેમાં ભાજપ ( bhajap ) , આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના ( congress ) ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. કડીમાં 57.90 ટકા અને વિસાવદરમાં 56.89 ટકા મતદાન થયું હતું.
Gujarat : મહેસાણામાં GTU-ITR, મેવડ ખાતે કડી વિધાનસભા પેટા ચૂંટણી અને જૂનગાઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી ( vote counting ) શરૂ થઇ ગઈ છે. વિસાવદરમાં ભાજપ અને AAP વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની 17,581 મતથી જીત થઈ છે, તો કડીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતોની લીડ સાથે ભવ્ય વિજય થયો છે.
https://youtube.com/shorts/ho8NKCagufg?si=hRp40gHb7OjQ0Iim

https://dailynewsstock.in/surat-forecast-human-imd-alert-ndrf-driving/
Gujarat : વિસાવદર પેટા ચૂંટણી 2025 પરિણામ જાહેર થતાં ગોપાલ ઇટાલિયા 17 હજાર મતની ભાર સરસાઇથી વિજયી બન્યા છે. ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર નિરાશ થઇ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જનતાનો ભરોસો જીતવા સફળ રહ્યા છે. ભાજપ આ બેઠક પર વિકાસનો મંત્ર જનતા સુધી પહોંચાડવામાં કેટલેક અંશે અસફળ રહ્યું.
Gujarat : આજે કડી ( kadi ) અને વિસાવદર વિધાનસભા ( visavadar vidhansabha ) બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણી ( election ) નું પરિણામ જાહેર થશે, જે ગુજરાતના રાજકારણમાં ( politics ) એક નવો વળાંક લાવી શકે છે. આ બંને બેઠકો પર ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો,
Gujarat : વિસાવદર વિધાનસભા ચૂંટણી 2022 માં આ બેઠક પર આમ આદમી પાર્ટીને જીત મળી હતી. ભૂપેન્દ્રભાઇ ભાયાણી આ બેઠક પરથી જીત્યા હતા. જોકે એ બાદ તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી હતી. જે માટે પેટા ચૂંટણી યોજાઇ હતી. જેનું પરિણામ આજે જાહેર થતાં ફરી એકવાર પ્રજાએ આમ આદમી પાર્ટી પર ભરોસો વ્યક્ત કર્યો છે.

ગોપાલ ઈટાલિયા વિજયી, 17 હજારની લીડ
Gujarat : આમ આદમી પાર્ટી ઉમેદવાર ગોપાલ ઇટાલિયા વિસાવદર પેટા ચૂંટણી 2025 માં વિજયી બન્યા છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના હરિફ ઉમેદવાર કિરીટ પટેલ સામે 17554 મતની સરસાઇથી જીત મેળવી છે. ગોપાલ ઇટાલિયાને 75942 મત મળ્યા હતા. કિરીટ પટેલને 58388 મત મળ્યા જ્યારે કોંગ્રેસના નિતીન રાણપરિયાને 5501 મત મળ્યા છે.
Gujarat : વિસાવદર પેટા ચૂંટણી 2025 માં આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. આમ આદમી પાર્ટીએ આ બેઠક પર જીત યથાવત રાખવા માટે ગોપાલ ઇટાલિયા પર ભરોસો વ્યક્ત કરી ટિકિટ આપી હતી. જ્યારે ભાજપે આ બેઠક પર જીત મેળવવા માટે કિરીટ પટેલને ઉમેદવાર બનાવ્યા હતા. કોંગ્રેસ તરફથી નિતિન રાણપરીયાએ ઝંપલાવ્યું હતું.
Gujarat : ત્રિપાંખિયા જંગમાં છેવટે જનતાએ ફરી એકવાર આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને ભાજપને ફરી એકવાર નિરાશ મળી છે. ગોપાલ ઇટાલિયા જનતાનો ભરોસો જીતવામાં સફળ રહ્યા છે જ્યારે ભાજપના ઉમેદવાર પ્રજામાં વિકાસનો મંત્ર પહોંચાડવામાં કેટલેક અંશે અસફળ સાબિત થયા. ચૂંટણી પરિણામ જોતાં કોંગ્રેસ જીતની રેસમાં ઘણે પાછળ દેખાયું.
Gujarat : મહેસાણામાં GTU-ITR, મેવડ ખાતે કડી વિધાનસભા પેટા ચૂંટણી અને જૂનગાઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી ( vote counting ) શરૂ થઇ ગઈ છે. વિસાવદરમાં ભાજપ અને AAP વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની 17,581 મતથી જીત થઈ છે, તો કડીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતોની લીડ સાથે ભવ્ય વિજય થયો છે.
વિસાવદર પેટા ચૂંટણી 2025 પરિણામ, કોને કેટલા મત મળ્યા?
ગોપાલ ઇટાલિયા જીત (આમ આદમી પાર્ટી): 75942
કિરીટ પટેલ (ભાજપ): 58388
નિતીન રાણપરીયા (કોંગ્રેસ): 5501
હિતેશભાઇ વઘાશિયા (અપક્ષ): 3224
સંજય ટાંક (અપક્ષ): 874
રોહિત સોલંકી (અપક્ષ): 522
રાજેન્દ્રકુમાર પરમાર (અપક્ષ): 510
કિશોરભાઇ કાંકડ (પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી): 479
બિનલકુમાર પટેલ (અપક્ષ): 404
રાજ પ્રજાપતિ (અપક્ષ): 294
નિરુપાબેન માઢુ (અપક્ષ): 285
સુરેશ માલવિયા (અપક્ષ): 200
યુનુસભાઇ સોલંકી (અપક્ષ): 129
તુલસી લાલવીયા (અપક્ષ): 123
રજનીકાન્ત વાઘાણી (અપક્ષ): 117
નારીગરા ભરતભાઇ (અપક્ષ): 78
નોટા : 1716
વિસાવદર વિધાનસભા ચૂંટણી પરિણામ વિજેતા ઉમેદવાર
1972: રામજીભાઇ કરકર (કોંગ્રેસ)
1975: કુરાજી ભેંસાણીયા (કિસાન મજદુર પ્રજા પાર્ટી)
1980: ધિરજલાલ રિબડીયા (કોંગ્રેસ)
1985: પોપટલાલ રામાણી (કોંગ્રેસ)
1990: કુરાજી ભેંસાણીયા (જનતા દળ)
1995: કેશુભાઇ પટેલ (ભાજપ)
1998: કેશુભાઇ પટેલ (ભાજપ)
2002: કનુ ભાલાણા (ભાજપ)
2007: કનુ ભાલાણા (ભાજપ)
2012: કેશુભાઇ પટેલ (ગુજરાત પરિવર્તન પાર્ટી)
2024 પેટા ચૂંટણી: હર્ષદકુમાર રિબડીયા (કોંગ્રેસ)
2017: હર્ષદકુમાર રિબડીયા (કોંગ્રેસ)
2022: ભૂપેન્દ્રભાઇ ભાયાણી (આમ આદમી પાર્ટી)
2025 પેટા ચૂંટણી: ગોપાલ ઇટાલિયા (આમ આદમી પાર્ટી)
Gujarat : અહીં નોંધનિય છે કે, વિસાવદર બેઠક પર ભારતીય જનતા પાર્ટી જીત માટે જાણે તરસી રહી છે. ભાજપને આ બેઠક પર છેલ્લે 2007માં જીત મળી હતી. એ પછી ભાજપ અહીં ક્યારેય જીત્યું નથી. આ પેટા ચૂંટણીમાં પણ ભાજપ અહીં પ્રજાનો ભરોસો જીતવામાં અસફળ રહ્યું છે.