gujarat : લોકસભાની ચૂંટણી ( election ) ને લઈને ગુજરાત ( gujarat ) માં તમામ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. આ સાથે ગુજરાત વિધાનસભા ( vidhansabha ) ની 5 બેઠકો પર પેટા ચૂંટણી ( election ) પણ યોજાવાની છે, જેને લઈને ભાજપ ( bhajap ) દ્વારા ઉમેદવારોના ( candidate ) નામ જાહેર કરવામાં આવ્યા છે.
https://dailynewsstock.in/election-bhajap-uttarpradesh-varungandhi-congress-gandhifamily/

https://dailynewsstock.in/election-bhajap-uttarpradesh-varungandhi-congress-gandhifamily/
વિજાપુરથી ડો. ચતુરસિંહ ચાવડા
પોરબંદરથી અર્જૂન મોઢવાડિયા
માણાવદરથી અરવિન્દ લાડાણી
ખંભાતથી ચિરાગ પટેલ
વાઘોડિયાથી ધર્મેન્દ્ર વાઘેલા
જણાવી દઈએ કે, આ તમામ નેતાઓએ હાલમાં કોંગ્રેસ ( congress ) છોડીને ભાજપમાં ( bhajap ) કેસરિયા કર્યા હતા. જે બાદ આ તમામ લોકોને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત, વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી માટે અત્યાર સુધી ચૂંટણી પંચ દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ તમામ બેઠકોની ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે જ યોજવામાં આવશે.
ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મેએ લોકસભાની ચૂંટણી યોજાશે. તો 4 જૂને મતગણતરી થશે. આ સાથે ગુજરાતમાં પાંચ વિધાનસભાની પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામા આવી છે. ગુજરાતની પોરબંદર, માણાવદર, વીજાપુર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે. ત્યારે લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે.
રાજ્યની 16 લોકસભા બેઠકોની સામાન્ય ચૂંટણી તથા 05 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે 7 મે 2024ના રોજ મતદાન યોજવામાં આવશે. ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર મતદાનના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરવાનું રહેશે. મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ની અવેજીમાં અન્ય ૧૨ દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે. જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે.