GujaratGujarat

gujarat : 12 જૂનની બપોરે 1 વાગ્ચેને 40 મિનિટે અમદાવાદના ( ahemdabad ) મેઘાણીનગર ( meghani nagar ) વિસ્તારમાં લંડન ( london ) જતું પ્લેન ક્રેશ ( plane crash ) થયું હતુ. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ( vijay rupani ) સીટ નંબર 2D પર બેઠા હતા. આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું હતું.પ્લેન ક્રેશના 70 કલાક પછી વિજય રૂપાણીનું DNA મેચ થયું છે અને ટૂંક સમયમાં પરિવારને મૃતદેહ સોંપવાની તૈયારી શરૂ કરાશે. અંતિમ વિધિ રાજકોટ ( rajkot ) થશે.

તો બીજી તરફ રાજકોટના નિર્મલા રોડ પર પ્રકાશ સોસાયટીમાં આવેલા વિજય રૂપાણીના ઘરે અંતિમ દર્શનની તૈયારી કરવામાં આવી છે. તેમજ પોલીસે અંતિમયાત્રાના એક કલાક પહેલા રસ્તાઓને બંધ કરવા માટેનું જાહેનામું બહાર પાડ્યું છે.

https://youtube.com/shorts/wIXdo_aCUvQ?feature=shar

gujarat
gujarat

https://dailynewsstock.in/india-kedarnath-helicopter-crash-plane-guarikund/

gujarat : સિવિલ હોસ્પિટલથી મોટી ખબર આવી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા છે. જેના બાદ તેમના મૃતદેહને પરિવારને સોંપાશે. હર્ષ સંઘવીએ ડીએનએ મેચ થયાની માહિતી મીડિયાને આપી. તો બીજી તરફ, CM ભુપેન્દ્ર પટેલ સિવિલ જવા રવાના થયા છે. રાજકોટમાં અંતિમવિધિ કરાશે.

gujarat : પ્રાપ્ત માહિતી અનુસાર, પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમવિધિ કાલેે રાજકોટમા થશે. આજ સાંજ સુધીમાં સ્વ.વિજય રૂપાણીનો મૃતદેહ રાજકોટ પહોંચશે. પરિવારજનો આજે સાંજ સુધીમાં ગાંધીનગરથી રાજકોટ પહોંચી જશે. પરિવાર ચાર્ટર પ્લેન મારફત હિરાસર એરપોર્ટ પહોંચશે.

gujarat : 12 જૂનની બપોરે 1 વાગ્ચેને 40 મિનિટે અમદાવાદના ( ahemdabad ) મેઘાણીનગર ( meghani nagar ) વિસ્તારમાં લંડન ( london ) જતું પ્લેન ક્રેશ ( plane crash ) થયું હતુ.

gujarat : 12 જૂને અમદાવાદમાં સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના બની. જેના શિકાર થયેલા હતભાગીઓમાંથી એક નામ છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું. સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જાણીતા વિજય રૂપાણીએ પાંચ વર્ષ સુધી ગુજરાતની ધુરા સંભાળી હતી. 12 જૂને અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં તેઓ પોતાના પરિવારને મળવા જઈ રહ્યા હતા. પરંતુ આ ફ્લાઈટ દુર્ઘટના બની અને તેમનું નિધન થયું. વિજય રૂપાણીના નિધનની ખબર સાંભળતા જ તેમનો પરિવાર વતન પહોંચી ગયો હતો. પ્રધાનમંત્રી મોદીએ અંજલિબેન સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પણ પાઠવી હતી.

gujarat : વિજય રૂપાણીના DNA મેચ થવાની લોકો રાહ જોઈ રહ્યા હતા. DNA મેચ થયા બાદ તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં થવાના છે. જ્યાં તેમની અંતિમ વિધિની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શોકમાં ડૂબ્યું છે. હંમેશા લોકોની મદદ માટે તૈયાર રહેતા પૂર્વ મુખ્યમંત્રીને રાજકોટ સહિક આખું ગુજરાત ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે.

gujarat : પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ લાવવામાં આવશે. મોટી સંખ્યામાં મહાનુભાવો રાજકોટ પહોંચી રહ્યાં છે. તો રેસકોર્સ મેદાન ખાતે તેમની પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે. 2500 થી વધુ માણસો બેસી શકે તે પ્રકારની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે પ્રાર્થના સભાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

gujarat : રાજકોટ શહેર પોલીસ દ્વારા બહાર જાહેરનામું પાડવામાં આવ્યું છે. રૂટ પર તમામ વાહનોની પ્રવેશબંધી તેમજ નો પાર્કિંગ ઝોન રહેશે. ગ્રીન લેન્ડ ચોકડીથી વિજય રૂપાણીના ઘર સુધી નો પાર્કિંગ ઝોન રહેશે. એમ્બ્યુલન્સ મારફતે પાર્થિવ દેહને અમદાવાદથી ગ્રીન લેન્ડ ચોકડી ખાતે લાવવામાં આવશે. તૈયાર કરવામાં આવનાર શબવાહિનીમા પાર્થિવ દેહને પ્રકાશ સોસાયટી ખાતે લઈ જવામાં આવશે. અંતિમ યાત્રા સમયે પણ વાહનોની પ્રવેશ બંધી તેમજ નો પાર્કિંગ ઝોન લાગુ કરવામાં આવશે.

gujarat
gujarat

gujarat : રાજકોટ ખાતે વિજય રૂપાણીના પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં આવશે. રાજકોટ શહેર પોલીસ દ્વારા ચાર જુદી જુદી જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે. પ્રકાશ સોસાયટી પાસે આવેલી ચાર જુદી જુદી જગ્યાએ પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવી છે. વીવીઆઈપીના પાર્કિંગની વ્યવસ્થા ઓમકાર એપાર્ટમેન્ટ પાસે કરાઈ છે. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની અંદર, સોજીત્રા નગર પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં તેમજ વીરબાઈ માં મહિલા કોલેજના પાછળના ગ્રાઉન્ડમાં પાર્કિંગ વ્યવસ્થા કરાઈ.

188 Post