gujarat : વડગામના ધનપુરા નજીક થયેલી એક ઘટનાએ આખા વિસ્તારને હચમચાવી નાખ્યો છે. 27મી ડિસેમ્બરે એક કારમાં ( car ) બળેલી હાલતમાં એક કંકાલ મળ્યું હતું. પ્રથમ નજરે લાગતું હતું કે, આ કોઈ અકસ્માત ( accident ) હશે, પરંતુ પોલીસ તપાસમાં આ ઘટના પાછળ એક ઘાતક ષડયંત્ર હોવાનું બહાર આવ્યું છે. પહેલાં કોઈ શખસની કબરમાંથી લાશ કાઢીને સળગાવી દેવાઈ હોવાનું મનાતું હતું. જોકે, આ પણ એક ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર જ હતું. પોલીસ ( police ) તપાસમાં કથિત લાશ કબરમાંથી કઢાયેલી ન હોવાનું સામે આવ્યું છે.
https://youtube.com/shorts/VlOTf2NYqns?feature=share
https://dailynewsstock.in/2025/01/04/gujarat-goverment-tikit-booking-system-online-transport-sector/
આના મૂળ સુધી પહોંચવા પોલીસે કેટલાક શકમંદોને પકડતાં હોટલના ( hotel ) એક મજૂરની હત્યા કરીને લાશ ગાડીમાં રખાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. સસ્પેન્સ ફિલ્મોને પણ ટક્કર મારે એવા વળાંક આ હત્યા કમ કથિત વીમા પકવવાના કેસમાં આવી રહ્યા છે. હવે અકસ્માતનો કેસ હત્યા સુધી પહોંચી ગયો છે. જ્યારે જેની પર ષડયંત્ર રચવાનો આરોપ છે એ હોટલ માલિક હજુ પકડાયો નથી અને ફરાર છે.
gujarat : વડગામના ધનપુરા નજીક થયેલી એક ઘટનાએ આખા વિસ્તારને હચમચાવી નાખ્યો છે. 27મી ડિસેમ્બરે એક કારમાં ( car ) બળેલી હાલતમાં એક કંકાલ મળ્યું હતું. પ્રથમ નજરે લાગતું હતું
27 ડિસેમ્બરે પ્રકાશસિંહ સરદારજી (રહે-ઢેલાણા પાલનપુર)એ પોલીસ સમક્ષ જાહેર કર્યું હતું કે, મારા ભાઇ દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ કરશનજી પરમાર જે એસ્ટીમ કાર GJ-01-HJ-9718નો ઉપયોગ કરતા હતા. તે ગાડી જલોત્રા-ધાણધા જતાં રોડથી ધનપુરા જતાં એપ્રોચ રોડ ઉપર મામાજી મંદિરના પાછળ રોડ ઉપર સાઇડમાં સંપૂર્ણ સળગેલી હાલતમાં પડી છે. ગાડીમાં ડ્રાઇવિંગ સીટ ઉપર માનવીની લાશના અર્ધબળેલા હાડકાઓ હોવાનું જણાય છે.
જેથી મેં મારા ભાઇ દલપતસિંહને ફોન કર્યો તો ફોન બંધ આવે છે. તેમની હોટલ કેદારનાથ ચલાવનારને પૂછતાં તેઓએ રાત્રીના સાડા અગિયાર-બાર વાગ્યે મારા ભાઇ દલપતસિંહને તેના પાસેની એસ્ટીમ સાથે હોટલની બાજુમાંથી જતાં જોયા હોવાનું જણાવ્યું હતું. જેથી આ એસ્ટીમમાંથી મળી આવેલી અર્ધબળેલું માનવ શરીર મારા ભાઇ દલપતસિંહનું હોઇ શકે તેવું મારૂ માનવું છે. જેના મોતનું ચોક્કસ કારણ જાણવા અને તેની ઓળખ માટે તપાસની માગ કરી, જે આધારે વડગામ પોલીસ મથકે જાણ કરી હતી.
પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરતા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચના અને માર્ગદર્શન મુજબ વડગામ પોલીસ તેમજ જિલ્લા એલ.સી.બી. અને એસ.ઓ.જી. ની અલગ-અલગ ટીમો બનાવી ટેક્નિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સ આધારે શકમંદ ઇસમોને લાવી પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, આ કામે ગાડી માલિક દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ કરશનજી પરમાર (રાજપુત)એ ધનપુરા પાટીયા નજીક કેદારનાથ નામની નવિન હોટલ બનાવી હોય જેમાં મોટી રકમની લોન લીધેલી હતી. જેથી આ લોન ના ભરવી પડે તે માટે તથા લીધેલા વિમાના ક્લેઇમ પાસ કરાવવા આર્થિક લાભ મેળવવા માટે આરોપીઓ સાથે મળી તા.22-12-2024ની રાત્રી દરમિયાન ઢેલાણા ગામના સ્મશાનમાં ગેરકાયદે પ્રવેશ કરી અજાણ્યા મરણ જનારની દફનાવેલી લાશને બહાર કાઢી આ દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહની એસ્ટીમ ગાડી નંબર GJ-01-HJ-9718માં નાખી ધનપુરા ગામે મંદિર પાસે રોડ ઉપર પાર્ક કરી કોઇ જ્વલનશીલ પદાર્થથી ગાડીને આગ લગાડી હતી. દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ મરણ ગયેલો છે તેમ આર્થિક લાભ લેવા સારૂ ઠગાઇ કરવાના ઇરાદે આરોપીઓએ ગુનાહિત કાવતરું રચ્યું હોય વડગામ પોલીસ મથકે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.
ગુન્હાની તપાસ દરમિયાન પી.એમ. કરનાર ફોરેન્સિક મેડિકલ ઓફિસર સાથે જિલ્લા પોલીસ વડા સંપર્કમાં રહ્યા હતા. તેમજ ગુન્હાની ગંભીરતા જોઇ વડગામ પોલીસે આ બાબતની તપાસ કરતા આરોપી સેધાજી ઘેમરજી ઉર્ફે ધિરાજી ઠાકોર (રહે. ઘોડિયાલ વડગામ) મળી આવ્યો હતો. તેમજ અન્ય પકડાયેલા આરોપીઓની યુક્તિ- પ્રયુક્તિથી પૂછપરછ કરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, એસ્ટીમ ગાડી નંબર GJ-01-HJ-9718માં મોત થયું તે દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ ના હોય કે ઢેલાણા ગામના સ્મશાનમાંથી બહાર કાઢેલી લાશ પણ ન હતી, પરંતુ કોઇ અન્ય વ્યકિતને મારી નાખેલાનું જણાવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કોર્ટમાં રિપોર્ટ કરી પકડાયેલા આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને પોલીસને વધુ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ ગુન્હાના કામે ગાડી સાથે સળગાવેલો ઇસમ દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહના હોટલ પર આશરે બે-એક વર્ષથી મજૂરી કામ કરતા વીરમપુરના રેવાભાઇ મોહનભાઇ ગામેતી (ઠાકોર) હોઈ શકે, જે દિશામાં તપાસ હાથ ધરી હતી.
પોલીસને લીડ મળતાં અમીરગઢ પોલીસ મથકે ગુમ થનાર રેવાભાઇના પત્ની હંસાબેને જણાવ્યું હતું કે, તા.26/12/2024ના સવારના નવેક વાગ્યાના અરસામાં કનૈયા હોટલ જલોત્રાના માલિક ભગાભાઇ દર વખતની જેમ આ વખતે પણ મારા પતિને મજૂરી કામ અર્થે લઇ ગયા હતા અને આજદિન સુધી ધરે પરત આવ્યા ન હતા. જે બાબતની જાણ કરતા પોલીસે આરોપીઓની પુછપરછ કરતાં આ ગુમ થનાર રેવાભાઇ મોહનભાઇ ગામેતી (ઠાકોર)ને દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ તેમજ અન્ય આરોપી ઇસમોએ ભેગા મળી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ એસ્ટીમ કાર નં- GJ-01-HJ-9718માં સળગાવી દીધો હોવાનું સામે આવ્યું હતું.