gujarat : અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું.અમિત શાહ દુર્ઘટનાસ્થળનું ( Accident scene )નિરીક્ષણ કરી રહ્યા છે. અમિત શાહ દુર્ઘટના અંગેની તમામ જાણકારી મેળવી રહ્યા છે. અમિત શાહની ( Amit Shah )સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ( Bhupendra Patel )અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે.
https://dailynewsstock.in/mudra-loan-goverment-pmmy-adharcard/

દીવના 11 નાગરિકમાંથી 1 ઈજાગ્રસ્ત
gujarat : દીવ જિલ્લા ADM વિવેક કુમારે જણાવ્યું હતું કે, અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં દીવના 15 મુસાફર સવાર હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લાના લોકોને પોર્ટુગીઝ વિઝા મળે છે. જેથી દીવના લોકો વધુ પ્રમાણમાં લંડનની મુસાફરી કરતા હોય છે. દીવ જિલ્લા ડેપ્યુટી કલેક્ટરની ટીમ અમદાવાદ જવા રવાના થઇ છે. દીવ જિલ્લા પ્રશાસન દીવના ગામડાઓમાં લોકોના સંપર્કમાં છે.
gujarat : અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે.
gujarat : ગુજરાતના અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન AI-171, ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ ગયું. આ વિમાન દુર્ઘટનામાં એક મુસાફર બચી ગયો હોવાના સમાચાર છે. મુસાફરનું નામ રમેશ વિશ્વાસ કુમાર છે. ઘાયલની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
gujarat : ગુજરાતના અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન AI-171, ટેકઓફ થયા પછી તરત જ ક્રેશ થઈ ગયું. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાં 12 ક્રૂ મેમ્બર અને 230 મુસાફરોનો સમાવેશ થાય છે. આ વિમાન દુર્ઘટનામાં એક મુસાફર બચી ગયો હોવાના સમાચાર છે. મુસાફરનું નામ રમેશ વિશ્વાસ કુમાર છે. ઘાયલની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
રમેશ વિશ્વાસે આજતકને જણાવ્યું કે અકસ્માત પછી જોરદાર વિસ્ફોટ થયો હતો, ચારે બાજુ આગ લાગી હતી. મને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે હું જીવિત છું, આ કોઈ ચમત્કારથી ઓછું નથી.
https://youtube.com/shorts/liBdFUX9DjQ

gujarat : ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે પુષ્ટિ આપી છે કે વિમાન દુર્ઘટનામાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મૃત્યુ થયું છે. વિમાન દુર્ઘટનામાં હોસ્ટેલના મુસાફરો અને રેસિડેન્ટ ડોકટરો ઘાયલ થયા છે. દરમિયાન, અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે આજતકને જણાવ્યું હતું કે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 204 લોકોના મોત થયા છે. જ્યારે 41 લોકો સારવાર હેઠળ છે.
તમને જણાવી દઈએ કે આજે બપોરે 1.39 વાગ્યે, ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી, વિમાન ક્રેશ થયું અને પહેલા મેઘાણી નગરમાં બીજે મેડિકલ કોલેજના મેસ બિલ્ડિંગ સાથે અથડાયું, ત્યારબાદ તે અતુલ્યમ હોસ્ટેલ સાથે અથડાયું. આ કારણે, વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું. ચારે બાજુ ધુમાડો અને કાટમાળ ફેલાયેલો હતો. ચીસો અને બૂમો પડી રહી હતી.
