gujarat : ભાવનગર ( bhavnagar ) નજીકના કોળિયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવ ( mahadev ) ના દર્શન ( darshan ) કરી પરત ફરતી એક ખાનગી બસ ( private bus ) કોળિયાક નજીક એક કોઝવે ઉપરથી પસાર થતા પુર માં ફસાઈ હતી.ભારે વરસાદના ( heavy rain ) કારણે નદીમાં ( river ) પુર ( fluad ) આવતા અને કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોવા છતાં બસ ચાલકે બસ પસાર કરવાનો પ્રયાસ કરતા બસ થોડું અંતર કાપ્યા બાદ બંધ પડી પાણીના વહેણમાં તણાઈ જતા અડધી નીચે ઉતરી જતા શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા હતા.જેને તંત્ર દ્વારા 8 કલાકની મહેનત બાદ સહીસલામત રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા.

https://youtube.com/shorts/JaYqr_Ba_E0?feature=share

gujarat

https://dailynewsstock.in/2024/09/27/home-tips-fengshui-badroom-layout-negetive-energy-sleep/

તામિલલાડુથી 29 સિનિયર સિટીઝનો ભાવનગર નજીક આવેલા કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવના દર્શને ખાનગી બસમાં આવ્યા હતા. આ બસના શ્રદ્ધાળુઓ દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે કોળિયાકથી 1 કિમિ દૂર આવેલા એક કોઝવે કે જેમાં ભારે વરસાદને પગલે નદીમાં પુર આવતા કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોય છતાં બસ ચાલકે તેમાંથી બસ બહાર કાઢવાનો પ્રયાસ કરતા બસ કોઝવે પર થોડું અંતર કાપી બંધ પડી જતા અને પાણીનો પ્રવાહ વધતા બસ ધસડાઈને અડધી કોઝવે પર અને અડધી પાણીમાં ફસાઈ ગઈ હતી.

gujarat : ભાવનગર નજીકના કોળિયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવના દર્શન કરી પરત ફરતી એક ખાનગી બસ કોળિયાક નજીક એક કોઝવે ઉપરથી પસાર થતા પુર માં ફસાઈ હતી.

આ બનાવની જાણ થતા મોટી સંખ્યામાં સ્થાનિકો અને સરપંચ સહિતના લોકો ત્યાં દોડી ગયા હતા અને તંત્રને જાણ કરતા કલેકટર,કમિશનર,ધારાસભ્ય સહિતના લોકો અને રેસ્ક્યુની ટીમ ત્યાં દોડી ગઈ હતી.જેમાં એક ટ્રક ને પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે મોકલી બસના કાચ તોડી તમામ ફસાયેલા શ્રદ્ધાળુઓને બહાર કાઢવામાં તો સફળ રહ્યું પરંતુ ટ્રકનું એક વ્હીલ પુલ પરથી ઉતરી જતા તમામ મુસાફરો ફરી ટ્રકમાં ફસાઈ ગયા હતા.જેથી શ્રદ્ધાળુઓને સલામત બહાર કાઢવા એનડીઆરએફ ની એક ટુકડીને તાકીદે ત્યાં બોલાવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.પરંતુ પાણીના ભારે પ્રવાહમાં એનડીઆરએફ ની ટીમ પણ મૂંઝવણમાં મુકાઈ હતી.

ઘટનાના 8 કલાક બાદ પાણીનો પ્રવાહ ઓછો થતા કોઝવેની બીજી સાઈડ અંતર ઓછું હોય રેસ્ક્યુ ટીમના લોકો દ્વારા 4 શ્રદ્ધાળુઓને બીજી સાઈડ થી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા તેમજ વધુ એક ટ્રકને મોકલી બાકીના ફસાયેલા 25 મળી કુલ 29 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યુ કરી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.તંત્ર દ્વારા આ સમયે 108 એમ્બ્યુલન્સ અને મેડિકલની ટીમને હાજર રાખી તમામ શ્રદ્ધાળુઓની આરોગ્ય ચકાસણી ત્યાં જ કરવામાં આવી હતી. જ્યારે તમામ શ્રદ્ધાળુઓની સ્થિતિ સામાન્ય હોય તમામને ભાવનગર ખાતે પાટીદાર સમાજની વાડીમાં આશ્રય તેમજ ભોજનની વ્યવસ્થા કરી હતી.આવતીકાલે શ્રદ્ધાળુઓના પરિજનો સાથે વાત થયા બાદ તમામને પરત મોકલવા અંગેની વ્યવસ્થા હાથ ધરવામાં આવશે.

આ ઘટનાને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ ધારાસભ્ય જીતુ વાઘાણી સાથે સતત ટેલિફોનિક સંપર્કમાં રહી તમામ લોકોને સલામત બહાર કાઢવામાં તમામ જરૂરી ઉપાયો સાથે માર્ગદર્શક બન્યા હતા.અંતે 8 કલાક એટલે કે રાત્રીના 3 કલાકે તમામ ફસાયેલા શ્રધ્ધાળુઓને સલામત બહાર કાઢવામાં સફળતા મળતા તંત્રએ રાહત અનુભવી હતી

35 Post