gujarat : રાજકોટના ( rajkot ) આટકોટના પટેલ કન્યા છાત્રાલયની દુષ્કર્મની ઘટનામાં નવો જ વળાંક સામે આવ્યો છે. સમગ્ર મામલે ભાજપના (bhajap ) મહિલા અગ્રણીએ ઘટસ્ફોટ. વિદ્યાસંકુલમાં એક નહીં છ-છ છાત્રાઓ દુષ્કર્મનો ભોગ બની ચુકી હોવાનો ભાજપના મહિલા અગ્રણી ( bhajap mahila neta ) એ ઘટસ્ફોટ કરીને હડકંપ મચાવી દીધો છે.
https://www.facebook.com/DNSWebch/

https://dailynewsstock.in/ajab-gajab-social-media-video-viral-mahilapolice-lawyers-familycourt/
ગુજરાતના ( gujarat ) શિક્ષણધામો સુરક્ષિત નથી. ઘણી જગ્યાઓ પર ચાલે છે ગોરખધંધા. વિદ્યાર્થિનીઓ ( student ) નું કરવામાં આવતુ હતું શોષણ. ગુજરાતના માથે આ ઘટના કાળા ટીલા સમાન છે. રાજકોટના કન્યા છાત્રાલયમાં એક નહીં છ-છ છાત્રા બની ચુકી છે દુષ્કર્મનો ભોગ. મારી પાસે બધા પુરાવે છે. ભાજપના દિગ્ગજ મહિલાનો ઘટસ્ફોટ છે.
કન્યા છાત્રાલયમાં આવીને કોણ શું શું કરતા? કેવી રીતે છોકરીઓને ફસાવતા હતા? કોણકોણ આમા સામેલ હતુ તેની વિગતો મારી પાસે છે, હવે બધાનો ભાંડો ફોડીશું’ રાજકોટના આટકોટનું પટેલ કન્યા છાત્રાલય એકાએક આવી ગયું ચર્ચામાં. લાંબા સમયથી છાત્રાલયમાં ચાલતી હતી ગરબડો, જિલ્લા અધ્યક્ષા પાસે પુરાવા હોવાનો દાવો.
gujarat : રાજકોટના ( rajkot ) આટકોટના પટેલ કન્યા છાત્રાલયની દુષ્કર્મની ઘટનામાં નવો જ વળાંક સામે આવ્યો છે. સમગ્ર મામલે ભાજપના (bhajap ) મહિલા અગ્રણીએ ઘટસ્ફોટ
શિક્ષણનું ( education ) ધામ અને વિદ્યાર્થીઓને રહેવા માટે બનેલા છાત્રાલયોમાં થઈ રહી છે ગુનાઈત પ્રવૃત્તિઓ. ગુજરાતની અસ્મિતાને લાગી રહ્યું છે લાંચ્છન. વિદ્યાર્થીઓને બહાર એકલા ભણવા મોકલતા વાલીઓએ પણ હવે ચેતી જવાની જરૂર છે. રાજકોટના આટકોટના છાત્રાલયનો કિસ્સો એ લાલ બત્તી સમાન છે.
રાજકોટના આટકોટના પટેલ કન્યા છાત્રાલયની દુષ્કર્મની ઘટનામાં નવો જ વળાંક સામે આવ્યો છે. સમગ્ર મામલે ભાજપના મહિલા અગ્રણીએ ઘટસ્ફોટ. વિદ્યાસંકુલમાં એક નહીં છ-છ છાત્રાઓ દુષ્કર્મનો ભોગ બની ચુકી હોવાનો ભાજપના મહિલા અગ્રણીએ ઘટસ્ફોટ કરીને હડકંપ મચાવી દીધો છે. તેમણે એવો પણ દાવો કર્યો છેકે, લાંબા સમયથી આ છાત્રાલયમાં ગરબડો ચાલતી હતી. જિલ્લા અધ્યક્ષા પાસે આના પુરાવા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. હાલ આ ઘટનાએ પોલીસ તંત્ર, શિક્ષણ વિભાગ અને રાજકારણ આ ત્રણેય ક્ષેત્રોમાં ઓહાપોહ મચાવી દીધો છે.
ગુજરાતના શિક્ષણધામો સુરક્ષિત નથી. ઘણી જગ્યાઓ પર ચાલે છે ગોરખધંધા. વિદ્યાર્થિનીઓનું કરવામાં આવતુ હતું શોષણ. ગુજરાતના માથે આ ઘટના કાળા ટીલા સમાન છે. ખુદ સત્તા પક્ષના દિગ્ગજ મહિલા નેતાએ આ વાતનો ખુલાસો કર્યો છે. આટકોટના પટેલ કન્યા છાત્રાલયની ઘટનામાં પાંચવડાના પૂર્વ સરપંચ અને રાજકોટ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના અધ્યક્ષાના પતિ સામે દુષ્કર્મની ફરિયાદ બાદ બંને ફરાર છે.
જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષા સોનલબેન વસાણીએ એવો ઘટસ્ફોટ કર્યો છે કે, છાત્રાલયમાં એક નહીં છ-છ છાત્રા બની ચુકી છે દૂષ્કર્મનો ભોગ બની છે. જેના મારી પાસે પૂરાવા છે. ભાજપનું અને મારૂ નામ આ પ્રકરણમાં ખરડવા પ્રયાસ થતા મારે મેદાનમાં ઉતરવું પડયું છે. વધુમાં આ મહિલા નેતાએ એમ પણ જણાવ્યુંકે, મેં મારી પાસેના તમામ પરાવા પોલીસને મોકલી આપ્યા છે.
ભાજપના મહિલા નેતાએ એવો પણ દાવો કર્યો છેકે, જો ખરેખર પોલીસ કોઈની ઓળખાણ રાખ્યા વિના, કોઈના દબાવમાં આવ્યા વિના નિષ્પક્ષ અને તટસ્થ રીતે આ કેસની તપાસ કરે તો ભોગ બનનાર યુવતીઓની સંખ્યામાં મોટો આંકડો સામે આવી શકે છે. ઉલ્લેખનીય છેકે, આટકોટ વિદ્યાસંકૂલ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યું છે. ભાજપના બે અગ્રણી સામેની દુષ્કર્મની ફરિયાદ બાદ એવી માગ ઊઠી રહી છે કે પોલીસ તટસ્થતાપૂર્વક તપાસ કરે તો પીડિતાની સંખ્યા વધુ હોવાની આશંકા છે. જવાબદારો સામે કડક પગલા લેવાય તેવી આશા છે.
છ વર્ષથી કન્યા છાત્રાલયમાં ચાલતી હતી ગડબડોઃ
જસદણ રહેતા ભાજપના આ મહિલા અગ્રણીએ કહયું હતું કે, છાત્રાલયમાં છ વર્ષથી આવી પ્રવૃતિઓ ચાલતી હોવાની મારી પાસે રજૂઆતો છોકરીઓ દ્વારા આ બનાવને પગલે કરવામાં આવી છે. એક અગ્રણી આ છાત્રાલયમાં આવીને મનમાની કરી જતો હોવાની પણ પૂર્વ છાત્રાઓએ મારી પાસે રજૂઆતો કરેલી છે અને આ તમામ વિગતો મેં પોલીસને આપી દીધી છે. હવે પોલીસ કડક પગલે લે એવી આશા છે.
‘કેવી રીતે છોકરીઓને ફસાવાતી હતી તેની વિગતો મારી પાસે છે’
ભાજપના મહિલા અગ્રણીએ જણાવ્યુંકે, આ કન્યા છાત્રાલયમાં ઘણા ગોરખધંધા ચાલતા હતા. અહીં આવીને કોણ શું શું કરતા કેવી રીતે છોકરીઓને ફસાવતા હતા તેની વિગતો છે. બધી વિગતો મેં પોલીસને આપી દીધી છે.
છાત્રાઓને ખોટી રીતે ડરાવવામાં આવતી હતી’
ભાજપના મહિલા અગ્રણીએ વધુમાં જણાવ્યુંકે, અરજણ રામાણીએ સંસ્થાના વડા તરીકે આ બધુ રોકવાની જરૂર હતી. તેણે આમ કરવાના બદલે જેની સામે ફરિયાદ થઈ છે તે મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા સામે કાર્યવાહી કરવાના બદલે તેમણે છાત્રાને ડરાવવા પ્રયાસ કર્યા હતા. અગાઉ એક કડક રેકટર હતી તે કડક હોવાથી હકાલપટ્ટી કરાઈ હતી.