gujarat : ગાંધીજીની કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની ચૂંટણીને 100 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે તેમની જન્મભૂમિ ગુજરાતના ( gujarat ) અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે બે દિવસ માટે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અધિવેશનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીના ઇતિહાસ વિશે જણાવ્યું હતું. આ સાથે તેમણે ભાજપ પર પ્રહારો પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘100 વર્ષ પહેલાં મહાત્મા ગાંધી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા અને 150 વર્ષ પહેલાં સરદાર પટેલજીનો જન્મ થયો હતો. આ બંને કોંગ્રેસ પાર્ટીનો પાયો છે. હું પછાત લોકો માટે કામ રહ્યો છું.
https://dailynewsstock.in/2025/03/29/bangkok-myanmar-thailand-cracks/

gujarat : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે ‘તેલંગાણામાં જાતિ ગણતરી કરવા માટે અમે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. અમારે જાણવું હતું કે આ દેશમાં કોની કેટલી ભાગીદારી છે. મેં સંસદમાં પીએમ મોદીને કહ્યું હતું કે તમે જાતિ ગણતરી કરાવો. દેશને ખબર હોવી જોઇએ કે કેટલા દલિત છે, કેટલા પછાત છે, ગરીબ જનરલ વર્ગના લોકો કેટલા છે.
gujarat : ગાંધીજીની કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની ચૂંટણીને 100 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે તેમની જન્મભૂમિ ગુજરાતના અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે બે દિવસ માટે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે.
gujarat : પીએમ મોદી અને આરએસએસએ સ્પષ્ટ કરી દીધું કે અમે જાતિ આધારિત વસતી ગણતરી કરાવવા માંગતા નથી. અમે સંતાડવા માંગીએ છીએ. મેં કહ્યું કે, તમે છુપાવવું હોય એટલું છુપાવો. અમે અહીંથી જાતિ આધારિત વસતી ગણતરી પાસ કરીશું. હું ફરીથી કહી રહ્યો છું કે 50 ટકા અનામતની જે દિવાલ છે તેને અમે તોડી દઇશું. અમે જે તેલંગાણામાં કર્યું તે દિલ્હીમાં અને આખા ભારતમાં કરવા જઇ રહ્યા છીએ.’
gujarat : ‘મેં ઈન્દિરા ગાંધીજીને સવાલ પૂછ્યો હતો કે, તમે દુનિયામાં ન રહેવા પર લોકોએ તમારા વિશે શું બોલવું અને વિચારવું જોઈએ. તો તેમણે કહ્યું હતું કે, રાહુલ, હું માત્ર પોતાનું કામ કરું છું. મારા ન રહેવા પર લોકો મારા વિશે શું વિચારે છે તેની મને કોઈ ચિંતા નથી. મારું ફોકસ માત્ર પોતાના કામ પર છે. મારા ન રહેવા પર દુનિયા જો મને ભૂલ પણ જાય તો મને મંજૂર છે, કારણ કે મેં પોતાનું કામ બરાબર રીતે કર્યું છે. એ મારું પણ માનવું છે કે લોકો શું વિચારે છે, તેનાથી મને ફરક પડતો નથી.’
gujarat : અગ્નિવીરના મુદ્દા પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘આજે અમારી સરકાર યુવાનોને કહે છે કે તમે યુદ્ધમાં શહીદ થશો, જો તમે અગ્નિવીર હશો તો તમને શહીદનો દરજ્જો અને પેન્શન આપીશું નહી. તમારી સાથે જે લડી રહ્યા છે તેમને મળશે, તમને નહી. દલિત, પછાત, અતિ-પછતને નુકસાન થઇ રહ્યું છે.’
તો બીજી તરફ બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર મોહમંદ યુનુસ અને પીએમ મોદીની મુલાકાતને લઇને રાહુલ ગાંધીએ જોરદાઅ પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે બાંગ્લાદેશ ભારત વિરૂદ્ધ નિવેદન આપી રહ્યું છે. ભારતના વડાપ્રધાન ત્યાંના નેતાને મળ્યા. તેમના મોંઢામાંથી એકપણ શબ્દ નીકળ્યો નહી. ક્યાં ગઇ 56 ઇંચની છાતી.’
gujarat : અમેરિકન ટેરિફના મુદ્દા પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘પહેલાં મોદી અમેરિકા જતા, રાષ્ટ્રપતિ ટ્રમ્પને ગળે મળતા હતા. હવે તમે ટ્રમ્પને ગળે મળતો કોઇ ફોટો જોયો? ટ્રમ્પે નવા ટેરિફ લગાવી દીધા. મોદીજી ચૂં પણ કરી શક્યા નહી. જનતાનું ધ્યાન ત્યાં ન જાય એટલે સંસદમાં નાટક કરાવ્યું. સત્ય હકિકત એ છે કે આર્થિક વાવાઝોડું આવશે. કોરોનામાં મોદીજીએ થાળી વગડાવી હતી. હવે ક્યાં સંતાઇ ગયા છે?’
https://youtube.com/shorts/iRUNN_MyYJs

રાહુલ ગાંધીએ ભાજપ અને સંઘ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, ‘તે સંસ્થાઓ પર આક્રમણ કરી રહ્યા છે. આખા દેશની સંપત્તિ અદાણી-અંબાણીને અપાઈ રહી છે, બંધારણમાં એવું ક્યાંય નથી લખ્યું કે બધું ધન બે-ત્રણ લોકોના હાથમાં જ જવું જોઈએ. સંવિધાનમાં એવું ક્યાંય લખ્યું નથી કે દેશના તમામ ચાન્સલર આરએસએસના હોવા જોઇએ? સંવિધાનમાં ક્યાંય એવું લખ્યું નથી કે કોઇ ખાસ ભણાવવામાં આવશે. જે પાર્ટીની પાસે વિચારધારા, સ્પષ્ટતા નથી, તે ભાજપ અને આરેસએસના સામે ઉભી રહી શકે નહી. જેની પાસે વિચારધારા છે, તે ભાજપ અને આરએસએસ સામે ઉભી રહી શકે, તે તેમને હરાવશે.’
અમે અંગ્રેજો અને આરએસએસની વિચારાધારા વિરૂદ્ધ લડી રહ્યા હતા. તેમની વિચારધારા સ્વતંત્રતા સંગ્રામની વિચારધારા નથી. જે દિવસે સંવિધાન લખવામાં આવ્યું હતું, તે દિવસે સંઘે રામલીલા મેદાનમાં સંવિધાનને સળગાવ્યું હતું. તેમાં લખ્યું છે કે આપણા દેશનો ઝંડો તિરંગો હશે. વર્ષો સુધી આરએસએસએ તિરંગાને સલામી આપી ન હતી. તે હિંદુસ્તાનની બધી સંસ્થાઓ કબજા કરવા તમારા પૈસા અદાણી-અંબાણી આપવા માંગે છે.’
