GSSSB Bharti 2025 : અત્યારે ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં અલગ અલગ પોસ્ટ ઉપર અરજી ( appliction ) પ્રક્રિયાઓ ચાલી રહી છે ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પણ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી ( bharti ) પૈકી વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-3ની ભરતી માટે અરજી પ્રક્રિયા ( process ) ચાલી રહી છે. જેની સંસ્થા દ્વારા અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. હવે ઉમેદવારો 3-7-2025 સુધી અરજી કરી શકશે.
https://dailynewsstock.in/2025/03/29/bangkok-myanmar-thailand-cracks/

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીનું નવું નોટિફિકેશન
GSSSB Bharti 2025 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપેલા નોટિફિકેશન પ્રમાણે નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના હસ્તકના વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-3 સંવર્ગની કૂલ 513 જગ્યાઓ ભરવા માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. પહેલા આ માટેની તારીખ 20-5-2025થી લઈને 3-6-2025 સુધી રાખવામાં આવી હતી. જોકે, સંસ્થાએ આ તારીખમાં ફેરફાર કરીને ઓલાઈન અરજી કરવા માટે સમયગાળો વધાર્યો છે. હવે ઉમેદવારો 30-6-2025થી લઈને 3-7-2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
GSSSB Bharti 2025 : અત્યારે ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં અલગ અલગ પોસ્ટ ઉપર અરજી પ્રક્રિયાઓ ચાલી રહી છે ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પણ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.
GSSSB Bharti 2025 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત વર્ક આસીસ્ટન્ટ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની માહિતી
સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટ વર્ક આસિસ્ટન્ટ
જગ્યા 513
નોકરીનું સ્થળ સમગ્ર ગુજરાત
એપ્લિકેશન મોડ ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 3-7-2025
ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, પોસ્ટની વિગતો
કેટેગરી જગ્યા
બિન અનામત 201
આર્થિક રીતે નબળા વર્ગ 50
અનુ.જાતિ 34
અનુ.જન જાતિ 92
સા.શૈ.પ.વર્ગ 136
કુલ 513
વર્ક આસીસ્ટન્ટ માટે શૈક્ષણિક લાયકાત
GSSSB Bharti 2025 : સરકાર માન્ય સંસ્થાઓમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાં કરેલું હોવું જોઈએ
સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતક ડિગ્રી ધરાવતા ઉમદેવારો અરજી કરવા પાત્ર નથી
કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.
પગાર ધોરણ
GSSSB Bharti 2025 : આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે 26,000 રૂપિયા પ્રતિ માસ ફીક્સ પગાર મળવા પાત્ર રહેશે. પાંચ વર્ષ સંતોષકારક પૂર્ણ કર્યા બાદ ઉમેદવારોને સાતમા પગારપંચ લેવલ-4 પ્રમાણે ₹25,500 – ₹81,100ના પગાર ધોરણ મળવા પાત્ર રહેશે
https://youtube.com/shorts/fdMudrLZwn4

વય મર્યાદા
GSSSB Bharti 2025 : વર્ક આસીસ્ટન્ટ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની વયમર્યાદા અંગે વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના ધારાધોરણ પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
ભરતીનું નોટિફિકેશન
GSSSB Bharti 2025 : gsssb work assistant notification pdf 2025Download
અરજી કેવી રીતે કરવી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારે સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.
ત્યારબાદ online Application માં Apply પર ક્લિક કરવું અને GSSSB સિલેક્ટ કરવું.
ઉમેદવારે જાહેરાતપૈકીની સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય કરવું.
અહીં માંગેલી તમામ વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું.
અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોએ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી.