gadar – 2 : બોલિવુડ ( bollywood ) ફિલ્મની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે, તે ‘ગદર 2’ના આઇકોનિક એક્શન હીરો સની દેઓલ ( shani deol ) અને ખ્યાતનામ અભિનેત્રી અમીષા પટેલએ આજે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. તેમણે કેમ્પસમાં હાજર 1800થી વધારે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.

https://m.facebook.com/story.php?story_fbid=pfbid02G1aLWriVYp1JAWyicXDh3h4kHkZTM16rkvhFEvKFzaa3PPd7GKSQhmwZB664o3kfl&id=100065620444652&mibextid=Nif5oz

gadar - 2

https://dailynewsstock.in/surat-car-driver-mainroad-accident/

વિદ્યાર્થીઓ તેમના ફેવરિટ સ્ટાર્સને નજીકથી જોઇને અભિભૂત થઈ ગયાં હતાં. સની દેઓલ જ્યારે તેમનો લોકપ્રિય ડાયલૉગ – હિંદુસ્તાન ઝિંદાબાદ હૈ, હિંદુસ્તાન ઝિંદાબાદ થા ઔર હિંદુસ્તાન ઝિંદાબાદ રહેગા ને હિન્દી બાદ ગુજરાતીમાં પણ બોલતા વિદ્યાર્થીઓ રોમાંચિત થઈ ઉઠ્યાં હતાં. આ સાથે જ, સની દેઓલ અને અમીષા પટેલ સહિત ફિલ્મની અન્ય સ્ટારકાસ્ટ ગરબાના તાલે ઝૂમી ઉઠી હતી.

વધુમાં ‘ગદર 2’ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં આવવાની છે. આ દરમિયાન ડિરેક્ટર અનિલ શર્માએ ફિલ્મના બજેટ વિશે વાત કરી. તેમણે કહ્યું કે, ‘ગદર 2’નું બજેટ અતિશયોક્તિપૂર્ણ છે. આ અંગે લગભગ 100 કરોડનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે, પરંતુ વાસ્તવમાં એવું નથી.

અનિલ શર્માએ કહ્યું કે વાસ્તવમાં ‘ગદર 2’નું બજેટ આના કરતા ઘણું ઓછું છે. એટલું જ નહીં, અનિલનું કહેવું છે કે સનીએ આ રોલ માટે તેની ફી સાથે સમાધાન કર્યું છે. કરોડોની ફી વસૂલતા કલાકારો પર કટાક્ષ કરતા તેણે કહ્યું- ‘આજકાલ હીરો અને દિગ્દર્શકો એટલી ફી વસૂલે છે કે બજેટ 600 કરોડ સુધી પહોંચી જાય છે, તો ક્યારેક હીરો 150 કરોડથી 200 કરોડ લે છે.’

‘લહેરે રેટ્રો’ને આપેલા ઈન્ટરવ્યૂમાં ડિરેક્ટરે સની દેઓલની ફી વિશે પણ વાત કરી હતી. તેણે આ દિવસોમાં ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા ટ્રેન્ડનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં કલાકારો તેમની ભૂમિકાઓ માટે 150 કરોડ સુધીની ફી લે છે. વાતચીત દરમિયાન અનિલને ‘ગદર 2’ ના બજેટ વિશે પૂછવામાં આવ્યું. જેના પર તેમણે કહ્યું કે તે ઈચ્છે છે કે, સ્ટુડિયો આવી બાબતોમાં બોલે. જો કે, તેમણે એવા અહેવાલોને નકારી કાઢ્યા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ‘ગદર 2’ બનાવવાનો ખર્ચ રૂ. 75 કરોડથી રૂ. 100 કરોડ હતો. અનિલે કહ્યું કે ફિલ્મનું બજેટ પરફેક્ટ હતું અને તેને નથી લાગતું કે ફિલ્મ ઓવર બજેટ હતી.

ભૂતકાળમાં એવા અહેવાલ હતા કે, સનીએ આ ફિલ્મ માટે વધુ ફી લીધી છે. ‘Spotboye.com’ ના એક અહેવાલ મુજબ, સનીએ ‘ગદર 2’ માટે 20 કરોડ રૂપિયા ફી લીધી છે, જ્યારે અભિનેતા તેની બાકીની ફિલ્મો માટે 5 થી 6 કરોડ રૂપિયા ફી લે છે.સનીની ફી વધારા વિશે વાત કરતાં અનિલે કહ્યું, ‘અમે ખરેખર દરેકની ફીને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે. સનીની ફી એટલી જ છે જેટલી હોવી જોઈતી હતી. તેમ છતાં તેણે તેની ફી સાથે ઘણી બાંધછોડ કરી છે. આજકાલ હીરો અને દિગ્દર્શકો એટલી બધી ફી વસૂલે છે કે બજેટ વધીને 600 કરોડ થઈ જાય છે, તો ક્યારેક હીરો 150 કરોડથી 200 કરોડ રૂપિયા વસૂલે છે.