Cyber Attack : એક કંપની પર 7000 કરોડથી વધુ મોટો સાયબર હુમલોCyber Attack : એક કંપની પર 7000 કરોડથી વધુ મોટો સાયબર હુમલો

fruad : જો તમને શેર માર્કેટ ( stock market ) માં રોકાણ ( investment ) કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી સ્કીમ ( scheme ) બતાવવામાં આવે છે તો ચેતી જજો. કારણ કે હવે ઠગ ટોળકીઓ સક્રિય થાય છે અને આવી જ એક ટોળકીના બે સાગરિતોની સુરત સાયબર ક્રાઇમ ( cyber crime ) સેલ દ્વારા ધરપકડ ( arrest ) કરવામાં આવી છે. જે ટોળકી દ્વારા સુરતના ફરિયાદીને શેર માર્કેટમાં રોકાણ કરવાના નામે સારા વળતરની લાલચ આપી રૂપિયા 35.31 લાખ જેટલી રકમ ઓનલાઈન ( online ) બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. જે બાદ નફો આપવાની વાત તો દૂર રહી પરંતુ રોકાણ કરેલી મૂડી પણ પરત ન ચાઉં ( fruad ) કરી ગયા હતા. જે બાદ છેતરપિંડીનો ભોગ બનેલા યુવકે સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આ બંને ઠગોની ધરપકડ કરી હતી.

https://www.facebook.com/DNSWebch/

fruad

https://dailynewsstock.in/2024/09/16/kangana-ranaut-queen-national-awards-heroine-rajkumar-rao-london-honeymoon-murphy-hyde-park/

સુરત ( surat ) સાયબર ક્રાઇમ સેલના એસીપી શ્વેતા ડેનિયલના જણાવ્યા મુજબ, સુરતના એક ફરિયાદીને શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી સ્કીમ બતાવવામાં આવી હતી. અજાણ્યા ઇસમો દ્વારા ફરિયાદીના મોબાઇલ પર એક લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવડાવ્યું હતું. ત્યારબાદ શેર માર્કેટ અને આઇપીઓમાં રોકાણ કરવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટોની અંદર 35.31 લાખ રૂપિયા જેટલી રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લેવામાં આવી હતી. 2 એપ્રિલથી 11 જૂન 2024 દરમિયાન અલગ અલગ મોબાઈલ નંબર અને અલગ અલગ WhatsApp ગ્રુપના એડમીન તેમજ એકાઉન્ટ ધારકોએ સુનિયોજિત કાવતરું રચી ફરિયાદીને WhatsApp ઉપર શેર ટ્રેડિંગ કરવાથી સારું એવું વળતર મળશે તેવા મેસેજો કર્યા હતા. જે મેસેજ વાંચી ફરિયાદીએ પણ શેર બજારમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ ટોળકી દ્વારા ફરિયાદીને WhatsApp ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા.

fruad : જો તમને શેર માર્કેટ ( stock market ) માં રોકાણ ( investment ) કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી સ્કીમ ( scheme ) બતાવવામાં આવે છે તો ચેતી જજો.

શેર માર્કેટમાં સારા વળતરની લાલચ આપી 35.31 લાખ પડાવી લીધાશેર માર્કેટમાં સારા વળતરની લાલચ આપી 35.31 લાખ પડાવી લીધા
ફરિયાદીને WhatsApp ઉપર ‘‘શેરખાન મેક્સ’’ નામની એપ્લિકેશનની લિંક મોકલી હતી. જે એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી તેમાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. જ્યાં ટ્રેડિંગ એકાઉન્ટ જનરેટ કરાવી એપ્લિકેશન મારફતે ફરિયાદીએ આરોપીઓના જણાવ્યા મુજબ અલગ અલગ શેર અને આઇપીઓમાં ઇન્વેસ્ટ કરવા અલગ અલગ બેન્ક એકાઉન્ટની અંદર 36.55 લાખ રૂપિયા જેટલી રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી હતી. જે રકમ ટ્રાન્સફર કરાવ્યા બાદ તેમાંથી 1.24 લાખ રૂપિયા નફા રૂપે વિડ્રો કરાવી ફરિયાદીને વિશ્વાસ અને ભરોસામાં લીધા હતા. પરંતુ બાકીના નાણા વિડ્રો ન કરવા દેતા પોતે છેતરપિંડીનો ભોગ બનેલા યુવકે સુરત સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કર્યો હતો. જ્યાં યુવકની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા ઘોડાદરા આદર્શ સોસાયટીમાં રહેતા આરોપી પ્રદ્યુમ રામ કૃપાલ કેવળ પ્રસાદ પાંડે અને જમીન દલાલીના ધંધા સાથે સંકળાયેલા ડીંડોલીના ઓમ નગર ખાતે રહેતા પ્રતીક પ્રફુલભાઈ ગોવર્ધનભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. જે બંને આરોપીઓની ધરપકડ બાદ પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, પ્રતીક નામના આરોપીએ પ્રદ્યુમ પાંડે પાસેથી 30,000 કમિશન આપી બેંક એકાઉન્ટ લીધું હતું. જે બેંક એકાઉન્ટ ફરાર આરોપી પ્રેમ નામના વ્યક્તિ પાસેથી 30,000 કમિશન લઈ આપ્યું હતું.

75 Post