food : અમદાવાદ શહેર ( ahemdavad city ) ના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી ધી બિરયાની લાઈફ ( the biryani life ) નામની રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકે ઓનલાઈન ફૂડ ( online food ) એપ મારફતે વેજિટેરિયન બિરયાની ( veg biryani ) મગાવી હતી,અમદાવાદ શહેરના ખાણીપીણી રેસ્ટોરન્ટમાંથી અવારનવાર અખાદ્ય પદાર્થો અને ચીજવસ્તુઓ નીકળવાના કિસ્સાઓ સામે આવતા હતા. પરંતુ હવે વેજિટેરિયનની જગ્યાએ નોનવેજિટેરિયન ( non veg ) ખાવાનું પણ લોકોને મોકલી આપવામાં આવતું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

https://youtube.com/shorts/0o6PWUwSqK4?feature=share

https://dailynewsstock.in/2025/02/18/surat-vadodara-prayagraj-kumbh-driver-conductor-seat-private-travel-hotel/

પરંતુ રેસ્ટોરન્ટ દ્વારા તેઓને નોનવેજ બિરયાની આપવામાં આવી હતી. ગ્રાહકે ઘરે મગાવેલી બિરયાની બે ચમચી ખાધાની સાથે જ તેમને ખબર પડી હતી કે, આ બિરયાની નોનવેજ ( nonveg biryani ) છે અને તેઓને ઉલટી થવા લાગી હતી અને તબિયત ખરાબ થઈ ગઈ હતી. આ મામલે AMC ફૂડ વિભાગમાં ફરિયાદ કરતા ટીમ દ્વારા તપાસ કરી અને રેસ્ટોરન્ટને બંધ કરવાની નોટિસ ( notice ) આપવામાં આવી હતી.

food : અમદાવાદ શહેર ( ahemdavad city ) ના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી ધી બિરયાની લાઈફ ( the biryani life ) નામની રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકે ઓનલાઈન ફૂડ ( online food ) એપ મારફતે વેજિટેરિયન બિરયાની ( veg biryani ) મગાવી હતી

મળતી માહિતી મુજબ મેહુલ કુમાર નામના યુવક દ્વારા ઓનલાઈન ફૂડ એપ સ્વિગી મારફત સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી ધી બિરયાની લાઇફ નામની રેસ્ટોરન્ટમાંથી જ વેજિટેરિયન બિરયાની મંગાવી હતી. ઓનલાઇન એપ મારફતે મગાવેલી બિરયાની આવી હતી. ત્યાર બાદ તેને ખોલીને બે ચમચી જેટલું તેઓએ ખાધું ત્યારે તેઓને સ્વાદ અલગ લાગ્યો હતો અને તેઓને ખબર પડી હતી કે, આ વેજિટેરિયન નહીં પરંતુ નોન વેજિટેરિયન બિરયાની છે. બિરયાનીની બે ચમચી ખાધાની સાથે તેઓને ઊલટી થવા લાગી હતી અને તબિયત પણ ખરાબ થઈ ગઈ હતી.

તેમણે આમ અમને જણાવ્યું હતું કે પોતે બ્રાહ્મણ છે. આજદિન સુધી અમારા ઘરમાં કોઈએ નોનવેજ ખાધું નથી અને આ ઘટના બનતાં તેમની લાગણી દુભાઈ છે. મને ખૂબ જ ખરાબ લાગ્યું છે અને હું ડિપ્રેશ થઈ ગયો છું કે આવી ઘટનાઓ અવારનવાર બન્યા કરે છે અને કોઈ નિરાકરણ થતું નથી. આ મામલે ત્યાંના રેસ્ટોરન્ટના મેનેજર અને માલિકને પણ જાણ કરી છે તેમજ ફૂડ વિભાગની અંદર પણ ફરિયાદ કરી છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા આ મામલે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી.

જ્યાં જમવાનું બનતું હતું ત્યાં વેજિટેરિયલ અને નોન વેજિટેરિયન બંને એક જ જગ્યાએ બનતું હતું તેવું ધ્યાને આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ દ્વારા ફરિયાદ મળતાંની સાથે તાત્કાલિક તપાસ કરવામાં આવી હતી અને જ્યાં આ જમવાનું બનતું હતું તે એકમને સીલ કરવાની કાર્યવાહી ફૂડ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી છે.

47 Post