flood : વડોદરામાં ( vadodara ) પૂરની ( flood ) પરિસ્થિતિ ફરી ન સર્જાય એ માટે રાજ્ય સરકાર ( state goverment ) એક્શન મોડમાં આવી છે. ગાંધીનગર ( gandhinagar ) થી મળતી વિગત મુજબ, વડોદરામાં પૂરની સ્થિતિ માટે થયેલાં દબાણોને તોડી પાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ( bhupendra patel ) (દાદા)નું બુલડોઝર ફરી વળશે. બીજી તરફ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ પણ સ્વીકાર કર્યો છે કે, પૂરની પરિસ્થિતિ પાછળ વરસાદી કાંસોની સાફ-સફાઈ અને વરસાદી કાંસોની આસપાસ થયેલા દબાણોના કારણે આવી પરિસ્થિતિ ઉદભવી છે.
https://www.facebook.com/DNSWebch/

https://dailynewsstock.in/2024/09/04/world-killer-nurse-murder-serialkiller-court-hospital/
ડો. શીતલ મિસ્ત્રીએ પૂર ( flood ) ની પરિસ્થિતિમાં લોકોને મદદ ન કરી શક્યાનો સ્વીકાર કર્યો છે. હવે આગામી સમયમાં ફરી એકવાર આ સ્થિતિ ન સર્જાઇ તે માટેનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. પરંતુ તેઓએ દબાણો દૂર કરવા માટે રાજકીય સર્વાનુમતી જરૂરી હોવાનું જણાવ્યું છે, તો બીજી તરફ તળાવ પર બનેલી બિલ્ડિંગોને ફરી તોડી અને તળાવ ખોદવામાં આવશે કે પછી આની આ જ પરિસ્થિતિ રહેશે તે સૌથી મોટો સવાલ છે.
flood : વડોદરામાં ( vadodara ) પૂરની ( flood ) પરિસ્થિતિ ફરી ન સર્જાય એ માટે રાજ્ય સરકાર ( state goverment ) એક્શન મોડમાં આવી છે.
કેટલાંક તળાવો પુરાયાં છે
આ અંગે ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આવનાર સમયમાં શું કરવાથી પૂરની પરિસ્થિતિને ટાળી શકાય. જેમાં ખાસ કરીને વિશ્વામિત્રી નદીનું ડાયવર્ઝન સાથે ખાસ કરીને ત્રણ તળાવો વડદલા, હરીપુરા અને ધનોરા તળાવ પર વ્યવસ્થા કરવામાં આવે જેથી આજવા અને પ્રતાપપુરામાં પાણીનો કંટ્રોલ થાય છે. વડોદરા શહેરના જે નેચરલ વોટર વે છે તેની ઉપર દબાણ થયેલા છે. કેટલાક વોટરબેઝ આપણે ખોલી શકીએ. કેટલાંક તળાવો પૂરાયા છે, કેટલાંક તળાવો ખોદી શકાય કે કેમ?
રાજકીય આગેવાનોની સર્વાનુમતેથી પ્લાનિંગ કરીશું
વધુમા કહ્યું કે, વરસાદી કાંસો અને આપણી જે નેચરલ કાંસો છે, ભૂખિ કાંસ, મશિયા કાંસ, હાઈવે સમાંતર કાંસ, વાસણા કાંસ, બિલ અટલાદરા કાંસ અને રાજીવ નગરથી કાસમ આલા કબ્રસ્તાન સુધીની કાંસ આ બધી જ કાંસો પર દબાણો થયા હોય તો તેનો સર્વે કરી રાજકીય આગેવાનોની સર્વાનુમતેથી આગલા દિવસોમાં પ્લાનિંગ કરી તે દિશામાં કાર્ય કરીશું.
પૂરની પરિસ્થિતિમાં સાધનોની અછત વર્તાઈ
વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે પૂરની પરિસ્થિતિમાં ખાસ કરીને સાધનો જેમાં જેસીબી, ટ્રેક્ટર, રોબોટ અને ડમ્પર આ બધા સાધનોની અછત વર્તાતા તમામ સેવાભાવી સંસ્થાઓ અમદાવાદ અને સુરત સાથે કેટલા પણ કોન્ટ્રાક્ટર હતા તેઓની પાસેથી જેસીબી અને ડમ્પરની વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલમાં હાઇવેની આસપાસ આવેલ કાંસ છે ત્યાં રસ્તા માટે બોટલ નેક કરી રસ્તો બનાવેલો છે, તે ખોલવાની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે.
દબાણો દૂર કરવા માટે નિર્ણય કરીશું
વધુમા જણાવ્યું કે, આવનાર સમયમાં સર્વે કર્યા બાદ રાજકીય સર્વાનુમતે દબાણો દૂર કરવામાં આવશે. પૂર પાછળ અગાઉ જે અધિકારીઓ છે તેઓએ મંજૂરી આપી હોય અને તેઓ રિટાયર થઈ ગયા હોય દબાણો આજકાલના નહીં 25 વર્ષથી થયેલ હોવાથી તે બાબતે અમે દૂર કરવા માટે નિર્ણય કરીશું.