elon musk : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ( donald trump ) અને અબજોપતિ ઇલોન મસ્ક ( elon musk ) વચ્ચે ચાલી રહેલો ઝઘડો હવે વ્હાઇટ હાઉસ ( white house ) સુધી પહોંચી ગયો છે. વ્હાઇટ હાઉસ તેના ગેરેજમાં પાર્ક કરેલી ટેસ્લા કાર ( tesla car ) ને દૂર કરવાનું વિચારી રહ્યું છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ અખબારને આ માહિતી આપી છે. આ એ જ ટેસ્લા કાર છે, જે ટ્રમ્પે અગાઉ 11 માર્ચે મસ્કને ટેકો આપવા માટે ખરીદી હતી.
elon musk : એ સમયે આ નિર્ણય એક રીતે એવું દર્શાવવા માટે લેવામાં આવ્યો હતો કે રાષ્ટ્રપતિ મસ્ક અને તેની કંપની ટેસ્લાની પાછળ મજબૂતી સાથે ઊભા છે, ખાસ કરીને એ સમયગાળામાં, જ્યારે ટેસ્લાનો બહિષ્કાર થઈ રહ્યો હતો. કાર ખરીદ્યા પછી ટ્રમ્પે ટેસ્લાને દુનિયાની ( world ) સૌથી શ્રેષ્ઠ ઓટોમોબાઈલ ( automobile ) કંપનીઓમાંથી ( company ) એક કહી હતી. આ દરમિયાન તેમણે મસ્કનાં ખૂબ જ વખાણ કર્યાં હતાં, જોકે હવે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.
https://youtube.com/shorts/XEVKk_XFwO4?feature=share

https://dailynewsstock.in/health-exercise-yoga-help-good-food-health/
elon musk : મસ્ક નવી પાર્ટી બનાવી શકે છે, પોલમાં 80 ટકા લોકોનું સમર્થનમસ્કે 5 જૂને સોશિયલ મીડિયા X પર એક પોલ શેર કર્યો. આ પોલમાં મસ્કે અમેરિકામાં નવા રાજકીય પક્ષની રચના અંગે અભિપ્રાય માગ્યો હતો. આના પર 80.4% લોકોએ ‘હા’માં જવાબ આપ્યો હતો. પોલ સમાપ્ત થયા પછી મસ્કે ફરીથી પોસ્ટ કર્યું અને લખ્યું – ‘ધ અમેરિકન પાર્ટી’. મસ્કના આ સંકેત પછી એવું માનવામાં આવે છે કે તે પોતાની પાર્ટીનું નામ ધ અમેરિકન પાર્ટી રાખી શકે છે, જોકે મસ્કે હજુ સુધી આ અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરી નથી.
elon musk : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ( donald trump ) અને અબજોપતિ ઇલોન મસ્ક ( elon musk ) વચ્ચે ચાલી રહેલો ઝઘડો હવે વ્હાઇટ હાઉસ ( white house ) સુધી પહોંચી ગયો છે. વ્હાઇટ હાઉસ તેના ગેરેજમાં પાર્ક કરેલી ટેસ્લા કાર ( tesla car ) ને દૂર કરવાનું વિચારી રહ્યું છે.
elon musk : પોલ વિશે વાત કરતાં મસ્કે લખ્યું, “જનતાએ જણાવી દીધું છે. અમેરિકાને હવે એવી પાર્ટીની જરૂર છે, જે વચ્ચેના 80% લોકોનું પ્રતિનિધિત્વ કરે અને 80% લોકો એ જ ઇચ્છે છે. આ જ તો ભાગ્ય છે.” આના જવાબમાં એક યુઝરે એક તસવીર પોસ્ટ કરી, જેના પર અમેરિકા પાર્ટી લખેલું હતું. આના પર ટ્રમ્પે કહ્યું, “અમેરિકા પાર્ટી નામ ખૂબ સરસ લાગે છે. એ પાર્ટી જે ખરેખર અમેરિકાનું પ્રતિનિધિત્વ કરે છે! આ પછી તેમણે બીજી પોસ્ટ કરી, જેમાં ફક્ત લખ્યું હતું – “ધ અમેરિકા પાર્ટી.”
elon musk : ઇલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના સંબંધો એક સમયે ખૂબ જ ગાઢ હતા. જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિ હતા ત્યારે મસ્ક તેમની કેબિનેટ બેઠકોમાં હાજરી આપતા હતા અને ટ્રમ્પના દરેક ઉદ્ઘાટન સમારોહમાં પણ તેમની પાછળ ઊભા રહેતા જોવા મળ્યા હતા. તેઓ DOGE વિભાગના વડા પણ બન્યા હતા. મસ્કે ટ્રમ્પ માટે વ્યાપકપણે પ્રચાર કર્યો હતો, પરંતુ હવે આ મિત્રતા યુદ્ધમાં ફેરવાઈ ગઈ છે. મસ્કે તો એમ પણ કહ્યું છે કે જો તેમણે ટ્રમ્પને ટેકો ન આપ્યો હોત તો તેઓ ચૂંટણી હારી ગયા હોત. ડોનાલ્ડ ટ્રમ્પે મસ્કની સબસિડી અને સરકારી કરારો બંધ કરવાની ધમકી આપી છે.
elon musk : ટ્રમ્પે વળતો પ્રહાર કરતા ટ્રુથ સોશિયલ પર મસ્કને દેશદ્રોહી ગણાવ્યા અને ચેતવણી આપી કે તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે બજેટમાં અબજો ડોલર બચાવવાનો સૌથી સરળ રસ્તો ઇલોન મસ્કની સરકારી સબસિડી અને કરારોને રોકવાનો છે.
elon musk : મસ્ક દ્વારા સૂચવવામાં આવેલી અમેરિકા પાર્ટી હજુ પણ માત્ર એક વિચાર છે, પરંતુ એને અમેરિકન રાજકારણમાં એક નવા યુગની શરૂઆતના સંકેત તરીકે જોવામાં આવી રહી છે, ખાસ કરીને જ્યારે મસ્કની સોશિયલ મીડિયા પહોંચ અને પ્રભાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે.
elon musk : 30 મેના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક સાથે જોવા મળ્યા હતા. બંને એકબીજાનો આભાર માનતા જોવામાં આવ્યા હતા. આ દરમિયાન એક ક્ષણ માટે પણ એવું લાગ્યું નહીં કે બંનેને એકબીજા પ્રત્યે આટલી નફરત છે, કારણ કે છ દિવસમાં જ ટ્રમ્પ બિગ બ્યૂટિફુલ બિલ પર એટલા ગુસ્સે થઈ ગયા. આ પછી મસ્કે સોશિયલ મીડિયા પર હુમલાઓનો વરસાદ કર્યો અને દાવો કર્યો કે ટ્રમ્પ તેમના વિના ચૂંટણી જીતી શક્યા ન હોત. મસ્કે ટ્રમ્પ પર મહાભિયોગ અને તેમને હટાવવાનું પણ સમર્થન કર્યું અને અમેરિકામાં ત્રીજા પક્ષની જરૂરિયાત પર એક પોલ પણ કર્યો, જેમાં 80 ટકા લોકો મસ્ક સાથે સંમત થયા.

elon musk : એ જ સમયે એક રશિયન સાંસદે મસ્કને રાજકીય આશ્રય આપવાની વાત કરી છે. રશિયન સાંસદ દિમિત્રી નોવિકોવે કહ્યું હતું કે જો મસ્કને એની જરૂર હોય તો રશિયા તેમને આશ્રય આપી શકે છે. નોવિકોવે કહ્યું,અમે અમેરિકન વ્હિસલબ્લોઅર એડવર્ડ સ્નોડેનને પણ આશ્રય આપ્યો હતો, જોકે મને લાગે છે કે મસ્કની પોતાની રાજકીય ઓળખ અને શક્તિ છે, તેથી તેમને આશ્રયની જરૂર નહીં પડે, પરંતુ જો તેમને જરૂર પડશે તો રશિયા ચોક્કસપણે મદદ કરશે.
રશિયન પ્રવક્તાએ કહ્યું – આ અમેરિકાનો આંતરિક મામલો છે
elon musk : બીજી તરફ ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે આ વિવાદ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું, “આ અમેરિકાનો આંતરિક મામલો છે અને અમે એમાં દખલ કરીશું નહીં. અમને વિશ્વાસ છે કે યુએસ રાષ્ટ્રપતિ આ પરિસ્થિતિને પોતે સંભાળશે.”