drugs : હજુ 6 સપ્ટેમ્બરે અમદાવાદ ( ahemdabad ) ની વટવા GIDCમાંથી 200 કિલો ગાંજાનો જથ્થો પકડાયો હતો. આ બનાવને હજુ 6 દિવસ જ થયા છે ત્યાં ફરીથી એક વખત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ( crime branch ) સરખેજ નજીકથી અંદાજે એક કરોડથી વધુની કિંમતનું એક કિલો એમડી ડ્રગ્સ ( drug ) ઝડપી પાડ્યું છે. ડ્રગ્સ માફિયાઓએ આ વખતે ડ્રગ્સ છૂપાવવા માટે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે. કારના ટાયરમાં ડ્રગ્સ છૂપાવેલું હતું. પોલીસે ( police ) ટાયર ખોલી પહેલા ટ્યૂબ બહાર કાઢી હતી. બાદમાં અંદર ટાયર ફરતે હાથ ફેરવ્યો તો બે પેકેટમાં એક કરોડનું એક કિલો એમડી ડ્રગ્સ ( m d drug ) મળી આવ્યું હતું.
https://www.facebook.com/DNSWebch/

https://dailynewsstock.in/2024/09/12/crime-beggar-thiefe-arrest-atteck/
સામાન્ય રીતે એમડી ડ્રગ્સ ( drug ) નો ઉપયોગ યુવા લોકો મોટાભાગે કરી રહ્યા છે. ત્યારે આ વેપાર કઈ રીતે અને કોના દ્વારા ચલાવવામાં આવતો હતો તેને શોધવા માટે પણ પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના આ મોટા ઓપરેશનમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
drugs : હજુ 6 સપ્ટેમ્બરે અમદાવાદ ( ahemdabad ) ની વટવા GIDCમાંથી 200 કિલો ગાંજાનો જથ્થો પકડાયો હતો. આ બનાવને હજુ 6 દિવસ જ થયા છે ત્યાં ફરીથી એક વખત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગઈકાલે મોડીરાતથી સવાર સુધી સરખેજ વિસ્તારમાં કેટલાક લોકો મોટા જથ્થામાં એમડી ડ્રગ્સ સંતાડીને રાખ્યું હોવાની બાતમીના આધારે અલગ અલગ જગ્યાએ સર્ચ અને રેડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે તપાસ આગળ વધી ત્યારે બે શંકમદ લોકોની અટકાયત કરવામાં આવી હતી. જેમાંથી આ લોકો પાસે અંદાજે એક કિલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. સામાન્ય રીતે આ એમડી ડ્રગ્સ મોટા જથ્થામાં લાવીને નાના નાના પેડલરો મારફતે અલગ અલગ વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે. જેમાં યુવા અને હાઈ પ્રોફાઈલ લોકો પોતાની પાર્ટીમાં તેનો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળે છે. સામાન્ય રીતે આગામી સમયમાં નવરાત્રિ જેવા તહેવારો આવે છે અને આ સમયે એમડી ડ્રગ્સનો ઉપયોગ વધારે થતો હોય તેવી પણ શંકાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
હવે આના રૂટ અને કોણે ડિલિવરી મગાવી તે દિશામાં તપાસ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓ પાસેથી અંદાજે એક કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં એક કરોડ જેટલી કિંમત થાય છે. સામાન્ય રીતે આ એમડી ડ્રગ્સ અલગ અલગ રૂટથી અમદાવાદ આવતું હોય છે. જેની પાછળ પણ અનેક કડીઓ જોડાયેલી હોય છે. હવે આના રૂટ અને કોણે ડિલિવરી મગાવી હતી તે સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે.
6 સપ્ટેમ્બરે અમદાવાદની વટવા GIDCમાંથી 200 કિલો ગાંજાનો જથ્થો પકડાયો હતો. ઓડિશાથી આવેલા આ ગાંજામાં નવો ખુલાસો થયો હતો. ઓડિશાથી ટ્રકમાં ભરી 750 કિલો ગાંજો મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ એમ ચાર રાજ્યમાંથી ગુજરાત આવ્યો હતો. આ જથ્થામાંથી ભરૂચમાં માત્ર 10 મિનિટમાં જ 200-250 કિલો ગાંજાની ડિલિવરી કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય એક જગ્યાએ પણ 200-250 કિલો ગાંજાની ડિલિવરી કરવામાં આવી હતી. જ્યારે બચેલો 200 કિલો ગાંજો અમદાવાદની વટવા જીઆઈડીસીમાં પહોંચ્યો હતો. જે જથ્થા સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 7 આરોપીઓને દબોચ્યા હતા.