Dharma : ભારતભરમાં ભગવાન ભોલેનાથના ( god mahadev ) 12 મહા જ્યોતિર્લિંગ ( jyotiling ) છે જેના દર્શન માત્રથી લોકોના દુઃખ દૂર થાય છે અને તેમને મોક્ષની ( moksh ) પ્રાપ્તિ થાય છે. મહાદેવના 12 જ્યોતિર્લિંગની પોતાની એક અલગ વાર્તા અને માહાત્મ્ય છે. થોડા જ દિવસોમાં ભગવાન મહાદેવનો પવન મહિનો શ્રવણ ( sharavan ) આવે છે ત્યારે ચાલો આજે આપણે મહાદેવના એક એવા મંદિર ( temple ) વિષે ની વાત કરીએ જે મંદિર દિવસમાં એક વાર અદ્ર્શય થાય છે અને ફરી દેખાય છે. જ્યાં દરરોજ એક વાર દરિયો આવતો જાય અને તેની સાથે એક મંદિર અદૃશ્ય થતું અને પાછું દેખાય. શું ખરેખર આ વાત શક્ય છે ખરી ?

Dharma : એવું જ એક અદભુત મંદિર છે ગુજરાતના ભરુચ જિલ્લામાં આવેલું છે જેનું નામ સ્ટંભેશ્વર મહાદેવ મંદિર, જ્યાં શિવલિંગ દરરોજ બે વખત પાણીમાં ગરકાવ થાય છે અને પછી દેખાય છે!સ્ટંભેશ્વર મહાદેવનું પૌરાણિક મહત્ત્વ ઘણું ઊંડું છે. એવું કહેવાય છે કે દૈત્યો અને દેવતાઓના યુદ્ધ પછી જ્યારે તારકાસુર નામના દૈત્યનો નાશ શિવજી દ્વારા થયો, ત્યારે મહર્ષિ દધીચિએ તપશ્ચર્યા કરીને મહાદેવને અહીં વિરાજમાન કર્યા હતા.
https://youtube.com/shorts/HDw1EYJyBFs?feature=sha
https://dailynewsstock.in/gujarat-suicide-nudevideo-blackmail-police-boy/
Dharma : તેમણે એક સ્તંભરૂપે શિવલિંગની સ્થાપના કરી હતી . જેના આધારે આ મંદિરનું નામ પડ્યું હતું. આ મંદિર દરરોજ બે વખત સમુદ્રમાં ગરકાવ થઈ જાય છે અને પછી ફરી દેખાય છે.આ દ્રશ્ય ભક્તોને જીવનના સૌથી મોટા તત્વ — જન્મ અને મૃત્યુના ચક્ર નો અનુભવ કરાવે છે. જ્યારે મંદિર અદૃશ્ય થાય છે, તે “વિનાશ”, અને જ્યારે ફરી દેખાય છે, તે “સર્જન”નું પ્રતિક બની જાય છે.લોકો અહીં જન્મ અને મરણના કલ ચક્ર માંથી મુક્તિ મેળવવા માટે અહીં દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
Dharma : ભારતભરમાં ભગવાન ભોલેનાથના ( god mahadev ) 12 મહા જ્યોતિર્લિંગ ( jyotiling ) છે જેના દર્શન માત્રથી લોકોના દુઃખ દૂર થાય છે અને તેમને મોક્ષની ( moksh ) પ્રાપ્તિ થાય છે.
Dharma : અહીં દરરોજ દર્શન કરવાનો સમય ઓટ અને ભરતી પર આધારિત હોય છે. ભરતીના સમયે મંદિર પાણીમાં સંપૂર્ણ રીતે ડૂબી જાય છે.ભક્તો પણ અહીં દર્શન કરવા માટે આ સમય મુજબ જ આવે છે. વિજ્ઞાનના દૃષ્ટિકોણથી જોવાય તો આ મંદિર ટાઈડલ ઝોનમાં આવેલું છે. જ્યાં દરિયાની લહેરો સમયાનુકૂળ ઉંચી–નીચી થાય છે. પરંતુ શ્રદ્ધાળુઓ માટે આ એક દિવ્ય દર્શન છે. જ્યાં શિવજી પોતે નિયમિત “દેખાતાં અને છૂપાતા” હોય તેમ લાગે છે.ભક્તો માટે આ મંદિરના દર્શન એક અનેરો આનંદ છે. અને દર્શન કરીને દિવ્યતાની લાગણી અનુભવે છે.

Dharma : અહીં સ્તંભ સ્વરૂપે શિવ તમને ટેકો આપનાર તરીકે સૂચવે છે.પાણીમાં ગરકાવ થવું નો અર્થ થાય છે કે જીવનની ક્ષણિકતા અને જીવન–મૃત્યુનો ચક્ર.અહીં દરરોજ દર્શનનો સમય બદલાય છે જે તમને સંસારના વૈભવથી ઉપર ઉઠી આધ્યાત્મિક ચેતનાને પામવાનો માર્ગ સમજાવે છે.
Dharma : આ મંદિર ગુજરાતના ભરૂચના જંબુસરના કાવા ગમે આવેલું છે.વડોદરા થી 120 કિમી અને જંબુસર થી 40 કિમીના અંતરે આવેલું છે, શ્રાવણ માસ, મહાશિવરાત્રિ ઓટ દરમિયાન અહીં ભક્તોની લાખોની સંખ્યા થાય છે. લોક વાયકા છે કે જ્યારે મંદિર ડૂબે છે, ત્યારે દેવતાઓ ત્યાં દર્શન માટે આવે છે.ભક્તો મંદિરનાં પાણીથી અભિષેક કરીને પોતાના મનના સંકલ્પ પૂર્ણ કરે છે એવું માનવામાં આવે છે.ક્યારેય જોઈ ન હોય એવું દ્રશ્ય છે જ્યારે તમે ચમકતા સૂર્યપ્રકાશમાં સમુદ્રના પગથિયા વચ્ચે સ્તંભરૂપે ઊભેલો શિવલિંગ જોઈ શકો છો..અને પછી થોડી વારમાં સમુદ્રની લહેરો તેને ધીમે ધીમે પોતાનામાં સમાવી લે છે.