dharma : હિંદુ ધર્મમાં ( hindu dharma ) મહાશિવરાત્રીનું ( maha shivratri ) ખૂબ મહત્વ રહેલું છે. ત્યારે આ દિવસે ભક્તો ભગવાન ભોળાનાથને ( god shiva ) પ્રસન્ન કરવા માટે શિવલિંગની ( shivling ) પૂજા અને ઉપવાસ કરતા હોય છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે, ભગવાન શિવજી એ ખાસ પ્રતીકો પણ ધારણ કરેલા છે. જેનું શાસ્ત્રોમાં પણ ખૂબ જ ધાર્મિક મહત્વ રહેલું છે. તો ચાલો જાણીએ શિવજીના આ પ્રતીકો અને તેના મહત્વ વિશે.
https://dailynewsstock.in/ambani-realince-mukeshambani-anantambani-prewedding/

https://dailynewsstock.in/dharma-dharmik-tea-tulsi-plant-ayurvedik-leptop/
કથાકાર જણાવ્યું કે, દેવોનો દેવ જો કોઈ હોય તો તે મહાદેવ છે. સમગ્ર સૃષ્ટિમાં કોઈ માનવ કે, કોઈ દેવી-દેવતા ધારણ ન કરી શકે તેવી વસ્તુ ભગવાન ભોલેનાથ ધારણ કરે છે. જેમાં ભગવાન શિવજીએ પોતાના શરીર પર ચંદ્ર, રુદ્રાક્ષ, ત્રિશુલ, ડમરુ, વાઘમ્બર, ગંગાજી, ત્રિનેત્ર, સર્પ, ભસ્મ જેવા પ્રતીકો ધારણ કર્યા છે. જેનું શાસ્ત્રોમાં અને પુરાણોમાં અનોખું મહત્વ બતાવ્યું છે.
વાઘમ્બર: ભગવાન શિવ જે આસન પર બિરાજે છે તેને વાઘંબર કહે છે. વાઘને નીડરતા અને દ્રઢતાનું પ્રતીક કહેવાય છે. તથા સૃષ્ટિના માનવીને ભયમુક્ત રહેવાનું પણ સૂચવે છે.
રુદ્રાક્ષ: ભગવાન શિવજીએ પોતાના શરીર પર રુદ્રાક્ષની માળા ધારણ કરી છે. જેમાં રુદ્રાક્ષને શુદ્ધતા અને સાત્વિકતાના પ્રતીક તરીકે માનવામાં આવે છે. તેથી કહેવાય છે કે, જે વ્યક્તિનું મન શુદ્ધ અને સાત્વિક હોય તે જ રુદ્રાક્ષ ધારણ કરી શકે છે અને શિવને પ્રસન્ન કરી શકે છે.
ત્રિશુલ: દરેક અંતરાત્માની અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ જેવા શત્રુઓનો સંહાર કરવા માટે શિવજીએ ત્રિશુલ ધારણ કર્યું છે. ત્રિશુલને ત્રણ શક્તિનું પ્રતિક પણ ગણાય છે. જે જ્ઞાન, ઈચ્છા અને પૂર્ણતાનું સૂચક પણ ગણાય છે. એવું પણ કહેવાય છે કે ભગવાન શિવે ત્રિશૂલ વડે ત્રિપુરાસુર નામના રાક્ષસનો સંહાર કર્યો હતો.
ડમરુ: ડમરુ એક નાદ છે. જેને સૃષ્ટિનો આરંભ અને બ્રહ્માંડનું પ્રતીક પણ ગણાય છે. ભગવાન નટરાજે ડમરુની મદદ માટે ભગવાન ભોળાનાથે હર હંમેશ માટે તેમની સાથે ડમરુ રાખવા જોવા મળતા હતા. ભગવાન શિવે નૃત્ય કરતી વખતે 14 વખત ડમરુ વગાડ્યું. જેના લીધે સંસારમાં ધ્વનિ અને સંગીતમાં છંદ અને તાલ ઉત્પન્ન થયો હતો.
સર્પ: ભગવાન શિવે કાયમ માટે ગળામાં વિષધારી સર્પ ધારણ કરેલો જોવા મળે છે. જેને નાગરાજ વાસુકી પણ કહે છે. જેનો ઉપયોગ સમુદ્રમંથન વખતે દોરડા રૂપે કરવામાં આવ્યો હતો. એવું પણ કહેવાય છે કે આ સર્પની માળા અહંકારને કાબુમાં રાખવા માટે શિવજી તેમના કંઠ પર ધારણ કરતા હોવાથી ભગવાન શિવને નીલકંઠ પણ કહેવાય છે.