Dharma : ઓડિશાના જગન્નાથ પુરીમાં આગામી 11 જૂન, બુધવારે સ્નાન પૂર્ણિમાનું પાવન ( Dharma ) તહેવાર ઉજવવામાં આવશે. આ પર્વને ભગવાન જગન્નાથના ભક્તો ( Devotees ) માટે ખૂબ જ વિશેષ અને પવિત્ર માનવામાં આવે છે. વર્ષમાં ફક્ત એક જ વખત ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિઓને ભક્તોની સામે લાવીને સૌમ્ય રીતે વિધિ અનુસાર 108 સોનાના ઘડાથી ( Dharma ) પવિત્ર પાણીથી સ્નાન કરાવવામાં આવે છે. આ શ્રદ્ધાભક્તિથી ભરેલા પર્વનો ઉદ્દેશ માત્ર ધાર્મિક નથી, પણ આ સાથે અનેક પારંપરિક અને ધાર્મિક ( Religious ) માન્યતાઓ પણ જોડાયેલી છે.
ઐતિહાસિક અને ધાર્મિક પરંપરા
જગન્નાથ મંદિર વિશ્વમાં વિખ્યાત ચાર ધામોમાંના એક ધામ તરીકે ઓળખાય છે. અહીં ભગવાન જગન્નાથ ( Jagannath ) લાકડાની મૂર્તિમાં ભક્તોને દર્શન ( Dharma ) આપે છે. તેઓ સાથે તેમના ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રા અને સુદર્શનચક્રની મૂર્તિ પણ હોય છે. પૂજા પ્રક્રિયામાં વર્ષભરના દરેક દિવસ ભગવાન ગર્ભગૃહમાં રહે છે, પરંતુ સ્નાન પૂર્ણિમા એ એક માત્ર એવો દિવસ છે જ્યારે ભગવાનની મૂર્તિ મંદિરના મેદાનમાં ‘સ્નાનમંડપ’ પર લાવવામાં આવે છે.
શું થાય છે સ્નાન પૂર્ણિમાના દિવસે?
આ દિવસે ભગવાન જગન્નાથ અને તેમના પરિવારને મંદિરના વિશિષ્ટ પ્રાંગણમાં આવેલી સુવર્ણકુંડમાંથી લાવવામાં આવેલા પવિત્ર ( Holy ) પાણીથી સ્નાન કરાવવામાં આવે છે. આખા વિધિદર્મમાં વૈદિક ( Dharma ) મંત્રોચ્ચાર અને પૂજાપાઠ સાથે ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે. ભગવાન જગન્નાથને 35 ઘડા, બલભદ્રજીને 33 ઘડા, સુભદ્રાજીને 22 ઘડા અને સુદર્શનજીને 18 ઘડાથી સ્નાન કરાવવામાં આવે છે. આ પાણીમાં કસ્તુરી, ચંદન, કેસર અને ઔષધિઓ ઉમેરવામાં આવે છે જેથી ભગવાનને તાજગી અને આરોગ્ય પ્રાપ્ત થાય.
https://youtube.com/shorts/89dpcLYUzWk?si=x9S562fzJ4PkK9E5

https://dailynewsstock.in/2025/02/20/surat-school-ashvinikumar-road-students-fire-parents/
કેમ કહેવાય છે કે ભગવાન બીમાર પડી જાય છે?
સ્નાન પૂર્ણિમા પછી એવી માન્યતા છે કે ભગવાન જગન્નાથ ‘બીમાર’ પડી જાય છે અને 15 દિવસ સુધી તેઓ ભક્તોને દર્શન નથી આપતા. આ અવસ્થાને ‘અનસારા’ કહેવામાં આવે છે. ભગવાન આ સમયગાળા દરમિયાન “અનસારા પીઠા” ( Ansara Pitha ) ખાતે વિશ્રામ કરે છે. ભગવાનને આ સમયે ( Dharma ) આયુર્વેદિક જડીબુટ્ટીથી સારવાર પણ આપવામાં આવે છે. 15 દિવસ પછી ભગવાન એક નવી ઉર્જા અને યુવાનો જેવી છબિમાં ભક્તો સામે હાજર થાય છે, જેને ‘નવયૌવન દર્શન’ કહેવામાં આવે છે.
અલારનાથ દર્શનનો મહિમા
જ્યારે ભગવાન જગન્નાથ અનસારા અવસ્થામાં હોય છે, ત્યારે ભક્તો 27 કિમી દૂર આવેલા અલારનાથ મંદિરમાં દર્શન કરવા જાય છે. માન્યતા મુજબ, આ મંદિરના દર્શન ( Dharma ) ભગવાન જગન્નાથના દર્શન જેટલું જ પુણ્ય આપે છે. આ મંદિર પણ ભગવાનના ભક્ત અલારનાથને સમર્પિત છે, જેમણે ભગવાન જગન્નાથના અનુસંધાનમાં જીવન પસાર કર્યું હતું.

ભવ્ય કૂવો જેમાં સ્નાન માટેનું પવિત્ર પાણી રહેલું હોય છે
સ્નાન માટે જે પવિત્ર પાણી ઉપયોગમાં લેવાય છે, તે મંદિરના અંદર આવેલ એક ખાસ કૂવામાંથી ભરવામાં આવે છે. આ કૂવાંની નીચે પાંડ્ય રાજા ઇન્દ્રદ્યુમ્ને સોનાની ઇંટો ( Dharma ) મૂકેલી છે. આ કૂવો આશરે 4થી 5 ફૂટ પહોળો છે અને તેનું ઢાંકણ લગભગ 1.5 થી 2 ટન વજનનું છે. જ્યારે આ ઢાંકણ ખોલવામાં આવે છે ત્યારે તે તીર્થસ્થાનોના જળથી ભરેલ હોય છે. મંદિરના ( Temple ) પૂજારીઓ કહે છે કે કૂવામાં અદૃશ્ય રીતે તમામ તીર્થસ્થાનોનું પાણી આવે છે, અને તેથી આ જળ અત્યંત પવિત્ર ગણાય છે.
ભવિષ્યની જાહેરાત: 27મીએ રથયાત્રા
સ્નાન પૂર્ણિમા પછી ભગવાન જ્યારે 15 દિવસ પછી ફરી દર્શન આપે છે, ત્યારે રથયાત્રાનું ભવ્ય આયોજન થાય છે. આ વર્ષે રથયાત્રા 27 જૂનના રોજ યોજાવાની છે. આ દિવસે ( Dharma ) ભગવાન પોતાના ભાઈ બહેન સાથે ગુંડીચા મંદિરમાં માતાના ઘેર જતા દર્શાવવામાં આવે છે. ભક્તો લાખોની સંખ્યામાં હાજરી આપી ભગવાનના ભવ્ય ( Magnificent ) રથને ખેંચવા માટે ઉમટી પડે છે.
શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ
ભગવાન જગન્નાથની મૂર્તિઓ લાકડાની બનેલી હોય છે અને તેના પર પવિત્ર રંગોથી શણગાર કરવામાં આવ્યો હોય છે. દરરોજ પાણીથી સ્નાન કરાવવાથી આ મૂર્તિઓને ( Dharma ) નુકસાન થવાની શક્યતા હોય છે. તેથી પૂજારીઓ દરરોજ સીધો સ્નાન કરાવવાને બદલે અરીસામાં ભગવાનના પ્રતિબિંબ પર પાણી રેડે છે. આ વિધિ તેને પ્રતિકાત્મક સ્નાન તરીકે માનવામાં આવે છે.
સ્નાન પૂર્ણિમા માત્ર એક ધાર્મિક વિધિ નથી, પણ તે ભગવાન જગન્નાથની ભક્તિ, પરંપરા અને ભવ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે. દર વર્ષે લાખો ભક્તો આ દિવસે પુરી પહોંચી ભક્તિ ( Dharma ) અને શ્રદ્ધાથી ભગવાનના આ પવિત્ર રૂપના દર્શન માટે ઉમટી પડે છે. 11 જૂનના દિવસે ફરી એકવાર ભગવાન જગન્નાથ ભક્તોના દિલમાં પવિત્રતા અને આશિર્વાદનો સાથ લઈને ઉતરી પડશે, અને 27મી જૂનના દિવસે ભવ્ય રથયાત્રામાં તેઓએ વિરાજમાન થઈ પોતાના ભક્તો માટે અનન્ય ઉદાહરણ સ્થાપિત કરશે.