cricket final : આજે વર્લ્ડ કપ ( world cup ) 2023ની ફાઈનલનો ( final ) મહામુકાબલો છે. ભારત ( india ) અને ઓસ્ટ્રેલિયા ( austrelia) વચ્ચે ટક્કર થશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ( narendra modi stadium ) બપોરે 2 વાગ્યે મેચ ( match ) શરૂ થશે. જેના માટે સવારે 10 વાગ્યાથી પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવાનું શરૂ કરાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રોમાંચક જંગ જામશે. વિશ્વની અનેક મહાન હસ્તીઓ મેચની સાક્ષાત નિહાળશે. ત્યારે ગુજરાત ફરી એકવાર ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આજનો દિવસ ગુજરાત ( gujarat ) ના ઈતિહાસ ( history ) માં સુવર્ણ અક્ષરે લખાશે. અમદાવાદ ઐતિહાસિક મહામુકાબલાનું સાક્ષી બનશે.
https://dailynewsstock.in/us-visa-america-indians-data-canada/

વિશ્વ કપ પર કબજો કરવા દેશભરમાં પૂજા-પાઠનો દૌર શરૂ કરાયો છે. દેશભરના ધાર્મિક સ્થળો પર ક્રિકેટ પ્રેમીઓ પ્રાર્થના અને દૂઆ કરી રહ્યાં છે. વર્લ્ડ કપની ફાઈનલ જોવા ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી રિચાર્ડ માર્લ્સ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ( amit shah ) , મુકેશ અંબાણી ( mukesh ambani ) , ગૌતમ અદાણી ( gautam adani ) અને અમિતાભ બચ્ચન ( amitabh bacchan ) સહિતની હસ્તીઓ અમદાવાદ આવશે. તો વર્લ્ડ કપની ઐતિહાસિક ક્ષણોના સાક્ષી બનવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( narendra modi ) આજે સાંજે 5 વાગ્યે આવશે. મેચ નિહાળ્યા બાદ તેઓ રાત્રે ગાંધીનગરમાં રોકાશે.
કોણ કોણ મહેમાન બનશે
વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા માટે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ઓસ્ટ્રેલિયાનાં ડેપ્યુટી વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયન ડેલિગેશન, સુપ્રિમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટનાં જસ્ટિસ અને ફોર્મર જસ્ટિસ, સિંગાપોર, યુએસના એમ્બેસેડર સહિત અનેક મહાન હસ્તીઓ હાજર રહેશે.
રોહિત શર્મા પ્રથમ વખત ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે. રોહિતના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પહોંચી છે અને સતત 10 મેચ જીતી છે. રવિવારે 19 નવેમ્બરે ટીમ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ફાઈનલ પહેલા રોહિતે તેના સાથી ખેલાડીઓને ચેતવણી આપી હતી કે અમે છેલ્લી મેચમાં જે કર્યું તેનાથી ફાઈનલમાં કોઈ ફરક પડશે નહીં. આવી સ્થિતિમાં જો એક પણ ભૂલ થઈ જાય તો આખી મહેનત વ્યર્થ જશે. કેપ્ટનની વાતથી સ્પષ્ટ છે કે તે નથી ઈચ્છતો કે ખેલાડીઓ ઓવર કોન્ફિડન્સનો શિકાર બને. ટીમ ઈન્ડિયાએ છેલ્લે 2011માં વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. એટલે કે તે 12 વર્ષથી ખિતાબની રાહ જોઈ રહ્યું છે.
ફાઈનલ મેચ પહેલા મીડિયા સાથે વાત કરતા રોહિત શર્માએ કહ્યું, તમારે દરેક મેચમાં સારું રમવું પડશે. તમે છેલ્લી મેચ વિશે વિચારીને આગળ વધી શકતા નથી. છેલ્લી 10 મેચોમાં અમે શું કર્યું તેનાથી કોઈ ફરક પડતો નથી. એક ભૂલ તમારી બધી મહેનત બગાડી શકે છે. તેણે કહ્યું કે અમારે આ મેચ શાંત અને સંયમિત રીતે રમવી પડશે. વિરોધી ટીમની નબળાઈ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઈચ્છશે. 20 વર્ષ પહેલા જે બન્યું તેનો હવે કોઈ અર્થ નથી. નોંધનીય છે કે, 20 વર્ષ પહેલા 2003માં ઓસ્ટ્રેલિયાએ ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય ટીમને હરાવી હતી.