corona : દેશમાં કોરોના વાયરસનો ( corona virus ) નવો વેરિઅન્ટ ( variant ) ઝડપથી ફેલાઈ રહ્યો છે. 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક્ટિવ કેસ ( active case ) ની સંખ્યા 7121 પર પહોંચી ગઈ છે. એક અઠવાડિયાથી દરરોજ સરેરાશ 400 નવા કેસ ( case ) નોંધાઈ રહ્યા છે. કેરળમાં સૌથી વધુ 2223 કેસ છે.આરોગ્ય વિભાગના ( health department ) જણાવ્યા અનુસાર, છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાને કારણે 30 લોકોના મોત થયા છે. નવા વેરિઅન્ટને કારણે અત્યાર સુધીમાં 74 લોકોના મોત થયા છે. મંગળવારે 6 લોકોએ જીવ ગુમાવ્યા. કેરળ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ 19-19 લોકોના મોત થયા છે.
corona : ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બુધવારે જણાવ્યું હતું કે શરદી, ખાંસી અને ગળામાં દુખાવો હોય તેવા લોકોએ ક્વોરન્ટીનમાં રહેવું જોઈએ. જાહેર સ્થળોએ જવાનું ટાળવું જોઈએ. રાજ્યમાં વધતા કેસ વચ્ચે રાજ્ય સરકાર ( central goverment ) કેન્દ્રના સંપર્કમાં છે.દેશમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ( narendra modi ) મળતા તમામ મંત્રીઓ માટે RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. સરકારી સૂત્રોના હવાલાથી મીડિયા અહેવાલોમાં આ માહિતી સામે આવી છે.
https://youtube.com/shorts/4jcw_vagr8I?si=jtIfimmyywDKj55M

https://dailynewsstock.in/plane-crash-takeoff-traveler-ahmedabad-fligh/
corona : ઉત્તર પ્રદેશ: નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે બુધવારે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાને નિયંત્રિત કરવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઓક્સિજન પ્લાન્ટ અને હોસ્પિટલો માટે તમામ જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે.
પશ્ચિમ બંગાળ: મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે રાજ્યના તમામ મુખ્ય વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મમતાએ કહ્યું – રાજ્યની સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા છે, તેથી લોકોએ ગભરાવાની જરૂર નથી.
corona : દેશમાં કોરોના વાયરસનો ( corona virus ) નવો વેરિઅન્ટ ( variant ) ઝડપથી ફેલાઈ રહ્યો છે. 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક્ટિવ કેસ ( active case ) ની સંખ્યા 7121 પર પહોંચી ગઈ છે. એક અઠવાડિયાથી દરરોજ સરેરાશ 400 નવા કેસ ( case ) નોંધાઈ રહ્યા છે.
ગુજરાત: રાજ્ય સરકારે કહ્યું – અમે કોવિડ સામે લડવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. હોસ્પિટલોમાં બેડ, વેન્ટિલેટર અને ICU બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અમે સતર્ક છીએ, અમે કોઈપણ પરિસ્થિતિને નિયંત્રિત કરી શકીએ છીએ. આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે હાલનો વેરિઅન્ટ ઓમિક્રોન વાયરસ કોવિડ પરિવારનો છે, પરંતુ તે એટલો ગંભીર નથી.
કેરળ: આરોગ્ય વિભાગે હોસ્પિટલોને કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર કરતી વખતે જૂન 2023 માં જારી કરાયેલ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાની સૂચના આપી છે. હોસ્પિટલોમાં દરેક વ્યક્તિ માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. ઉપરાંત, શરદી, ઉધરસ અને તાવ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.
corona : કર્ણાટક: ગુલબર્ગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસે 25 બેડનો કોવિડ વોર્ડ બનાવ્યો છે. આમાંથી પાંચ બેડ ICU (વેન્ટિલેટર સહિત), હાઇ ડિપેન્ડન્સી યુનિટ અને પાંચ સગર્ભા સ્ત્રીઓ માટે છે. બાકીના 10 સામાન્ય બેડ છે.
ઉત્તરાખંડ: રાજ્ય સરકારે બુધવારે ગાઈડ જાહેર કરી અને જિલ્લા વહીવટીતંત્રને હોસ્પિટલોમાં ઓક્સિજન અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા જણાવ્યું. આ ઉપરાંત, ઈન્ફલ્યુએન્ઝા, ગંભીર શ્વસન ચેપ અને કોવિડ કેસ જેવા રોગોની જાણ કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.
હિમાચલ પ્રદેશ: રાજ્યમાં કોવિડનો પહેલો કેસ નોંધાયા પછી, 4 જૂને હોસ્પિટલમાં દરેક માટે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. 3 જૂને સિરમૌર જિલ્લાના નાહનમાં પહેલો કેસ મળી આવ્યો હતો.
કેરળ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ 19-19 લોકોના મોત થયા છે.
corona : ભારતનાં અનેક રાજ્યોમાં નવા કોવિડ-19 કેસોમાં વધારો થવા વચ્ચે દેશમાં ચાર નવા પ્રકારો મળ્યા છે. ICMRના ડિરેક્ટર ડૉ. રાજીવ બહલે જણાવ્યું હતું કે દક્ષિણ અને પશ્ચિમ ભારતમાંથી ક્રમબદ્ધ કરાયેલા વેરિયન્ટ LF.7, XFG, JN.1 અને NB.1.8.1 શ્રેણીના છે.
corona : અન્ય સ્થળોએથી સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે અને સિક્વન્સિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી નવા વેરિયન્ટ શોધી શકાય. આ કેસ બહુ ગંભીર નથી અને લોકોએ ચિંતા ન કરવી જોઈએ, ફક્ત સાવધાન રહેવું જોઈએ, જોકે WHOએ આને ચિંતાજનક ગણ્યું નથી, પરંતુ એને દેખરેખ હેઠળના વેરિયન્ટ તરીકે વર્ગીકૃત કર્યા છે. ચીન સહિત અન્ય એશિયન દેશોમાં કોવિડના વધતા જતા કેસોમાં આ જ વેરિયન્ટ જોવા મળી રહ્યો છે, જોકે A435S, V445H, અને T478I જેવા NB.1.8.1 ના સ્પાઇક પ્રોટીન મ્યુટેશન અન્ય વેરિયન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોવિડ સામે વિકસિત રોગપ્રતિકારક શક્તિ પણ એના પર અસર કરતી નથી.

કોવિડનો JN.1 વેરિયન્ટ ભારતમાં સૌથી સામાન્ય છે. પરીક્ષણ દરમિયાન અડધાથી વધુ સેમ્પલમાં આ વેરિયન્ટ જોવા મળે છે. આ પછી BA.2 (26 ટકા) અને ઓમિક્રોન સબલાઇનેજ (20 ટકા) વેરિયન્ટના કેસ પણ જોવા મળે છે.
JN.1એ ઓમિક્રોનના BA2.86નો એક સ્ટ્રેન છે. એ પહેલીવાર ઓગસ્ટ 2023માં જોવા મળ્યો હતો. ડિસેમ્બર 2023માં WHOએ એને ‘વેરિયન્ટ એફ ઇન્ટરેસ્ટ’ જાહેર કર્યો. એમાં લગભગ 30 મ્યુટેશન્સ છે, જે રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે.
corona : અમેરિકાની જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર, JN.1 અન્ય વેરિયન્ટ કરતાં વધુ સરળતાથી ફેલાય છે, પરંતુ એ બહુ ગંભીર નથી. એ વિશ્વના ઘણા ભાગોમાં સૌથી સામાન્ય વેરિયન્ટ છે.
JN.1 વેરિયન્ટનાં લક્ષણો થોડા દિવસોથી અઠવાડિયાં સુધી રહી શકે છે. જો તમારાં લક્ષણો લાંબા સમય સુધી રહે છે, તો તમને લાંબા સમય સુધી કોવિડ હોઈ શકે છે. આ એક એવી સ્થિતિ છે, જેમાં કોવિડ-19નાં કેટલાંક લક્ષણો સ્વસ્થ થયા પછી પણ બની રહે છે.