bollywood : બૉલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદાની ( Govinda ) પત્ની સુનિતા આહૂજાએ ફરી એકવાર તેમના સ્પષ્ટ અને નિડર અભિગમ માટે સમાચારોમાં સ્થાન મેળવ્યું છે. તાજેતરમાં તેમણે ખુલાસો કર્યો કે તેમને લોકપ્રિય રિયાલિટી શૉ બિગ બોસ માટે આમંત્રણ મળ્યું હતું, પરંતુ તેમણે સ્પષ્ટ રીતે આ ઑફરને ઠુકરાવી દીધી હતી. ( bollywood )તેમણે એમ પણ ઉમેર્યું કે, “હું ગોવિંદાની પત્ની છું, મારી પાસે પૈસાની કોઈ કમી નથી અને હું એવા શૉમાં ભાગ લઉં એવું શક્ય નથી જ્યાં મારું ગૌરવ જોખમમાં આવે.”
બિગ બોસની ઓફર અને સુનિતાનો સાફ ઇનકાર
સુનિતા આહૂજાએ એક મીડિયામાં ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો કે તેઓને રિયાલિટી શૉ “બિગ બોસ” ( Bigg Boss )માટે આમંત્રણ મળ્યું હતું. આ શૉ હંમેશાં વિવાદ, રસપ્રદ ટાસ્ક અને ભાગ લેનાર સેલિબ્રિટીઓની અસલ ઝલક માટે જાણીતું છે. જ્યારે તેને પુછવામાં આવ્યું કે તેઓ શૉનો ભાગ કેમ નહીં બની, ત્યારે સુનિતાએ જે જવાબ આપ્યો એ ખૂબ ચર્ચામાં છે.
https://dailynewsstock.in/air-india-flights-landing-technical-takeoff-air/

bollywood : તેમણે કહ્યું, “મને આ શૉ માટે બોલાવાયું હતું, પણ હું તો સીધી વાત કરું કે ત્યાં જઈને બાથરૂમ સાફ કરવું પડે, લોકો સાથે બિનજરૂરી ઝઘડા થવા પડે અને આપનું વ્યક્તિત્વ ખોટી રીતે લોકો સામે આવે – એ બધું મને માન્ય નથી. હું એવા શૉ માટે નહિ જઈ શકું. મને પૈસાની તંગી નથી કે હું બિગ બોસ જેવા શૉમાં જાઉં.”
તેમણે ઉમેર્યું કે, “મારા માટે માન-મર્યાદા મહત્વપૂર્ણ છે. મારે મારા જીવનસાથી અને પરિવારનું ગૌરવ જાળવવું છે. એવી જગ્યા પર જવાનું મને પસંદ નથી જ્યાં હું મારા સ્તરથી નીચે જીવું.”
bollywood : બૉલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદાની પત્ની સુનિતા આહૂજાએ ફરી એકવાર તેમના સ્પષ્ટ અને નિડર અભિગમ માટે સમાચારોમાં સ્થાન મેળવ્યું છે.
bollywood : સુનિતા આહૂજાએ ખાસ જોર આપીને કહ્યું કે તેઓ “સ્ટ્રગલર” નથી. “હું ગોવિંદાની પત્ની છું. જીવનમાં મેં જે પણ મેળવ્યું છે તે માટે મને કંઈક ગુમાવવાની કે પાડવાની જરૂર પડી નથી,” તેમ તેમણે કહ્યું. તેમણે એમ પણ ઉમેર્યું કે “જો કોઈ મને ટોક શૉ કે ડાન્સ રિયાલિટી શૉમાં જજ અથવા હોસ્ટ તરીકે બોલાવે તો હું જરૂર વિચાર કરી શકું, કારણ કે એ સ્થાને મને માન મળશે અને મારું વ્યક્તિત્વ સાચું રહે છે.”
તેમણે શોમાં જોડાવા અંગે કોઈ પણ જાતનો નિર્ણય વ્યક્તિગત મર્યાદા અને ઘરના સંસ્કારના આધારે લેવો જોઈએ એ બાબત પર પણ ભાર મૂક્યો.
સુનિતા આહૂજાએ વધુમાં એક વધુ ખુલાસો કરતાં કહ્યું કે “ગોવિંદા સાથે લગ્ન કરતા પહેલા મને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક્ટિંગ ઓફર મળી હતી. પણ મેં એ તમામ ઑફરો નકારી હતી. કારણ કે એ સમયે મારી મમ્મીનું સૂચન હતું કે હું ગોવિંદા સાથે લગ્ન કરીને એક કુટુંબ સ્થાપન કરું, જે મને વધુ યોગ્ય લાગ્યું.”
તેમણે એમ પણ જણાવ્યું કે “મારે કોઈ સ્ટાર બનવાનું સપનું નહતું. મારા માટે પરિવાર મહત્વપૂર્ણ હતો અને છે.”
bollywood : ગયા કેટલાક મહિનાઓથી ગોવિંદા અને સુનિતાના સંબંધો વિશે મિડિયામાં અનેક અફવાઓ ફેલાઈ રહી હતી કે બંને છૂટાછેડા લેવાના છે. આ અંગે પણ સુનિતાએ ખૂબ સ્પષ્ટતા કરી હતી કે “એવા અહેવાલો ખોટા છે. હું અને ગોવિંદા એકસાથે ખુશ છીએ અને છૂટાછેડા લેવાની કોઈ વાત ચાલી રહી નથી.”
તેમણે મિડિયાની કલ્પનાને ખોટી ગણાવી અને વધુ કહ્યું કે “લોકો મનોરંજન માટે ખોટી વાતો ફેલાવે છે. હકીકતમાં તો અમે એકબીજા માટે સમર્પિત છીએ.”
સુનિતા આહૂજાનું નિવેદન અને બિગ બોસ જેવી મોટો પ્લેટફોર્મ ઠુકરાવવાનો નિર્ણય એ સાબિત કરે છે કે તેઓ સ્ત્રી શક્તિ અને આત્મવિશ્વાસના જીવંત ઉદાહરણ છે. તેઓએ પુષ્ટિ આપી છે કે એક સ્ત્રી પોતાની શરતો પર જીવવાની ચમતા ધરાવે છે, અને તે માત્ર પોતાની ઓળખ માટે ક્યારેય ચિંતિત નથી હોય.
https://youtube.com/shorts/XRRQipvh-pU

તેમના શબ્દોમાં “હું કોઈ શૉ માટે પોતાની જાત છિન્નભિન્ન નહીં કરું. હું એવું નથી કરતી કે લોકો પાસે જઈને રોલ માગું. જો મારા નસીબમાં હશે તો લોકો મને આપમેળે શોધી કાઢશે.”
bollywood : સુનિતા આહૂજાએ એકવાર ફરી સાબિત કર્યું છે કે સફળતા ફક્ત ફિલ્મો કે શૉથી ન આવે, પણ વ્યક્તિના આત્મમુલ્ય અને મજબૂત વિચારશક્તિથી પણ ઓળખ બનાવી શકાય છે. બિગ બોસ જેવી મોટી ઑફર હોવા છતાં પોતાની મર્યાદા અને મૂલ્યોને ઉપર રાખીને નિર્ણય લેવી એ દરેક માટે પ્રેરણાદાયક છે.
સુનિતાની નિડરતાથી લાગે છે કે દરેક સ્ત્રીને પોતાના જીવનના નિર્ણય પોતાની શરતો પર લેવાની હિમ્મત હોવી જોઈએ – પછી ભલે સામે કેટલાય તડકા છાંયાં કેમ ન હોય.
વધુ વાંચો dailynewsstock.in