Blast : અમદાવાદમાં ભયંકર ઘટના,બાળકને બચાવવા દોડ્યો ફાયરકર્મીBlast : અમદાવાદમાં ભયંકર ઘટના,બાળકને બચાવવા દોડ્યો ફાયરકર્મી

blast : અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે ભયંકર આગનો ( blast ) બનાવ બન્યો. સોસાયટીમાં આવેલ ACના ગોડાઉનમાં આગ લાગવાને કારણે ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી, આ ઘટનામાં 2 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. સમગ્ર ઘટનાની જાણ થતા ધારાસભ્ય અમિત ઠાકર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જો કે ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ છવાયેલો છે.

https://dailynewsstock.in/2025/04/07/hydrabad-jungle-campus-supreme-court/

blast

blast : પ્રાપ્ત જાણકારી અનુસાર, જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલ જ્ઞાનદા સોસાયટીમાં 24 નંબરના વનસ્થલી નામના બંગલામાં 6 એપ્રિલે એટલે કે ગત રોજ સાંજના સમયે ભીષણ આગની ઘટના બની હતી. આ આગ એટલી ભયંકર હતી કે ACના નાના બાટલા ફૂટીને દૂર-દૂર સુધી ફેલાયા હતા. આ આગની દુર્ઘટનામાં એક સગર્ભા અને તેના 2 વર્ષના પુત્રનું કરુણ મોત થયું છે.

blast : અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે ભયંકર આગનો ( blast ) બનાવ બન્યો. સોસાયટીમાં આવેલ ACના ગોડાઉનમાં આગ લાગવાને કારણે ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી

blast : ડિવિઝનલ ફાયર ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ જણાવ્યું કે, ઘરમાં ઉપરના માળે બાળક અને તેની સર્ગભા માતા છે, જેથી તે તાત્કાલિક ઉપર દોડી ગયા અને જીવના જોખમે ઘરમાં જઇ તુરંત જ એક બાળકનો જીવ બચાવવા માટે તેને તેડી નીચે લાવી હોસ્પિટલ પહોંચાડવા માટે રોડ પર દોડ્યા.

blast : જો કે, બાળકનો જીવ બચી શક્યો નહિ. એસી રિપેરિંગ માટે જે નાના ગેસના બાટલા રાખવામાં આવ્યા હતા તે ફૂટી રહ્યા હતા. જો કે ઘટનાની જાણ થતા તરત જ ફાયર ફાઇટરો દોડી આવ્યા હતા અને આગને બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. માસૂમ બાળકને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યુ હતુ પરંતુ રોડ પર લોકોની ભીડ અને ટ્રાફિક હોવાના કારણે 108 એમ્બ્યુલન્સ અંદર આવી શકી નહિ અને તેના કારણે ફાયર ઓફિસર દોડી 108 એમ્બ્યુલન્સ સુધી દોડી ગયા પરંતુ બાળકનું મોત થયુ.

પાંડેસરા વિસ્તારમાં ચાઈનીઝ દોરીનું કારખાનું ઝડપાયું.

blast : આગની ઘટનાને પગલે ઘર આખું આગની ઝપેટમાં આવી ગયું હતું અને જીવના જોખમે ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઉપરના માળે પહોંચ્યા. જો કે સર્ચ ચાલુ કર્યું ત્યારે પહેલા બેડરુમમાં તો કંઈ જ ના દેખાયું પણ બાજુના રૂમમાં માતા અને બાળક પડ્યાં હતાં. જો કે ઘણા પ્રયાસો છત્તાં આગની ગંભીર ઘટનામાં બંનેનાં મૃત્યુ થઈ ગયાં.

blast : ડિવિઝનલ ફાયર ઓફિસર પંકજ રાવલે વાતચીતમાં જણાવ્યું હતું કે, જીવરાજ પાર્ક વિસ્તારમાં સોસાયટીમાં આગ લાગવાની ઘટનાનો મેસેજ મળતાની સાથે જ ફાયર સ્ટેશનથી ગાડીઓ રવાના થઈ અને ફાયરકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા. એસી રિપેરિંગ માટે જે નાના ગેસના બાટલા રાખવામાં આવ્યા હતા તે ફૂટી રહ્યા હતા. આગને બુઝાવવાની શરૂઆત કરવામાં આવી હતી. પાણીનો મારો ચલાવી અને આગળના ભાગે તરત જ આગની જ્વાળાઓ બુઝાવી દેવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ કહ્યું હતું કે, ઉપરના માળે પરિવારના સભ્યોમાં નાનું બાળક અને તેની માતા હાજર છે.

blast : જેથી, તરત જ તેઓ પોતાના સ્ટાફ સાથે આગ ચાલુ હોવા છતાં પણ ઉપરના માળે દોડી ગયા હતા અને જ્યારે જોયું ત્યારે એક બાળક બેડરૂમમાં હતું. જેથી, તેઓએ તરત જ બાળકને પોતાના હાથમાં ઉપાડી લીધું હતું. તેનો જીવ બચાવવા માટે તરત જ તેને તેડીને નીચે લઈને આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સમાં તેને લઈ જવાનું હતું પરંતુ, રોડ ઉપર લોકોની ભીડ અને ટ્રાફિક થયો હોવાના કારણે 108 એમ્બ્યુલન્સ અંદર આવી શકી નહોતી, જેના કારણે તેને પંકજ રાવલ દોડીને 108 એમ્બ્યુલન્સ સુધી દોડીને તેઓ લઈ ગયા હતા અને સૌપ્રથમ તેનો જીવ બચે તેના માટેના પ્રયત્ન કર્યા હતા અને તેને હોસ્પિટલ રવાના કર્યો હતો.

https://youtube.com/shorts/6p31i5qzI9k

blast

blast : જે ઘર આખું આગની ઝપેટમાં આવી ગયું હતું તેમાં જીવના જોખમે ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઉપરના માળે પહોંચી જ્યારે સર્ચ ચાલુ કર્યું ત્યારે પહેલા બેડરુમમાં તો કંઈ જ દેખાયું નહોતું પરંતુ, બાજુના રૂમમાં માતા અને બાળક પડ્યાં હતાં. આ રૂમમાં તરત જ બાળકને લઈને પંકજ રાવલ દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડના અન્ય સ્ટાફ દ્વારા નીચેથી એક ચાદર મંગાવી હતી. તેનાથી તેઓને નીચે ઉતારીને ફાયર બ્રિગેડની ગાડીમાં જ તાત્કાલિક હોસ્પિટલ રવાના કર્યાં હતાં. જોકે, આગની ગંભીર ઘટનામાં બંનેનાં મૃત્યુ થઈ ગયાં હતાં. ફાયર બ્રિગેડના સ્ટાફે આગ વચ્ચે બંનેના જીવને બચાવવા અથાગ પ્રયાસ કર્યો પણ તેઓના જીવ બચી શક્યા નહોતા.

જીવરાજ પાર્ક ખાતે આગની ઘટનામાં ફાયર બ્રિગેડના જવાનોને કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આગ લાગવાની ઘટનામાં મોટી સંખ્યામાં લોકોનાં ટોળેટોળાં સોસાયટીની બહાર ભેગાં થઈ ગયાં હતાં. ફાયર બ્રિગેડનાં વાહનો ત્યાં પહોંચી ગયાં હતાં. લોકોની ભીડ હોવાના કારણે કામગીરીમાં કેટલીક અડચણો આવી હતી. લોકો ત્યાં ઊભા રહી અને મોબાઇલમાં વીડિયો બનાવતા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ, પોલીસ આવા ભેગા થયેલા લોકોને ત્યાંથી દૂર કરી શકી નહોતી. જે રોડ રસ્તા પહેલાથી બંધ કરવાની જરૂરિયાત હતી.

128 Post