Bhajap : સાબરકાંઠા લોકસભા ( loksabha ) બેઠક ( seat ) ફરી ચર્ચામાં આવી છે. ભાજપે ( bhajap ) જાહેર કરેલા મહિલા ઉમેદવાર સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. ભાજપે પહેલા અહીંથી ભીખાજી ઠાકોર ( bhikhaji thakor ) ને ટિકિટ ( tickit ) આપી હતી, જેમણે પાછી પાની કરતા શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. ત્યારે હવે શોભનાબેન કાર્યકર્તા પણ ન હોવાથી વિરોધ કરાયો છે. તાલુકા પંચાયતના સભ્યએ પત્ર લખી વિરોધ કર્યો છે. હિંમતનગર તાલુકા પંચાયતના સભ્ય જિતેન્દ્રસિંહએ પત્ર લખી વિરોધ કર્યો છે. મૂળ કોંગ્રેસની નેતાના પત્નીને ટિકિટ આપતા ભાજપના કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી છે. જેને પગલે મેઘરજમાં બંધ રાખીને રેલી કાઢવામાં આવી છે. ભાજપના કાર્યકરોએ કહ્યું કે, કોંગ્રેસ ( congress ) નો ભરતીમેળો ભાજપને જ ભારે પડ્યો છે.
https://dailynewsstock.in/election-bhajap-uttarpradesh-varungandhi-congress-gandhifamily/

https://dailynewsstock.in/gujarat-election-vidhansabha-candidate-bhajap-congress/
મૂળ કોંગ્રેસની નેતાના પત્નીને ટિકિટ આપતા વિરોધ
ભાજપે સાબરકાંઠા બેઠક પર હવે મહિલા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. ક્ષત્રિય ઠાકોર ઉમેદવારને પસંદ કરીને નવા ચહેરાને તક આપી છે. સાબરકાંઠા બેઠક પરથી સતત બે ટર્મથી દિપસિંહ રાઠોડ સાંસદ રહી ચૂક્યા છે, હવે ભાજપે દિપસિંહ બાદ શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. શોભનાબેનના પતિ મહેન્દ્રસિંહ બારૈયા પણ પ્રાંતિજ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. જો કે, મહેન્દ્રસિંહ પહેલા કોંગ્રેસમાં હતા. મહત્વનું છે કે સાબરકાંઠા બેઠક પર ભાજપે પહેલા ભીખાજી ઠાકોરની જાહેરાત કરી હતી. જોકે બાદમાં ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા ( social media ) માં ચૂંટણી ( election ) લડવા અંગે અનિચ્છા દર્શાવી હતી. જેના પછી ભાજપે શોભનાબેન બારૈયાના નામની જાહેરાત કરી હતી. જેના પછી ભીખાજી ઠાકોરના સમર્થકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા ભીખાજી ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોર દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લામાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. તેવામાં ભીખાજી ઠાકોરે એકાએક ફેસબુક પર ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવતી પોસ્ટ મૂકતા સમર્થકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં તેમના હજારો સમર્થકો રસ્તા પર ઉતર્યા છે.
સમર્થકો રસ્તા પર ઉતર્યા
મેઘરજમાં હજારો લોકોએ એકત્ર થઈને દેખાવ કર્યા છે. ભીખાજીના સમર્થનમાં અને નવા ચહેરા શોભના બારૈયા વિરુદ્ધ બે હજારથી વધુ કાર્યકરો રાજીનામું આપી દેશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે. આ ઉપરાંત ધંધા રોજગાર બંધ રાખીને વેપારીઓએ પણ દુકાનો સજ્જડ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે. સમર્થકોએ ચિમકી પણ ઉચ્ચારી છે કે જો ભીખાજીનું નામ ફરીથી ઉમેદવારમાં નહીં આવે તો અમે મતદાન પણ નહીં કરીએ. તેમણે પક્ષને વર્ષો આપ્યા છે તો તેમનું જ નામ આવવું જોઇએ. નવા ચહેરાનો અમે વિરોધ કરીએ છીએ.