bhajap : સાળંગપુરમાં આયોજિત ગુજરાત ભાજપ ( gujarat bhajap ) ની કારોબારીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ( c r patil ) સંબોધન કર્યું. જેમાં તેમણે સૌથી મોટી વાત પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ પરિણામ આવવાની વાત કરી. સહકારી સંસ્થાની ચૂંટણી ( election ) માં મેન્ડેટનો અનાદર થયો હોવાનો પાટીલે કારોબારીમાં ઉલ્લેખ કર્યો. જેના વિશે પાટીલે દુઃખ વ્યક્ત કર્યું. પાટીલે કહ્યું કે, આ મેન્ડેટ ભંગ થયાનું દરેક કાર્યકર્તાને અને ખુદ મને દુઃખ છે.

https://www.facebook.com/DNSWebch/

https://dailynewsstock.in/stock-market-bank-nifty-hdfc-banknifty-sensex/

આ સાથે તેમણે સૌને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓમાં લાગવા કહ્યું. પાટીલે કહ્યું કે, સંભવિત રીતે દીવાળી બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે. પાટીલે કહ્યું કે, આપણે લોકસભા ચૂંટણી ( lok sabha election ) માં જે બૂથમાં માઈનસમાં ગયા ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કસર પુરી કરવાની છે. સાથે જ લોકસભા પરિણામો અંગે પાટીલે ટકોર કરતા કહ્યું કે, જે હોદ્દેદારોનું બુથ માઈનસ હોય તેમને કોઈ હોદ્દો ન આપવો જોઈએ.સાથે 2022માં જે ધારાસભ્યો જીત્યા તેમની સીટ 2024માં માઈનસમાં ગઈ, એ ધારાસભ્યએ પણ વિચારવું જોઈએ..સાથે જ સી. આર. પાટીલે કહ્યું કે, ( bhajap ) લોકસભા ચૂંટણીમાં કેટલાક કારણોથી આપણા માટે લીડના બદલે જીત મહત્વની બની ગઈ. જેથી કેટલીક સીટો આપણે ઓછા મતથી જીત્યા. સી.આર. પાટીલે ક્ષત્રિય સમાજનો આભાર પણ માન્યો.

લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ બે દિવસીય ભાજપની ( bhajap ) બૃહદ પ્રદેશ કારોબારીની બેઠકનો આજે બીજો દિવસ છે. મહત્વનું છે કે મંડળથી લઈને પ્રદેશ સુધીના નેતાઓને આ કારોબારી બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં પર સમગ્ર ગુજરાતની નજર છે. આ બેઠકમાં સંગઠન પર્વની ઉજવણીનો કાર્યક્રમ નકકી કરવામાં આવશે. આ સિવાય લોકસભાની ચુંટણીના પરિણામો અંગે મનોમંથન કરી ભાવી રણનીતિ તેમજ રાજકીય કાર્યક્રમો પણ ઘડી કાઢવામાં આવશે. કારોબારી બેઠકમા કેન્દ્રીય નેતૃત્વ પણ ઉપસ્થિત રહેશે.

કારોબારી બેઠકમાં વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવશે. કારોબારી બેઠકમા પ્રદેશના હોદ્દેદારથી મંડળના પ્રમુખ સુઘીના કાર્યકર્તાઓની હાજરી અપેક્ષિત છે. મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ પણ કારોબારી ભાગ લેવા પહોંચી ગયા છે. કુલ 1300થી વધુ સંખ્યામાં કાર્યકર્તાઓ કારોબારી બેઠકમાં હાજરી જોવા મળી.

8 Post