america : અમેરિકામાં ‘નેની કલ્ચર’ ( neni culture ) એટલે કે બાળકોની સંભાળ રાખવા માટે પ્રોફેશનલ ( profesional ) સેવાઓ લેવી એ સામાન્ય બાબત છે. આજના વ્યસ્ત જીવન ( busy life ) માં, જ્યારે માતા-પિતા ( parents ) બંને નોકરી ( job ) કરતા હોય છે, ત્યારે બાળકોની ( children ) સંભાળ રાખવી તેમના માટે એક મોટો પડકાર બની જાય છે. પરંતુ જે દાદીમાના ભરોસે લોકો પોતાના બાળકોને છોડીને જતા હોય છે તેના પર વિશ્વાસઘાત થાય તો?
https://dailynewsstock.in/2024/09/29/vastu-tips-plant-positive-negetive-shastra-trees/
આવી જ એક ચોંકાવનારી ઘટના અમેરિકાથી સામે આવી છે, જ્યાં એક આયા તેના કરોડપતિ બોસની ગુપ્ત ગતિવિધિઓનો શિકાર બની હતી. 25 વર્ષની કેલી એન્ડ્રેડ, જે કોલંબિયાની રહેવાસી છે. તે ન્યૂયોર્કમાં તેના બોસના ચાર બાળકોની સંભાળ રાખતી હતી. પરંતુ 2021માં તેને પોતાના બેડરૂમમાં કંઈક અજુગતું લાગ્યું, જે પછી જે સત્ય સામે આવ્યું તેણે બધાને ચોંકાવી દીધા.
america : અમેરિકામાં ‘નેની કલ્ચર’ ( neni culture ) એટલે કે બાળકોની સંભાળ રાખવા માટે પ્રોફેશનલ ( profesional ) સેવાઓ લેવી એ સામાન્ય બાબત છે.
કેલીને સમજાયું કે તેના બોસ, એન્થોની એસ્પોસિટો, ઘણીવાર ઉપકરણને ગોઠવતા હતા. તેને આ વાત પર શંકા ગઈ અને તેણે જાતે જ તેની તપાસ શરૂ કરી. આખરે, કેલીએ તેના બેડરૂમમાં એક છુપાયેલ કેમેરા શોધી કાઢ્યો. આ કેમેરામાં હાજર મેમરી કાર્ડમાં તેણીની ઘણી ખાનગી પળોનું રેકોર્ડિંગ હતું, જેમાં તેણી કપડાં બદલતી વખતે કે અન્ય અંતરંગ પળોને કેદ કરવામાં આવી હતી.
કેલીએ તરત જ કાનૂની કાર્યવાહીનો માર્ગ પસંદ કર્યો અને મામલો કોર્ટમાં પહોંચ્યો. તાજેતરમાં જ કોર્ટે એન્થોની એસ્પોસિટો વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. જેમાં તેને કેલીને 2.78 મિલિયન ડોલર (લગભગ 23 કરોડ રૂપિયા)નું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, આ ઘટનાએ માત્ર કેલીને જ નહીં પરંતુ સમાજને પણ આંચકો આપ્યો છે.
આ ઘટના બાદ અંગત સુરક્ષા અને ગોપનીયતા પર સવાલો ઉઠી રહ્યા છે. કેલીનો આ કિસ્સો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે, જ્યાં લોકો આવી હરકતોની સખત નિંદા કરી રહ્યા છે.
જ્યારે કોર્ટે તે કેસ પર પોતાનો ચુકાદો આપ્યો ત્યારે કેલીએ કહ્યું કે આ વળતર મારી સાથેની આ ખરાબ ક્ષણની ભરપાઈ કરી શકે નહીં. મારી સાથે બનેલી પરિસ્થિતિ માટે આ પૂરતું નથી.