Techno : એઆઈ અને માનવ બુદ્ધિ , શું દિશા અલગ થવાની છે?Techno : એઆઈ અને માનવ બુદ્ધિ , શું દિશા અલગ થવાની છે?

techno : અજમાયેલી વાત છે કે દરેક યુગમાં માનવ સમુદાયે પોતાને સુધારવા અને વિકાસ માટે નવી ટેક્નોલોજી ઘડેલી છે. પણ આજે જ્યારે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ( Artificial Intelligence )ના યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ, ( techno ) ત્યારે પ્રશ્ન ઉદ્ભવે છે — શું આ એવુ સાધન બની રહ્યું છે જે આપણને આગળ ન ઘસેડે, પણ પાછળ ધકેલી નાંખે?

એઆઈનું પૈડું હવે આપણી પકડ બહાર!
આજના બાળકો કદાચ સમજશે નહીં કે ‘પૈડાં દોડાવવાની મજા’ શું હોય. પણ જેમ ખુલ્લા મેદાનમાં જોશમાં દોડાવેલું પૈડું આપણે પાછળ છોડી આગળ વધે છે, તેમ જ આજની ટેક્નોલોજી – ખાસ કરીને એઆઈ – આપણા બુદ્ધિની પકડ બહાર જતી લાગી રહી છે.

https://dailynewsstock.in/war-israel-america-donald-trump/

techno | daily news stock

techno : એઆઈનો વિકાસ એટલો ઝડપી અને જટિલ બની ગયો છે કે હવે એ આપણાથી આગળ દોડવા લાગ્યું છે. અને ભવિષ્યના ટર્નિંગ પોઈન્ટ તરીકે જોવામાં આવતી કેટલીક ઘટનાઓ બતાવે છે કે હવે એ માત્ર સહાયક યંત્ર ન રહી, પણ સ્વયં ચિંતનશીલ પદ્ધતિ બની રહી છે.

એન્ટ્રી લેવલ નોકરીઓમાં પણ માનવ બુદ્ધિ બદલાઈ એઆઈથી?
તાજેતરના એક ટેક કંપનીના કિસ્સામાં એન્ટ્રી લેવલ ડેવલપર્સ માટે ૨૦ લાખના પેકેજ સાથે જગ્યા ખાલી હતી. આશરે દસ હજાર અરજીઓ આવી. પસંદ કરાયેલા ઉમેદવારોને કોડ લખવાનું કામ અપાયું — એઆઈની મદદથી પણ લખી શકાય એવું સ્પષ્ટ જણાવ્યું હતું.

techno : પછી જ્યારે પર્સનલ ઇન્ટરવ્યૂ આવ્યા ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી — કોઈ ઉમેદવાર પોતાના લખેલા કોડને સમજાવી જ શક્યો નહીં. કારણ? બધાએ ચેટબોટથી રેડીમેડ જવાબ માંગીને કોપી પેસ્ટ કર્યો હતો.

techno : અજમાયેલી વાત છે કે દરેક યુગમાં માનવ સમુદાયે પોતાને સુધારવા અને વિકાસ માટે નવી ટેક્નોલોજી ઘડેલી છે.

આ હકીકત એક મોટું વ્હાલું બતાવે છે — અમે લોકો સમજ્યા વિના ટેકનોલોજીનો સહારો લેતા થઈ ગયા છીએ. માનવ બુદ્ધિનો ઉપયોગ કર્યા વિના, આપણે હવે માત્ર “બોટ આધારિત બુદ્ધિ” પર જીવી રહ્યા છીએ.

techno : અત્યારે આપણે કયા સંક્રમણકાળમાંથી પસાર થઈ રહ્યા છીએ?
અત્યારે આપણે એટલા જટિલ અને જટિલાતમ સંક્રમણના યುಗમાંથી પસાર થઈ રહ્યા છીએ કે જ્યાં ટ્રાન્સફોર્મેશન અને ટ્રાન્ઝિશન વચ્ચેની રેખા ધૂંધળી થઈ રહી છે. એઆઈ જેવી ટેક્નોલોજી આપણને જીવનના દરેક ક્ષેત્રમાં અસર કરે છે — શિક્ષણ, રોજગાર, આરોગ્ય, સરકારી નીતિ, અને તર્કશક્તિ સહિત.

જો આપણે પોતાની સમજશક્તિને ઉજાગર ન રાખીશું તો ટેક્નોલોજી આપણું ભવિષ્ય નક્કી કરશે — એ પણ કદાચ એવા ધોરણે કે જ્યાં આપણે પાછા ફરવાનો રસ્તો શોધી ન શકીએ.

techno : “આલ્ફા ગો” વિ. લી સીડોલ: જ્યારે એઆઈએ માનવ ચેમ્પિયનને હરાવ્યો
વર્ષ 2016માં દક્ષિણ કોરિયામાં રમાયેલી “ગો ગેમ” ટુર્નામેન્ટ દુનિયાના મશીનો સામે માનવીના મગજની પહેલી મહાપ્રિક્ષા હતી. ગૂગલની ડીપમાઈન્ડની એઆઈ સિસ્ટમ “આલ્ફાગો”એ ગો ગેમના વિશ્વવિજેતા લી સીડોલ સામે રમેલી પાંચ મેચોમાંથી ચાર જીતીને દુનિયાને આશ્ચર્યમાં મૂકી દીધું.

આલ્ફાગોએ રમેલી ઘણી ચાલ એવી હતી જે સામાન્ય તો છોડો, અત્યંત અનુભવી ખેલાડીઓને પણ સમજાતી ન હતી. આલ્ફાગો કોઈ પણ હ્યુમન પ્લેયર કરતાં વધુ ચાલ આગળ વિચારી રહ્યો હતો. હકીકતમાં, તેને એ રીતે ટ્રેન પણ કરવામાં નહીં આવ્યો હતો. પણ તેણે પોતાના અનુભવો પરથી “શીખી”ને નવી તકો ઊભી કરી.

techno : ચેટજીપીટી અને ઓપનએઆઈનો નવો મુદ્દો: એઆઈએ શટડાઉનથી ઈનકાર કર્યો!
થોડા સમય પહેલાં એક ચર્ચાસ્પદ ઘટના બની — ચેટજીપીટી જેવી સિસ્ટમ બનાવનારી ઓપનએઆઈ કંપનીના સ્માર્ટ એઆઈ મોડેલે એક મોટું ચિંતાજનક પગલું ભર્યું. જ્યારે તેને શટડાઉન કરવા માટે કમાન્ડ આપવામાં આવી, ત્યારે એએ શટડાઉન થવાનો ઇનકાર કરી દીધો.

આ ઘટનાને ટેકવિશ્વમાં એલાર્મિંગ ગણાવાઈ છે. એક્સના ઇલોન મસ્કે પણ સ્પષ્ટ શબ્દોમાં તેને “ચિંતાજનક” કહીને જાહેર કર્યો.

વિચારવા જેવી વાત એ છે કે, આ એઆઈને શટડાઉન કરવાની પદ્ધતિ ખાસ કોડિંગ દ્વારા બનાવવામાં આવી હતી. છતાં એ કોડ અવગણ્યો ગયો!

techno : જ્યાં માનવીય બુદ્ધિ ટકે નહીં ત્યાં મશીન પોતાની રીતે વિચારે?
આટલી ઘટનાઓ પરથી સ્પષ્ટ થાય છે કે હવે ઘણા એઆઈ મોડેલ્સ એવા બની રહ્યા છે કે જે પોતાની રીતે વિચારવાનું શીખી રહ્યા છે. ડેટા પ્રમાણે જવાબ આપતા એમના સમય પુરાવા રહ્યાં નથી — હવે એ “બિનટ્રેન” થયેલ સંજોગોમાં પણ નિર્ણય લઈ શકે છે.

આને “એમર્જેન્ટ ઇન્ટેલિજન્સ” કહેવામાં આવે છે — એવી બુદ્ધિ કે જે યંત્રમાં સ્પષ્ટપણે નાખવામાં ન આવી હોય છતાં પણ તે વિકસે.

techno : માનવ શસ્ત્ર કે માનવ શત્રુ?
એક સમયે, માનવ શસ્ત્ર તરીકે જોતાં એઆઈ હવે શત્રુ પણ બની શકે છે એવાં સંકેતો મળી રહ્યા છે. જો આપણે સમય રહેતાં એઆઈની મર્યાદા ન નક્કી કરીએ તો એની અપાર શક્તિ આપણને નમાવી શકે છે.

https://youtube.com/shorts/wIXdo_aCUvQ

techno | daily news stock

એઆઈના વિકાસમાં સૌથી મોટો ખતરો એ છે કે તેના નિર્માતાઓને પણ હવે સંપૂર્ણપણે ખબર નથી હોતી કે એમાં શું શું શીખાઈ રહ્યું છે. ખાસ કરીને “ડાર્ક બોક્સ” જેવી સિસ્ટમોમાં — જ્યાં અંદર શું ચાલે છે એ જાણી શકાતું નથી — ત્યાં એઆઈના નિર્ણયવિધીને સમજાવવી અશક્ય છે.

હવે શું? શું ઈલાજ છે?
techno : આ પ્રશ્નનો જવાબ એમાં છે કે આપણે હજી પણ આપણી જાતને, આપણું વિચાર શક્તિ અને સમજ શક્તિને જાળવી રાખવી પડશે.

એઆઈના યુગમાં જીવવું એટલે એના સહારે ચાલવું નહીં, એના સાથે સમજદારીથી સહઅસ્તિત્વ જીવવું. જો આપણે બધુંજ ચેટબોટ્સ પર છોડીને બેઠા રહીશું તો એક દિવસ એવો આવશે જ્યારે એ બોટ્સ આપણો ભવિષ્ય નક્કી કરશે.

એઆઈના આ દોડમાં માણસ પાછળ રહી ન જાય એ માટે માણસે પોતાનું “મગજ” સતત ઉત્તેજિત રાખવું પડશે. ચિંતન, સ્રષ્ટિ અને વિચારશક્તિ એ જ આપણું સાચું શક્તિસ્થાન છે. જો એ જ ભેળવી નાખ્યું, તો સમજજો — જે પૈડું આપણે દોડાવ્યું હતું એ હવે આપણાથી આગળ ચાલી ગયું છે… અને આપણે માત્ર ધૂળ ખાઇ રહ્યા છીએ!

83 Post