plane crash : અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ( Flight ) નં.171 ક્રેશ થઈ ગઈ હતી. આ પ્લેનમાં 12 ક્રૂ-મેમ્બર સહિત 242 લોકો હતા, જેમાંથી વિશ્વાસ કુમાર સિવાય 241નાં મોત થયાં હતાં. ત્યાર બાદ ઘટનાસ્થળેથી હૈયું હચમચાવી નાખે એવા મૃતદેહ મળ્યા હતા. હવે કીમતી સામાન પણ મળી રહ્યો છે.
પ્લેન દુર્ઘટનાગ્રસ્ત ( crashed )થયું એ સમયે 700 ડિગ્રી ટેમ્પરેચર હતું. એમાં બેઠેલા વિશ્વાસ કુમાર સિવાય તમામ લોકો બળીને ખાક થઈ ગયા. આ બધાની સાથે કેટલીક એવી વસ્તુઓ મળી છે, જે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની હોવાની માનવામાં આવે છે. એમાં પાસપોર્ટ મોબાઈલ ફોન ( Mobile Phone ), કેટલાક અમૃતદેહ પર રહેલા દાગીના, કેટલાકના સામાનમાંથી કપડાં અને ભગવદ્ ગીતા મળી આવી છે.
https://dailynewsstock.in/2025/04/03/vastu-positive-negetive-energy-temple/

દુર્ઘટના સમયે એક ફોનની રિંગ વાગતી હતી, 80 તોલા સોનું મળ્યું: ભાજપ કાર્યકર
plane crash : આ અંગે ઘટનાસ્થળે પહોંચેલા ભાજપ કાર્યકર રાજેશ પટેલે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે અંધકારમય માહોલ હતો. કાટમાળમાંથી મળેલો એક મોબાઈલ પણ વાગતો હતો. લેપટોપ પણ છે. આ સિવાય 80 તોલા જ્વેલરી, 80 હજાર રોકડા, 4 બ્રિટિશ પાસપોર્ટ, બીજા ચાર-પાંચ પાસપોર્ટ મળેલાં છે. આ વસ્તુઓ સરકાર અધિકારીઓને જમા કરાવી દીધી છે. અમે ચારથી પાંચ થેલા જેટલો સામાન સોંપેલો છે.
plane crash : અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ નં.171 ક્રેશ થઈ ગઈ હતી.
ગૃહ રાજ્યમંત્રીની એક્સ પર પોસ્ટ-સામાન પરત કરવામાં આવી રહ્યો છે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ એક્સ પર પોસ્ટ કરી છે કે વીણાબેન અઘેડાની ડેડબોડીમાંથી 4-5 તોલા સોનું મળ્યું છે. જે કોઈ કીમતી સામાન છે એ તમામ પરત કરવામાં આવશે.
plane crash : પ્લેન ક્રેશની સાઇટ પરથી અત્યારસુધીમાં અડધા બળી ગયેલા પાસપોર્ટ, 15 લાખ કિંમતની ભારતીય તથા વિદેશી કરન્સી, 80 લાખના દાગીના, ઘડિયાળ મળી લાખોનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. જોકે આશ્ચર્ય પમાડે એવી બાબત એ છે કે જે આગમાં માણસોને બચવાનો સમય ન મળ્યો ત્યાં ઘણા પેસેન્જરના ડોક્યુમેન્ટ, કેટલાકનાં પર્સની સામગ્રી હેમખેમ મળ્યાં છે, એથી પણ વધુ ચોંકાવનારી બાબત એ છે કે જે હોસ્ટેલના ધાબે વિમાનની ટેઇલમાં ફસાયેલો હતો તેમાંથી એક એર હોસ્ટેસ અને બે બાળકના બળેલા મૃતદેહ મળ્યા હતા, પરંતુ ત્યાં રખાયેલી સામગ્રી બળી ન હતી.
એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘અંદરથી જે રીતે વસ્તુઓ મળી રહી છે એ આશ્ચર્યથી ઓછી નથી. માનવી આખા ભડથું થઈ ગયા એવી આગમાં કપડાં, દસ્તાવેજો, એર હોસ્ટેસનાં પર્સ અને તેમના મેકઅપ કિટને કોઈ નુકસાન થયું ન હતું.
https://youtube.com/shorts/wIXdo_aCUvQ

plane crash : તાજેતરમાં પોલીસ દ્વારા કેટલાક લોકોને તેમનાં સ્વજનોનો સામાન પરત કરવામાં આવ્યો છે, જેમાં સોનાના દાગીના પણ છે. આ તેમના સ્વજનની અંતિમ નિશાની માનીને સ્વજનનોની આંખમાંથી આંસુ અટકતાં નથી. આ સમગ્ર તપાસ બાબતે ઝોન-4 ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે ક્રેશ સાઈટ પરથી અલગ અલગ વસ્તુઓ મળી આવી છે, જેમને અલગ કરવામાં આવી રહી છે. હાલ કેટલાક દાગીના છે, પણ એની ગણતરી કરવાની બાકી છે.
plane crash : વધુમાં કાટમાળ વચ્ચે બાળગોપાલ એટલે કૃષ્ણ ભગવાનની મૂર્તિ સહી સલામત મળી આવી છે. આ ઘટનાને ભગવાનનો ચમત્કાર કહો કે પછી વિધિની વક્રતા! આ બાળગોપાલ મૂર્તિને અમદાવાદના પ્રેગ્નન્ટ જિનલબેન પટેલ પોતાના ખોળામાં રાખીને બેઠાં હતાં. જિનલબેન અને તેમના પતિ વૈભવનાં આ ઘટનામાં હચમચાવી દેતાં મોત થયાં હતાં. કપલ સીમંત વિધિ માટે જ લંડનથી અમદાવાદ આવ્યું હતું. સીમંત વખતે પણ બાળગોપાલને હાથમાં લઈને તેમણે વિધિ કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
plane crash : હજુ પણ સામાન મળી રહ્યો છે, એઆઇબીએ ક્રેશ સાઇટનો કબજો મેળવ્યો
ક્રેશ સાઇટનો હવાલો હવે એરોપ્લેન એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (એઆઇબી)એ સંભાળ્યો છે. આ સાઇટની તપાસ ચાલી રહી છે. સાઇટ પર હાજર કેટલાંક સૂત્રોનું કહેવું છે કે હજુ પણ સામાન મળી રહ્યો છે. આગામી દિવસોમાં પણ મળશે. જેમ જેમ મુસાફરોનો સામાન મળી રહ્યો છે એમ એમ મેઘાણીનગર પોલીસ સ્ટેશન જમા કરવામાં આવી રહ્યો છે.
