Plane Crash : લોકોના કાળજા કંપાવી દે અને આંખો ભીની કરી દેતી 10 પરિવારની કહાનીPlane Crash : લોકોના કાળજા કંપાવી દે અને આંખો ભીની કરી દેતી 10 પરિવારની કહાની

Plane Crash : અમદાવાદ શહેરના મેઘાણીનગર આઇજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ ( Plane Crash ) થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ ( Takeoff ) થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. તેમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત કુલ 230 મુસાફરો હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના 12 ક્રૂ મેમ્બર હતા. ફ્લાઇટમાં સવાર ક્રૂ મેમ્બર અને પ્રવાસીઓ ( Traveler ) મળીને 241ના મોત થયા છે. જ્યાં પ્લેન ક્રેશ ( Plane Crash ) થયું તે મેડિકલ હોસ્ટેલના 50 ઈન્ટર્ન ડોક્ટર સહિત સ્ટાફના મોત થયા છે.

1:સાત મહિનાના ગર્ભ સાથે મહિલા મુસાફરી કરી રહી હતી
ધોળકાના કેલિયા વાસણા ગામના જીનલ પટેલ અને વૈભવ પટેલ પ્લેનમાં ( Plane Crash ) મુસાફરી કરી રહ્યા હતા. જીનલ પટેલને સાત માસનો ગર્ભ હતો. 30 મેના રોજ તેઓ સીમંતની વિધિ માટે અમદાવાદ ( Ahmedabad ) આવ્યા હતા. સીમંત વિધિ પતાવી આ દંપતી લંડન જઈ રહ્યું હતું

2: ધાનેરાના દંપતીના ચાર મહિના પહેલાં જ લગ્ન થયા હતા
અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં ( Flight ) બનાસકાંઠાના બે લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેમાં ધાનેરાના થરાવ ગામના પતિ-પત્ની સવાર હોવાનું જણાવવામાં આવ્યું હતું. કમલેશભાઈ સવદાનભાઈ ચૌધરી ( Plane Crash ) અને ધાપુબેન કમલેશભાઈ ચૌધરી અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા. ચાર મહિના અગાઉ જ કમલેશ અને ધાપુબેનના લગ્ન થયા હતા.

https://youtube.com/shorts/4jcw_vagr8I?si=jtIfimmyywDKj55M

Plane Crash

https://dailynewsstock.in/2025/02/20/crime-cctv-footage-prayagraj-rajkot-video-cybercrime-harshsanghvi-vidhansabha-crime/

3:પરિવારે એકનો એક પુત્ર-પુત્રવધૂ ગુમાવ્યા, દીકરો-દીકરી નોધારા થયા
ગાંધીનગરના સેક્ટર-24 આદર્શનગરના પીળાપટ્ટામાં ગૌરવ બ્રહ્મભટ્ટ અને કલ્યાણી બ્રહ્મભટ્ટ રહેતા હતા. ગૌરવભાઈ પહેલા લંડનમાં નોકરી કરતા હતા. લંડનમાં જ તેમની મહારાષ્ટ્રના વતની ( Plane Crash ) કલ્યાણીબેન સાથે મુલાકાત થઈ અને લગ્ન થયા હતા. દંપતીને ( Couple ) બે સંતાનો છે. 16 વર્ષનો પુત્ર અને 12 વર્ષની પુત્રી જેઓ ગિફ્ટ સિટી ખાતેની સ્કૂલમાં અભ્યાસ કરે છે. બંને બાળકોનો જન્મ લંડનમાં થયો હતો. કલ્યાણીબેન ગિફ્ટ સિટીની કંપનીમાં નોકરી કરતા હતા. ગૌરવભાઈ દિલ્હીની ફાર્માસ્યુટિકલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત હતા. મુંબઈ બદલી ( Plane Crash ) બાદ તેઓ અમદાવાદ આવ્યા. તેમના પરિવારમાં માતા-પિતા અને ત્રણ બહેનો છે. તેઓ પરિવારના એકમાત્ર પુત્ર હતા.કલ્યાણીબેન અને ગૌરવભાઈ લંડન જઈ રહ્યા હતા ને મોત આંબી ગયું.

Plane Crash : અમદાવાદ શહેરના મેઘાણીનગર આઇજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે.

4: પિતાની અવસાન બાદ અંતિમવિધિ માટે દીકરો વતન આવ્યો હતો
અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ઊંઝા તાલુકાના ઐઠોર ગામના ( Plane Crash ) માતા-પુત્રનો મુસાફરોમાં સમાવેશ છે. લંડનમાં સ્થાયી થયેલા કેતનભાઈ ભગવાનભાઈ પટેલ (ઉંમર 40) પખવાડિયા અગાઉ તેમના પિતાના નિધન બાદ અંતિમવિધિ માટે ભારત આવ્યા હતા. કેતનભાઈ તેમની માતા સવિતાબેન પટેલ (ઉંમર 70) સાથે આજે લંડન પરત ફરી રહ્યા હતા. તેઓ અમદાવાદથી લંડન જવા ( Plane Crash ) માટે વિમાનમાં સવાર થયા હતા. આ દરમિયાન વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં બંને માતા-પુત્રનું મોતની આશંકા છે.

5: એક મહિના પહેલા જ વેવિશાળ, ફિયાન્સ-ફિયાન્સીએ સાથે અંતિમ શ્વાસ લીધા
ગઢડાના અડતાળા ગામનો ખેડૂત પરિવારનો યુવક હાર્દિક દેવરાજભાઈ અવૈયા (ઉ.27) છેલ્લા બે વર્ષથી લંડન એમેઝોનમા જોબ મળતા સ્થાયી બન્યો હતો. તેમજ લંડન ખાતે જ રહેતી ( Plane Crash ) વિભૂતિ નામની યુવતી સાથે સગાઈ નક્કી થતા એક મહિના પહેલા રજામાં સગાઈ માટે અને પરિવારને મળવા માટે સજોડે આવ્યા હતા. ત્યારબાદ લંડન પરત જવા માટે કમનસીબે એર ઈન્ડિયાની ફ્લાઈટમા ( Plane Crash ) રવાના થયા હતા.ત્યારે ભયાનક પ્લેન અકસ્માતના પગલે અડતાળા ગામ અને અવૈયા પરિવારમાં ચિંતા અને શોકનો માહોલ છવાઈ ગયો છે.

Plane Crash

6: દીકરીના બોલાવવા પર માતા-પિતા પહેલીવાર લંડન જતા હતા
અમદાવાદ પ્લેન ક્રેશમાં ખંભાતમાં રહેતા હેમંતભાઈ પંડ્યા અને તેમના ધર્મપત્ની નેહાબેન પંડ્યા પણ સામેલ છે. હેમંતભાઈની ઉંમર 52 વર્ષની છે. જ્યારે તેમના ધર્મ પત્ની નેહાબેનની ઉંમર 48 વર્ષ છે. હેમંતભાઈ પંડ્યા વ્યવસાય ગોરપદુ કરતા હતા. નેહાબેન ગૃહિણી હતા. હેમંતભાઈ પંડ્યાને એક દીકરી અને ( Plane Crash ) એક દીકરો છે. તેમની દીકરી નગરા ખાતે પટેલ સમાજમાં પરણી હતી અને હાલ લંડન છે અને એમનો છોકરાને તેમની દીકરીએ લંડન બોલાવી લીધો હતો.

7: માતા અઢી વર્ષની દીકરી સાથે લંડન જવા નીકળી હતી
વડોદરા શહેરના વાડી ખત્રીપોળની 23 વર્ષિય પરિણીતા સદિકાબાનુ મોહમ્મદમિયા શેઠવાલા 16 મેના રોજ પોતાની અઢી વર્ષની દીકરી ફાતિમાને લઈને દિયરના નિકાહમાં આવી હતી. પતિને કંપનીમાંથી રજા ન મળતા તે પોતાના ભાઈના લગ્નમાં આવી શક્યો ન હતો. દિયરના ઉત્સાહ સાથે નિકાહ મનાવ્યા ( Plane Crash ) બાદ આજે સવારે સદિકાબાનુ તેની અઢી વર્ષની દીકરી ફાતિમા સાથે લંડન જવા માટે નીકળી હતી. તેને મૂકવા માટે તેના સાસુ-સસરા અને ભાઈ અમદાવાદ એરપોર્ટ ખાતે ગયા હતા.

8: દીકરીને ઘરે મુકી નેન્સી પટેલ એકલી લંડન જતી હતી
છોટા ઉદેપુરના બોડેલીની દીકરી અને વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી પરાગરજ સોસાયટીમાં રહેતા નેન્સી ચૈત્રેશ પટેલ ઉંમર વર્ષ 31 કે જેઓ પંદર દિવસ પહેલા જ લંડનથી વડોદરા આવ્યા હતા. તેઓના પતિ લંડનમાં છે અને તેઓને અઢી વર્ષની દીકરીની બાબરી હોવાથી તેઓ પોતાની ( Plane Crash ) સાસરીમાં આવ્યા હતા. અઢી વર્ષની દીકરી યાંસી પટેલને ઘરે મૂકી તેઓ પરત લંડન જઈ રહ્યા હતા અને તે દરમિયાન આ ઘટના બની હતી. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી લંડનમાં રહેતા હતા અને તેઓના ઘરે વડોદરા આવ્યા હતા.

9:પત્નીના અંતિમ સંસ્કાર બાદની વિધિ માટે ભારત આવ્યા હતા
સુરતના અર્જૂન પટોળિયા વર્ષ 2009થી લંડનમાં સ્થાયી થયા હતા. તેઓ ત્યાં પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે રહેતા હતા. લંડનમાં તેઓ એક કી-ચેઇન કંપનીમાં નોકરી કરતા હતા. તેમનું જીવન સામાન્ય રીતે ચાલી રહ્યું હતું. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તેમના પત્ની ભારતી સર્વાઈકલ કેન્સરથી પીડાઈ ( Plane Crash ) રહ્યા હતા. 23 મેના રોજ ભારતીનું દુ:ખદ અવસાન થયું. તેમના અંતિમ સંસ્કાર લંડનમાં ત્રણ દિવસ પછી કરવામાં આવ્યા હતા. પરંતુ અર્જૂન પોતાની પત્નીની અંતિમ વિધિ બાદની વિધિઓ માટે ખાસ સુરત આવ્યા આવ્યા હતા.

10: માતા-પિતાને સરપ્રાઇઝ આપવા પુત્રી સાથે દીકરો-વહુ સુરત આવ્યા હતા
મળતી માહિતી પ્રમાણે સુરતના રામપુરા વિસ્તારમાં ( Plane Crash ) અબ્દુલ્લા નાનાબાવા પત્ની સાથે રહે છે. તેમનો દીકરો અકીલ અબ્દુલ્લા નાનાબાવા (ઉ.વ. 32), પત્ની હાના અકીલ નાનાબાવા (ઉ.વ. 31) અને સારા અકીલ નાનાબાવા દીકરી છે. જેઓ વર્ષોથી લંડનમાં રહે છે. અકીલ બિઝનેસ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા દિવસ અગાઉ બકરી ઈદ હતી, ત્યારે બદરી ઈદ મનાવવા માટે સુરતના રામપુરા ( Plane Crash ) વિસ્તારમાં રહેતા અને લંડનમાં વસવાટ માટે ગયેલા અકીલ તથા તેમના પત્ની હાનાબેન અને દીકરી સારા તેમના માતા-પિતાને સરપ્રાઇઝ આપવા આવ્યા હતા.

129 Post