Surat : સૌથી મોટા સાયબર ફ્રોડમાં 2050 કરોડનાં ટ્રાન્ઝેક્શન,164માંથી RBL બેંકનાં 119 એકાઉન્ટ

Surat : સુરતમાં વાહન ચેકિંગથી ( vehical cheking ) શરૂ થયેલી એક સામાન્ય ( Surat ) તપાસે ગુજરાતના અત્યારસુધીના સૌથી મોટા સાયબર ફ્રોડ ( cyber fraud ) રેકેટનો પર્દાફાશ કર્યો છે. ઉધના પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના આ નેક્સસનો ખુલાસો કર્યો છે, જેમાં 2050 કરોડથી વધુનાં ટ્રાન્ઝેક્શન થયાં છે. આ રેકેટમાં કુલ 164 કરંટ બેંક ખાતાંનો ( bank account ) ઉપયોગ થયો હતો, જેમાંથી 119 ખાતાં માત્ર RBL બેંકનાં હોવાનું સામે આવ્યું છે. પોલીસે ( police ) અત્યારસુધીમાં ત્રણ લોકોની ધરપકડ ( arrest ) કરી છે, જ્યારે એક મહિલા ( Surat ) સહિત બે લોકો સામે લુકઆઉટ નોટિસ ( lookout notice ) પણ જાહેર કરી છે. આ કેસમાં હાલ તો સુરતથી મુંબઈ સુધી બેંક અધિકારીઓની પૂછપરછ શરૂ થઈ ગઈ છે.​

Surat :164 બેંક ખાતાંમાંથી સૌથી વધુ ખાતાં RBL બેંકનાં હોવાથી સુરતમાં આવેલી RBL બેંકની ત્રણેય શાખાના મેનેજરનાં નિવેદનો ઉધના પોલીસે લીધાં છે. આ ઉપરાંત RBL બેંકના ( Surat ) મુંબઈ હેડક્વાર્ટરથી પણ પાંચ જેટલા અધિકારીઓને ઉધના પોલીસે બોલાવીને તેમનાં નિવેદનો નોંધ્યાં છે. ભવિષ્યમાં આ અધિકારીઓની ભૂમિકા અને આ ષડ્યંત્રમાં તેમની સંડોવણી છે કે નહીં એ અંગે તપાસ કરવામાં આવશે.

Surat :આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ 24 મેના રોજ થયો, જ્યારે ઉધના પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી. એ દરમિયાન પોલીસે રોહન નામની વ્યક્તિની અટકાયત કરી. તેની પાસેથી મોપેડમાંથી શંકાસ્પદ દસ્તાવેજો અને કાગળ પર લગાવવામાં આવતા સિક્કાઓ મળ્યા હતા. રોહનની પૂછપરછ કરતાં ( Surat ) તેણે જણાવ્યું હતું કે સરથાણામાં રહેતા મિત ખોખારે તેને આ દસ્તાવેજો પાંડેસરામાં રહેતી એક વ્યક્તિને આપવા કહ્યું હતું. રોહનની માહિતીના આધારે પોલીસે મિત ખોખારની અટકાયત કરી હતી. મિત ખોખારે કબૂલ્યું કે તે સારોલીના રાજ ટેક્સટાઈલ માર્કેટમાં ‘વસુંધરા ફર્મ’ ચલાવતા કિરાત વિનોદ જાદવાણી સાથે મળીને આ દસ્તાવેજોના માધ્યમથી બેંક ખાતાં ખોલાવીને ભાડે આપતો હતો. આ કબૂલાત બાદ પોલીસે મિત ખોખાર અને કિરાત જાદવાણી બંનેની ધરપકડ કરી હતી.

https://youtube.com/shorts/11m8KA-3p_U?feature=share

Surat

https://dailynewsstock.in/2025/02/20/gujarat-rajkot-stepfather-rape-mother-daughter-friend-pocso/

Surat : સુરતમાં વાહન ચેકિંગથી શરૂ થયેલી એક સામાન્ય તપાસે ગુજરાતના અત્યારસુધીના સૌથી મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે.

વાહન ચેકિંગથી શરૂ થયેલી તપાસ આંતરરાષ્ટ્રીય સાયબર રેકેટ સુધી પહોંચી
Surat :ઉધના પોલીસે આ સમગ્ર મામલે વિગતવાર તપાસ શરૂ કરી ત્યારે એક પછી એક ચોંકાવનારા ઘટસ્ફોટ થયા. એક સામાન્ય લાગતા વાહન ચેકિંગ કેસમાં તપાસ શરૂ થતાં ( Surat ) જ ગુજરાતના સૌથી મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ થયો, એના તાર ક્યુબા દેશ સાથે સીધા જોડાયેલા હોવાનું પણ ખૂલ્યું. પોલીસને આરોપીઓ પાસેથી કુલ 164 જેટલાં બેંક ખાતાંની વિગતો મળી, જેમાંથી 119 કરંટ બેંક ખાતાં RBL બેંકનાં હતાં. તમામ 164 બેંક ખાતાંમાં ટ્રાન્ઝેક્શન અંગેની વિગતો ઉધના પોલીસે મગાવી છે. અત્યારસુધીમાં આ ખાતાંમાંથી 2050 કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝેક્શન મળ્યાં છે અને આ આંકડો વધી પણ શકે છે.

કિરાત જાદવાણી ‘વસુંધરા ફેબ’માંથી કરંટ બેંક એકાઉન્ટ ખોલાવતો
Surat :‘વસુંધરા ફેબ’ નામની ઓફિસ શરૂ કરીને ( Surat ) કિરાત જાદવાણી પોતાની બહેન વૃંદા, મિત અને દિવ્યેશ સાથે મળીને ઓફિસની અંદર કરંટ બેંક ખાતાં ખોલાવતો હતો. તમામ બેંક ખાતાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલાં હોવાનું સામે આવ્યું છે. દરેક ખાતાદીઠ તેમને અલગ-અલગ મર્યાદાના આધારે 1 લાખથી લઈને 7 લાખ રૂપિયા સુધીનું કમિશન મળતું હતું.ધરપકડ કરાયેલા અને વોન્ટેડ આરોપીઓમાંથી અત્યારસુધીમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે આરોપી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છ

Surat

12 પાસ કિરાત ફ્લિપકાર્ટના ધંધામાં અઢી કરોડનું દેવું થતાં ઠગાઈ શરૂ કરી
Surat :કિરાતે બે વર્ષ પહેલાં ઓનલાઈન કાપડનો વ્યવસાય શરૂ કર્યો હતો, પરંતુ એમાં તેને લાભ ન મળતાં તેણે ક્રિપ્ટોકરન્સીના વ્યવસાયમાં પ્રવેશ કર્યો અને ( Surat ) ત્યાંથી આ ફ્રોડ ધંધાની શરૂઆત કરી. પોલીસનું કહેવું છે કે તેણે જૂનો કાપડનો માલ ઓફિસમાં રાખી દીધો હતો, જેથી બેંકના લોકોની શંકા દૂર કરી શકાય. બારમું પાસ કરી કોલેજના પહેલા વર્ષ સુધી અભ્યાસ કરી જાદવણીએ ઈ-કોમર્સ પ્લેટફોર્મ માટે ફ્લિપકાર્ટના 3 ગોડાઉન શરૂ કર્યા હતા. એના કારણે તે દેવામાં ડૂબી ગયો હતો. કિરાત ફ્લિપકાર્ટના કામ કરતી વખતે પણ ક્રિપ્ટોકરન્સીમાં નાનું રોકાણ કરતો હતો.​

કિરાતે ટેલિગ્રામથી વિનીત પ્રસાદનો સંપર્ક કર્યો
Surat :ફ્લિપકાર્ટનો ધંધો છોડી કિરાતે ટેલિગ્રામથી વિનીત પ્રસાદનો સંપર્ક કર્યો અને તેને મળવા માટે સુરત બોલાવ્યો હતો. વિનીત ડુમસ રોડની વીકએન્ડમાં રોકાયો હતો, જ્યાં વિનીતે ( Surat ) કિરાતને કરંટ ખાતું લાવવા કહ્યું અને ખાતાદીઠ 7 લાખની રકમ આપવાની વાત કહી હતી, આથી કિરાતે 3 મહિના સુધી વિનીતને ખાતાં આપ્યાં હતાં.

કિરાતે ડાયરેકટ ક્યુબામાં બેઠેલા રિચ પેનો સંપર્ક કર્યો
Surat :બાદમાં વિનીત પાસે કિરાત દિલ્હી ગયો અને ત્યાં મિટિંગ કરી ક્યુબામાં જેને બેંક ખાતાં આપતાં તેની વિગતો મેળવી લીધી હતી. પછી કિરાતે ડાયરેકટ ક્યુબામાં બેઠેલા રિચ પેનો સંપર્ક કર્યો અને તે બેંક ખાતાં આપવાની વાત કરી હતી. ક્યુબામાં બેઠેલા શખસે કિરાતને એક ખાતાદીઠ 17 લાખની ( Surat ) રકમ આપવાની વાત કરી હતી. જેથી કિરાત 10 લાખની વધારે કમાણી કરતો થયો, સાથે તેણે કરોડોનાં ટ્રાન્ઝેકશનો પર 2 ટકા કમિશન લેવાનું શરૂ કર્યું હતું. કિરાત સીધો ક્યુબામાં બેઠેલા ‘રિચ પે’ નામની વ્યક્તિ સાથે સંપર્કમાં હતો. ખોલવામાં આવેલાં 164 બેંક ખાતાંની તમામ વિગતો અને પાસવર્ડ તે ‘રિચ પે’ને ટેલિગ્રામ પર આપતો હતો.

કિરાતે ઓફિસમાં પિતાને 30 હજારના પગારે રાખ્યા હતા
Surat :સૂત્રધાર કિરાત જાદવાણીએ બેનંબરી ધંધો કરવા માટે ઓફિસ રાખી હતી, જેમાં કર્મચારીઓ પણ રાખ્યા હતા. કિરાતે પોતાના પિતાને પણ આ વ્યવસાયમાં સાથે ( Surat ) રાખ્યા અને તેમને રૂ. 30,000 માસિક પગાર પર નોકરીએ રાખ્યા હતા.દિલ્હીમાં રહેતા વિનીત પ્રસાદનું થોડા મહિના પહેલાં બીમારીને કારણે મોત થયું હતું. બીજી તરફ કિરાતે વિનીતની પત્નીને પણ આ રૂપિયામાંથી 25 લાખની આર્થિક મદદ કરી હતી. કિરાત વિનીતને ગુરુ માનતો હતો

174 Post