corona : ગુજરાતમાં ( gujarat ) ધીમે ધીમે કોરોના વાયરસ ( corona virus ) ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હેલ્થ વિભાગે ( health department ) આપેલા આંકડા પ્રમાણે સોમવારે રાજ્યમાં કોરોનાના 235 નવા કેસ નોંધાયા. જેથી એક્ટિવ કેસો ( active case ) ની સંખ્યા 1109 પર પહોંચી છે. હાલ 33 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે 106 જેટલા દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે. આ સાથે જ રાજકોટમાં ( rajkot ) કોરોનાથી પહેલું મોત નોંધાયાના સમાચાર આવી રહ્યા છે.

corona : મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં રહેતા 55 વર્ષીય પુરુષે હોસ્પિટલમાં મોતને ભેટ્યા હતા. તેમને છેલ્લા ચાર દિવસથી કોરોનાના લક્ષણો હતા, 3-4 દિવસ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું હતું.
https://youtube.com/shorts/gcnpTejdpqw?feature=share
https://dailynewsstock.in/bank-nifty-rbi-reporate-banking-bankofbaroda-kot/
ભારતમાં કોરોનાનો નવો પ્રકાર XFG સામે આવ્યો
corona : ભારતમાં કોરોનાના કેસ સતત ઝડપથી વધી રહ્યા છે, ગયા મહિનાથી વધવા માંડેલા કેસોની સંખ્યા હવે 64101 પર પહોંચી ગઈ છે. ચિંતાની વાત એ છે કે ભારતમાં કોરોનાનો એક નવો પ્રકાર પણ સામે આવ્યો છે, તેનું નામ XFG છે. આ નવો કોવિડ પ્રકાર મનુષ્યોની સૌથી મજબૂત રોગપ્રતિકારક શક્તિને પણ ટાળવામાં સક્ષમ છે. હાલમાં, આ નવા પ્રકારના 163 કેસ નોંધાયા છે, અહીં પણ મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય માનવામાં આવે છે.
corona : દેશમાં વધતા કોરોના કેસોની વાત કરીએ તો, 22 મેના રોજ ફક્ત 257 સક્રિય દર્દીઓ હતા, જ્યારે 10 જૂનના રોજ આ આંકડો વધીને 64101 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, દેશમાં 358 નવા કોરોના દર્દીઓ નોંધાયા છે, અહીં પણ 624 લોકો આ ચેપમાંથી સ્વસ્થ પણ થયા છે.
corona : ગુજરાતમાં ( gujarat ) ધીમે ધીમે કોરોના વાયરસ ( corona virus ) ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હેલ્થ વિભાગે ( health department ) આપેલા આંકડા પ્રમાણે સોમવારે રાજ્યમાં કોરોનાના 235 નવા કેસ નોંધાયા.
corona : આજે કોરોનાને કારણે રાજકોટમાં પહેલું મોત નોંધાયું છે. 55 વર્ષીય આધેડનું સિવિલ હોસ્પિટલમાં મોત થયું. છેલ્લા ચાર દિવસથી કોરોનાનાં લક્ષણો હતાં, 3-4 દિવસ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જોકે સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું હતું. દર્દી હાઇપરટેન્શનની બીમારીથી પણ પીડિત હતા અને ડાયાબિટીસની બીમારી પણ 3 દિવસ પહેલાં ડિટેકટ થઇ હતી.
corona : રાજકોટમાં કોરોના વાઇરસનો કહેર સતત યથાવત્ રહ્યો છે. આજે શહેરમાં કોરોનાના વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 3 મહિલા અને 6 પુરુષનો સમાવેશ થાય છે. આ નવા કેસો સાથે રાજકોટમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 116 પર પહોંચી ગયો છે, જે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. જોકે આ બધાની વચ્ચે એક સારા સમાચાર એ છે કે આજે 7 દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે સારવાર બાદ દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે.
corona : રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર 9 જૂન સુધી ગુજરાતમાં કુલ 1109 કોરોનાના એક્ટિવ કેસો નોંધાયા હતા, જેમાંથી 33 હોસ્પિટલમાં દાખલ છે, 1076 લોકો OPD બેઝ સારવાર હેઠળ છે જ્યારે 106 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1000ને પાર પહોંચ્યો છે. ગઈકાલે કોરોનાના નવા 235 કેસ નોંધાયા હતા.
corona : આજે 7 દર્દી કોરોનામુક્ત થતાં રાજકોટમાં સ્વસ્થ થનારા દર્દીઓની કુલ સંખ્યા 61 પર પહોંચી ગઈ છે. આના પરિણામે હાલમાં રાજકોટમાં સારવાર હેઠળના સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને માત્ર 53 થઈ ગઈ છે. આ 53 દર્દીમાંથી 50 દર્દી હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે 3 દર્દી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. આ આંકડા દર્શાવે છે કે મોટા ભાગના દર્દીઓ ઘરે રહીને જ સ્વસ્થ થઈ રહ્યા છે, જ્યારે ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી રહી છે.
corona : રાજકોટમાં કોરોનાના કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજકોટ વહીવટીતંત્ર દ્વારા તકેદારીનાં પગલાં વધુ સઘન બનાવવામાં આવ્યાં છે. શહેરમાં માસ્ક પહેરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને સામાજિક અંતર જાળવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જાહેર સ્થળો પર ભીડ ટાળવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે અને નિયમિતપણે સેનિટાઈઝેશન કરવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ સતત ટેસ્ટિંગ અને ટ્રેસિંગની કામગીરી ચાલુ રાખવામાં આવી છે, જેથી સંક્રમણની ચેઇન તોડી શકાય. જે વિસ્તારોમાં વધુ કેસો નોંધાઈ રહ્યા છે ત્યાં કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરીને અવરજવર પર નિયંત્રણો મૂકવામાં આવી રહ્યાં છે.

કોરોનાના વધતા કેસો વચ્ચે રાજકોટના લોકોને સાવચેતી રાખવા અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. લક્ષણો જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવા અને તબીબી સલાહ લેવા માટે જણાવાયું છે. વૃદ્ધો, બાળકો અને ગંભીર બીમારીઓથી પીડાતા લોકોએ ખાસ તકેદારી રાખવી જોઈએ. કોરોના સામેની લડાઈમાં દરેક નાગરિકનો સહયોગ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આરોગ્ય નિષ્ણાતો દ્વારા પણ વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવું અને સામાજિક અંતર જાળવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. રસીકરણ અભિયાનને પણ વધુ વેગ આપવામાં આવી રહ્યો છે, જેથી વધુ ને વધુ લોકો રસી મેળવીને સુરક્ષિત બની શકે.
ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ભવિષ્યમાં કેસોની સંખ્યાને નિયંત્રિત કરવા માટે નવી રણનીતિઓ પણ ઘડવામાં આવી રહી છે. હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતા, ઓક્સિજનનો પૂરતો જથ્થો અને દવાઓની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી ચૂકી છે. આરોગ્યકર્મીઓની ટીમ સતત ખડેપગે રહીને કોરોના દર્દીઓને સારવાર આપી રહી છે. આશા રાખીએ કે લોકોના સહયોગ અને વહીવટીતંત્રના પ્રયાસોથી રાજકોટ શહેર ટૂંક સમયમાં કોરોનામુક્ત બનશે.
10 જૂન સુધીમાં દેશમાં કોરોના કેસની સંખ્યા 6815 સુધી પહોંચી ચૂકી છે. અત્યારસુધીમાં 68 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. એક અઠવાડિયાથી સરેરાશ દરરોજ 5-6 લોકો મૃત્યુ પામી રહ્યા છે.