news : ઓપરેશન શીલ્ડ ( Operation Shield )અંતર્ગત 31 મે ના રોજ સરહદી રાજ્યો જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં મોકડ્રીલ યોજાશે. આ મોકડ્રીલ ( Mock drill )પહેલા 29 મે ના રોજ યોજાવાની હતી. જોકે વહીવટી કારણોસર ઓપરેશન શિલ્ડ મોકૂફ રાખવામાં આવ્યું હતું. હવે 31 મેના રોજ ફરી યોજાશે. આપણી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે, લોકોમાં જાગૃતિ લાવવા માટે ફરીથી મોકડ્રીલ યોજવામાં આવી રહી છે.
https://dailynewsstock.in/mudra-loan-goverment-pmmy-adharcard/

news : આ પહેલા 7 મેના રોજ દેશના 244 જિલ્લાઓમાં મોકડ્રીલની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તે પહેલા 6 મે ની રાત્રે સેનાએ ઓપરેશન સિંદૂર ( Operation Sindoor )ચલાવ્યું અને પાકિસ્તાનમાં 9 આતંકી અડ્ડાઓનો સફાયો કરી દેવામાં આવ્યો. લશ્કરથી જૈશ સુધીના અડ્ડાઓનો નાશ કરવામાં આવ્યો હતો.
news : ઓપરેશન શીલ્ડ અંતર્ગત 31 મે ના રોજ સરહદી રાજ્યો જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં મોકડ્રીલ યોજાશે.
news : ભારત સરકારે આપેલી માહિતી મુજબ ઓપરેશન સિંદૂરમાં 100થી વધુ આતંકીઓ માર્યા ગયા હતા. મુરીદકે અને બહાવલપુરમાં કરવામાં આવેલી સ્ટ્રાઇકને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવી હતી અને તેના દ્વારા અઝહર મસુદ અને હાફિઝ સઈદને સીધી ચોટ પહોંચાડી હતી. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને ભારત પર ડ્રોન હુમલો કર્યો હતો. સતત બે દિવસની રાત્રે તેમણે સરહદી વિસ્તારોને નિશાન બનાવ્યા હતા.
પાકિસ્તાનનો ડ્રોન હુમલો
news : એ વાત અલગ હતી કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનમાંથી ડ્રોનને નષ્ટ કરી દીધા હતા અને બાદમાં વાયુસેનાએ પાકિસ્તાનના ઘણા એરબેઝને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હતું. સરકારને આ તણાવમાંથી બોધપાઠ પણ મળ્યો કે લોકોને જાગૃત કરવા જરૂરી છે, યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે જાણવું જરૂરી છે. આ કારણોસર હવે ફરી આ મોકડ્રીલ હાથ ધરવામાં આવી રહી છે.
https://youtube.com/shorts/P9yjnZck7Rw

શું છે મોકડ્રીલ?
મોકડ્રીલ એ એક પ્રકારનો અભ્યાસ છે, જે દરમિયાન લોકોને કટોકટી માટે તૈયાર કરવામાં આવે છે. તેનો હેતુ લોકોને આગ, ભૂકંપ, તબીબી કે આતંકવાદી હુમલા જેવી કટોકટી માટે તૈયાર કરવાનો છે. મોકડ્રીલ દરમિયાન એ જોવામાં આવે છે કે ઇમરજન્સીની સ્થિતિ દરમિયાન લોકોની પ્રતિક્રિયા કેવી રહેવાની છે.