SuratSurat

surat : અલથાણ પોલીસ સ્ટેશન ( police station ) માં મિસિંગથી ( missing ) શરૂ થયેલો કેસ સંપૂર્ણપણે ક્રૂર હત્યા, લાશના ટુકડા કરવા અને પુરાવાનો નાશ કરવા સુધીના ષડયંત્રમાં ફરેવાયો હતો. સુરતમાં સિક્યોરિટી એજન્સી ( agency ) ચલાવનાર ચંદ્રભાન દુબેની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેના રિક્ષાચાલક ( auto driver ) દ્વારા કરવામાં આવી હતી. દોઢ વર્ષથી જે રિક્ષાચાલક ઉપર તેને ભરોસો હતો તેણે જ પોતાના એક સાથીદાર સાથે મળી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. ચંદ્રભાન દુબેની હત્યા કરવા માટે આરોપી રિક્ષાચાલકે એક મહિના પહેલાં મકાન ભાડે રાખ્યું હતું અને ત્યાર બાદ અપહરણ કરી ત્યાં લઈ ગયો હતો. મકાનમાં પહેલાં ચંદ્રભાનનું ગળું કાપ્યું અને બીજા દિવસે મૃતદેહને ( deathbody ) સગેવગે કરવા લાશના બે ટુકડા કરી નાખ્યા હતા. ત્યાર બાદ તેણે બંને પોટલા ખાડીમાં નાંખી દીધા બાદ દુબેના પરિવાર સાથે મળી ચંદ્રભાનની શોધખોળ પણ કરી રહ્યો હતો.

https://youtube.com/shorts/DujBeePC8hk?feature=share

surat

https://dailynewsstock.in/canada-students-study-business-permenant/

surat : 13 મે, 2025ના રોજ ફરિયાદી અનિલકુમાર દુબે અલથાણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમના જણાવ્યા મુજબ તેમના ભાઈ ચંદ્રભાન દુબે (ઉ.વ. 50) 12 મેના રોજ સાંજે સલાબતપુરા ખાતે આવેલી તેમની ‘દુબે સિક્યોરિટી સર્વિસ’ની ઓફિસેથી પગાર આપવા માટે રૂપિયા એક લાખ લઈને તેમના જ રિક્ષાચાલક રાશીદ અન્સારી સાથે નીકળી ગયા હતા, પરંતુ ત્યાર બાદ તેઓ પરત ફર્યા નહોતા.

surat : પોલીસે રિક્ષાચાલક રાશીદેની રજૂઆત મુજબ પાંડેસરા CETP પ્લાન્ટ, આભવા, રવિશંકર સ્કૂલ અને હજીરા રોડ સુધીના વિસ્તારોમાં તપાસ શરૂ કરી. રાશીદેે દાવો ક્યો હતો કે, દુબે સી.બી. પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક એક સફેદ કારમાં ચઢી ગયા હતા, પણ કોઈ કાર જોવા મળી નહોતી. શંકાસ્પદ રીતે રિક્ષાચાલક રાશીદે પોલીસને સતત ગેરમાર્ગે દોરતો રહ્યો. રિક્ષાના મુવમેન્ટના સીસીટીવી ચેક કરતા જાણવા મળ્યું કે, 12 મેના રોજ સાંજે ચંદ્રભાન દુબે, રાશીદે અને અન્ય શખસ રાશીદેના ઘરની સામે રહેતા મન્સુર અન્સારીના ઘરે ગયા હતા. ત્યાંથી ચંદ્રભાન દુબે પરત આવ્યો નહોતો.

surat : અલથાણ પોલીસ સ્ટેશન ( police station ) માં મિસિંગથી ( missing ) શરૂ થયેલો કેસ સંપૂર્ણપણે ક્રૂર હત્યા, લાશના ટુકડા કરવા અને પુરાવાનો નાશ કરવા સુધીના ષડયંત્રમાં ફરેવાયો હતો. સુરતમાં સિક્યોરિટી એજન્સી ( agency ) ચલાવનાર ચંદ્રભાન દુબેની હત્યા અન્ય કોઈએ નહીં

surat : 13 મેના રોજ સવારે રાશીદે એક્ટિવા પર બે મોટા પોટલા સાથે નીકળતો જોવા મળ્યો હતો. તે દરમિયાન દુબેના ભત્રીજાને વોટ્સએપ દ્વારા 3 કરોડની ખંડણીની માંગ કરી 10 લાખ તરત ગુગલ પે કરવા કહ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતા લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી મીઠી ખાડીમાં રાશીદે દ્વારા સ્કૂટી પરથી બે પોટલા ફેંકતા જોવા મળ્યો હતો. 16 મેના રોજ ત્યાંથી ચંદ્રભાનના શરીરના બે ટુકડા મળી આવ્યા હતા. પીએમ રિપોર્ટમાં માથામાં ઘાતક ઈજાથી મોત થયું હોવાનું સ્પષ્ટ થયું હતું.

surat : આરોપી રાશીદે 28 એપ્રિલના રોજ ભાડે મકાન રાખ્યું હતું. ચંદ્રભાનની હત્યા કરવા ખાસ પ્લાનિંગ કર્યું હતું. તેણે દુકાનમાંથી બાંધવાની દોરી, પુઠાનું બોક્સ વગેરે ખરીદ્યું હતું. 12 મેના રોજ રવિશંકર સ્કૂલના બહાને ચંદ્રભાન દુબેને ત્યાંથી ભીંડી બજાર લઈ ગયો હતો. પોતાના ઘર સામે ભાડાના મકાનમાં લઈ જઈને ખુરશી પર બેસાડ્યા બાદ રાશીદે અને મન્સુરે બારોબાર 2થી 3 વાર હથોડાથી માથામાં માર માર્યો હતો. ત્યાર બાદ બાથરૂમમાં ઢસડી જઈ દુબેનું ગળું કાપી નાખ્યું હતું. બીજા દિવસે ચંદ્રભાનના શરીરના બે ટુકડા કર્યા હતા.

surat : આરોપીઓ હત્યા બાદ બિહાર પોતાના મૂળ વતનમાં ભાગી ગયા હતા. પોલીસની એક ટીમ મુંબઈથી હવાઈ માર્ગે અને બીજી કારથી આરા જિલ્લાના જગદીશપુરા ખાતે રવાના કરવામાં આવી હતી. 17 મેના રોજ સાંજે 6 વાગ્યે ટેકનિકલ સર્વેલન્સના આધારે બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપી રિક્ષાચાલક રાશીદ રફીક અન્સારી અને મન્સુર નુરમોહમ્મદ અન્સારીની ધરપકડ કરવામાં આવી હતી.

surat : છેલ્લા દોઢ વર્ષથી રાશીદ અન્સારી ચંદ્રભાન દુબેની સિક્યોરિટી એજન્સીમાં કર્મચારીઓ અને તેમના પગાર પહોંચાડવાનું કામ કરતો હતો. તેની ઉપર ચંદ્રભાનને ખુબ જ ભરોસો હતો. આજ કારણ છે કે, પરિવારના લોકોને પણ ખબર પડી નહીં કે ચંદ્રભાનની હત્યા કોઇ અન્યએ નહીં પરંતુ રાશીદે કરી છે. હત્યા સમયે તેણે બેંકમાંથી બે લાખ રૂપિયાની લોન પણ લીધી હતી અને પત્ની અને પરિવારના લોકોને ઓનલાઈન ટ્રાન્સફર પણ કર્યા હતા. જેથી તેની ધરપકડ થાય તો પરિવારના સભ્યો વકીલ કરીને તેને છોડાવી શકે.

surat

surat : આ સમગ્ર મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, ચંદ્રભાન દુબેની હત્યા કર્યા બાદ બંને આરોપીઓ બિહાર ભાગી ગયા હતા. આરોપીઓ પાસે ચંદ્રભાન દુબેના બે મોબાઈલ હતા. એટલું જ નહીં ક્રેડિટ કાર્ડ પણ તેની પાસે જ હતું. ક્રેડિટ કાર્ડથી તેણે ટ્રાન્ઝેક્શન પણ કર્યું હતું. ચંદ્રભાનના એક મોબાઈલથી તેના ભત્રીજાને મેસેજ કરીને 3 કરોડની ખંડણીના મેસેજ પણ રાશીદે કર્યા હતા. પોલીસે એક હજાર જેટલા સીસીટીવી તપાસ કર્યા બાદ જ આરોપી સુધી પહોંચી હતી.

surat : આરોપીએ પોતાના અન્ય સાથીદાર મન્સુર અન્સારીને આ હત્યાકાંડમાં સામેલ કર્યો હતો. તે દિવ્યાંગ છે અને બિહારમાં તેણે લોન લીધી છે. આ હત્યાકાંડમાં જો તે સામે થશે અને તેની મદદ કરવા માટે પૈસાની લાલચ આપવામાં આવી હતી. જેથી તે પોતાની લોન પણ ચૂકવી દે અને કોઈને ખબર પણ ના પડે.

334 Post