Surat : માત્ર 10 થી 15 હજાર ખર્ચી બાંગ્લાદેશી ગુજરાત પહોંચી જાય!

surat : જમ્મુ કાશ્મીરના ( jammu kashmir ) પહેલગામમાં ( pahelgam ) આતંકી હુમલા બાદ ગુજરાતમાં ( gujarat ) ઘૂસણખોરી કરી રહેતા બાંગ્લાદેશીઓ ( bangladeshi ) સામે પોલીસે ‘ઓપરેશન ક્લીનસિટી’ હાથ ધર્યું હતું. સુરતના ( surat ) અલગ અલગ વિસ્તારમાં રહેતા 134 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડી પોલીસે વેરિફિકેશન શરૂ કર્યું છે. જે શકમંદો ઝડપાયા છે તેઓની પૂછપરછમાં પોલીસને ( police ) કેટલીક ચોંકાવનારી વિગતો મળી છે. બાંગ્લાદેશીઓ માત્ર 10 થી 15 હજાર ત્યાંના એજન્ટોને ચૂકવી ભારતમાં ઘૂસણખોરી કરે છે. ભારતમાં આવ્યા બાદ ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાં પહોંચી જાય છે અને બોગસ ડોક્યુમેન્ટ ( bogus document ) બનાવી અહીં રહેવા લાગે છે.

https://youtube.com/shorts/Qa3h_5pS1gg?si=KMalV1p_bP7k_NaM

surat
surat

https://dailynewsstock.in/gujarat-bangladesh-arrest-amitshah-citizen/

બાંગ્લાદેશથી જે લોકો ભારતમાં ઘૂસણખોરી કરે છે તેમાંના મોટાભાગના લોકો ઉત્તર 24 પરગણા જિલ્લામાંથી ભારતમાં ઘૂસતા હોવાનું સામે આવ્યું છે. સુરતમાંથી અત્યાર સુધી જે બાંગ્લાદેશીઓ ઝડપાયા છે તેમાંથી મોટાભાગના અહીં આવીને સ્પા અને દેહવ્યાપાર સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.

શુક્રવારે રાત્રે સુરત પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારમાં દરોડો પાડીને 134 શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. જેઓના ડોક્યુમેન્ટની ચકાસણી અને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ શકમંદોની પૂછપરછમાં પોલીસને કેટલીક ચોંકાવનારી વિગતો મળી છે.

surat : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં ઘૂસણખોરી કરી રહેતા બાંગ્લાદેશીઓ સામે પોલીસે ‘ઓપરેશન ક્લીનસિટી’ હાથ ધર્યું હતું. સુરતના અલગ અલગ વિસ્તારમાં રહેતા 134 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડી પોલીસે વેરિફિકેશન શરૂ કર્યું છે.

surat : સુરત પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, જેટલા પણ બાંગ્લાદેશી સુરતથી ઝડપાયા છે. તેઓ ખાસ જિલ્લાથી આવી રહ્યા છે. બાંગ્લાદેશના ઘણા લોકો માટે ભારતમાં પ્રવેશનો મુખ્ય માર્ગ પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લાઓથી થાય છે. માત્ર 10,000 થી 15,000 જેટલી રકમમાં એજન્ટો દ્વારા તેમને ભારતના વિવિધ વિસ્તારોમાં પ્રવેશ અપાવવામાં આવે છે. તેઓ પત્રો સહિત બોગસ દસ્તાવેજો બનાવી મુખ્ય પ્રવાહમાં ભળી જાય છે અને ત્યારબાદ ભારતનાં વિવિધ રાજ્યોનાં શહેરોમાં સ્થાયી થઈ જાય છે. બોંગાઓ, ઉત્તર 24 પરગણા જિલ્લામાં આવેલું મહત્ત્વપૂર્ણ સરહદી શહેર છે, જે પેત્રાપોલ બોર્ડર ચોકી સાથે જોડાયેલું છે. બીજી તરફ, સતખેરા બાંગ્લાદેશનો સરહદી જિલ્લો છે, જે ભારતના દક્ષિણ તથા ઉત્તર 24 પરગણા સાથે સંલગ્ન છે. આ કારણે બંને વિસ્તારો સરહદ પારની પ્રવૃત્તિઓ માટે અતિ સંવેદનશીલ માનવામાં આવે છે.

surat
surat

surat : બોંગાઓ અને સતખેરા (શતખીરા) – બંને સ્થળો સરહદી વિસ્તારો છે, અને ઘૂસણખોરીનાં વિશિષ્ટ કારણો છે. બોંગાઓ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં આવેલું છે અને બાંગ્લાદેશની સરહદે આવેલું મુખ્ય અને વ્યસ્ત પ્રવેશદ્વાર છે. અહીંથી ઘૂસણખોરી, માનવ તસ્કરી અને રોજગારીની શોધમાં આવેલા લોકો પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે. અનેક એજન્ટો બોગસ દસ્તાવેજોનો સહારો લઈને લોકોને ભારતમાં ઘુસાડે છે. બીજી તરફ, સતખેરા બાંગ્લાદેશનો એવો જિલ્લો છે, જે સીધો પશ્ચિમ બંગાળના દક્ષિણ અને ઉત્તર 24 પરગણા જિલ્લાઓની સરહદ સાથે જોડાયેલો છે. અહીંથી પણ લોકો ગરીબી, બેરોજગારી અને સારું જીવન મેળવવાની આશામાં ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે.

surat : માત્ર 10 થી 15 હજાર રૂપિયા આપીને ભારત દેશમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનાર બાંગ્લાદેશીઓને પરત તેમના દેશમાં મોકલવા માટે લાંબી કાયદાકીય પ્રક્રિયાથી પસાર થવું પડે છે. ગણતરીના કલાકોમાં ઘૂસણખોરી કરનાર આ બાંગ્લાદેશીઓને પરત મોકલવામાં દોઢથી બે વર્ષ લાગી જાય છે. 10 હજાર રૂપિયામાં ભારત આવનાર આ બાંગ્લાદેશીઓ પાછળ સરકારને આ સમયગાળા દરમિયાન લાખો રૂપિયા ખર્ચવા પડે છે.

surat : ગેરકાયદેસર ઘૂસણખોરી કરનાર બાંગ્લાદેશીઓ પાસે ભારત દેશના બોગસ આધાર કાર્ડ અને ઇલેકશન કાર્ડ મળી આવે છે. આ તમામ લોકો ગણતરીના કલાકોમાં ભારતમાં ઘૂસણખોરી કરી લેતા હોય છે, પરંતુ જ્યારે તેમને પરત મોકલવાની પ્રક્રિયા હાથ ધરાય છે ત્યારે આ જટિલ પ્રક્રિયામાં વર્ષો લાગી જાય છે. 10 થી 15 હજાર રૂપિયા આપીને ગેરકાયદેસર રીતે ભારતમાં આવેલા બાંગ્લાદેશીઓની ધરપકડથી લઈને તેમને પરત મોકલવામાં સરકારને લાખો રૂપિયા ખર્ચવા પડે છે. ધરપકડ બાદ તેમને નજરકેદમાં રાખવામાં આવે છે અને પોલીસ દ્વારા વારંવાર તેમની તપાસ થાય છે. જરૂરી કેસમાં ભુજ અને ભરૂચ તેમજ અમદાવાદ ખાતે આવેલા સંયુક્ત પૂછપરછ કેન્દ્ર (જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર) પર તેમની પૂછપરછ કરવામાં આવે છે. ડિપોર્ટ થાય ત્યાં સુધી રાખવામાં આવે છે.

surat : સાથે કોઈ બાંગ્લાદેશી ઈસમની અટકાયત થાય છે ત્યારે તેના પર બોગસ ડોક્યુમેન્ટ બનાવવાનો ગુનો નોંધવામાં આવે છે અને ત્યારબાદ તેને જેલમાં મોકલવામાં આવે છે. જ્યારે તેમને જામીન મળી જાય છે ત્યારે સ્પેશિયલ બ્રાન્ચ અથવા એલઆઇબી દ્વારા તેમની પર ચાંપતી નજર રાખવામાં આવે છે.જ્યારે આખરે હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા હુકમ થાય છે ત્યારે બીએસએફની હાજરીમાં તેમને બાંગ્લાદેશની ફોરેનર બ્રાન્ચ સુધી પહોંચાડીને પરત કરવામાં આવે છે.

surat : આ બાંગ્લાદેશી માત્ર ગણતરીના કલાકોમાં ભારતમાં ઘૂસી જાય છે. તેઓ પ્રથમ પશ્ચિમ બંગાળ પ્રવેશ કરે છે અને પછી દેશનાં વિવિધ રાજ્યોમાં પ્રસરી જાય છે. બાંગ્લાદેશીઓની સૌથી વધુ પસંદગી સુરતની હોય છે કારણ કે અહીં સહેલાઈથી રોજગારી મળી શકે છે. બાંગ્લાદેશના સતખેરા અને જોસર જિલ્લામાંથી તેઓ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે. બીએસએફની નજર ચૂકવી અંધારાનો લાભ લઇ અથવા અન્ય રસ્તાથી બોર્ડર ક્રોસ કરીને તેઓ ભારતમાં પ્રવેશ કરે છે. બાંગ્લાદેશના એજન્ટો 10 થી 15 હજાર રૂપિયા લઈને તેમને બોર્ડર ક્રોસ કરાવે છે.

surat : અત્યાર સુધીમાં સુરત એસઓજી દ્વારા જે બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં મોટા ભાગે સ્પા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે. ખાસ કરીને મહિલાઓ ગરીબ પરિવારોમાંથી આવે છે, પહેલા પશ્ચિમ બંગાળ જાય છે અને ત્યારબાદ રોજગારીની શોધમાં સુરત આવે છે. મહિલાઓ દેહવિક્રયના ધંધામાં જોડાય છે

207 Post