surat : મંગળવારે 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના ( jammu kashmir ) પહેલગામમાં ( pahelgam ) થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓએ ( gujarati ) જીવ ગુમાવ્યા હતાં. તેમાં એક સુરતના ( surat ) શૈલેષભાઈ કળથિયા પણ હતા. તેઓ પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા. આજે ગુરુવારે તેમની અંતિમયાત્રા નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમયાત્રામાં પરિવારને સાંત્વના આપવા કેન્દ્રિય મંત્રી સી.આર. પાટીલ ( c r patil ) પણ પહોંચ્યા હતા. ત્યારે પોતાની સામે પતિનો જીવ જતાં જોનાર પત્ની શિતલબેને કેન્દ્રિય મંત્રી સામે આક્રોશ ઠાલવ્યો હતો. સરકારની VIP વ્યવસ્થાથી લઇને ટેક્સ પે ( tax pay ) કરનાર સામાન્ય જનતાની કપરી પરિસ્થિતિ વર્ણવી હતી.
https://youtube.com/shorts/rcwjZj5U8RA?si=uYpoBy_g5_wnyNB_

https://dailynewsstock.in/terror-atteck-family-kalma-muslim-hospital/
surat : મૃતક શૈલેષ કળથિયાની પત્ની શિતલબેને પોતાની વ્યથા ઠાલવતા પાટીલને કહ્યું કે, ત્યાં કોઈ સુવિધા નહિ, કોઈ આર્મી નહિ, કોઈ પોલીસ નહિ. જ્યારે મોટા-મોટા નેતા આવે કે VIP આવે ત્યારે પાછળ કેટલી ગાડીઓ, ઉપર હેલિકોપ્ટર કોનાથી ચાલે છે? ટેક્સ પે કરે છે તેના પરથી જ ચાલે છે ને? VIP માટે જે સર્વિસ છે એ આ લોકો માટે કેમ નથી? હું નીચે આર્મી કેમ્પમાં બુમો પાડી-પાડીને કહેતી હતી કે, ઉપર કેટલા લોકો ઈજાગ્રસ્ત છે, તમે લોકો જલ્દી જાઓ અને કંઈક કરો. અમે ઉપરથી પડતા-આખડતા નીચે ઉતર્યા તો પણ ઉપર કોઈ ફેસેલિટી નહોતી પહોંચી. ઉપર આટલું બધુ થઈ ગયુ હતું અને નીચે આર્મીને કેમ ખબર ન પડી કે આવું થઈ ગયું છે?
surat : મંગળવારે 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના ( jammu kashmir ) પહેલગામમાં ( pahelgam ) થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓએ ( gujarati ) જીવ ગુમાવ્યા હતાં. તેમાં એક સુરતના ( surat ) શૈલેષભાઈ કળથિયા પણ હતા. તેઓ પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા.
surat : આંતકવાદીઓ ( terrorist ) અમારી સામે આવીને ગોળી મારી જાય છે. હિન્દુ-મુસ્લીમોને ( hindu muslim ) અલગ કરીને હિન્દુઓના બધા ભાઈઓને ગોળી મારે છે તો આપણી આર્મી કરે છે શું? લાખોની સંખ્યમાં આર્મી હતી ત્યાં અને જ્યા ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મીમેન, પોલીસમેન કે કોઈ ફસ્ટેર્ડ કિટ નહિ. કંઈ જ સુવિધા નહિ. તેમાંથી પણ એક આર્મીમેન કહે છે કે, તમે લોકો ઉપર ફરવા જ શું કામ જાઓ છો?
surat : હવે તમે મને એ વાતનો જવાબ આપો કે, આ રીતનું જ હતુ તો તમે અમને જવા જ શું કામ દ્યો છો? મારા ઘરનો સ્તંભ જતો રહ્યો છે. મને મારો આધાર સ્તંભ પાછો આપો મારે બીજુ કઈ ના જોઈએ. જો આપણી સરકારને પોતાની જ સુવિધા રાખવી છે તો આજ પછી આ સરકારને કોઈ વોટ જ ન કરતા. તમારી પાછળ કેટવા વીઆઈપી હોય છે, કેટલી ગાડીઓ હોય છે. તમારો જીવ જીવ છે, આ ટેક્સ પે કરે છે તેનો જીવ જીવ નથી?

surat : પોતાના છોકરા સામે હાથ લંબાવી શિતલબેને કહ્યું કે, આ છોકરાઓનું ભવિષ્ય શું? દીકરાને એન્જિનિયર બનાવવો છે, દીકરીને ડોક્ટર બનાવવી છે. હું કઈ રીતે બનાવીશ. મારે ન્યાય જોઈએ, મારા છોકરાઓનું ભવિષ્ય ખરાબ ન થવું જોઈએ. મારા પતિની આટલા વર્ષની સર્વિસમાં તમે ટેક્સ કાપીને પગાર આપ્યો છે ને? અને ઉપર જતાં અમે કોઈ વસ્તુ ખરીદીએ, ક્યાય જઈએ તો ફરીથી ટેક્સ. ટોલ ટેક્સ બધા ટેક્સ અમારી પાસેથી લ્યો છો તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી તો કોઈ સુવિધા નથી મળી તેનો મને ન્યાય જોઈએ. વધુમાં પાટીલને કહ્યું કે, તમે તો અહીં જ (સુરતમાં) રહો છો તો કહો મારા પતિ માટે શું કરશો? આ એક નહિ આના જેવા જેટલા નિર્દોષ ભાઈઓ હતાં તે બધાને નાના-નાના છોકરાઓ છે.
surat : પાટીલે સરકાર મદદ કરશે તેવું કહેતા શૈલેષ કળથિયાના પત્નીએ કહ્યું કે, સરકાર ખાલી કહે છે કે, અમે કરીશું…અમે કરીશું… પણ આ બધુ બની ગયું પણ કઈ થયું નહિ. આ બધાને હોસ્પિટલમાં ફેસેલિટી મળી કે નહિ તેની પણ ખબર નથી. બીજે દિવસે આટલુ બધુ કર્ફ્યુ હતું, રોડ બંધ હતો, રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં આર્મીના 100-200 લોકોના ઢગલાં હતાં.
surat : આ દરમિયાન હાજર નેતાઓએ શિતલબેનને બોલતા અટકાવવાનો પ્રયાસ કરતા તેણે આક્રોશ સાથે કહ્યું કે, નહિ સર તમારે સાંભળવું જ પડશે. જ્યારે બધુ પતી જાય ત્યારે આપણી સરકાર આવી-આવીને ફોટા પાડે છે અને કહે છે કે, આર્મી ઓફિસર અહીંયા હતા. પોલીસ ઓફિસર અહીં હતાં. નેતાઓ પણ આવ્યાં છે. પછી આવ્યાં તેનો શું મતલબ? અને આર્મી ઓફિસર શા માટે બોલી શકે કે, અહીંયા શા માટે ફરવા આવ્યાં? એક આવું બોલ્યો તો ત્યાં હાજર કેમ કોઈ કઈ ન બોલ્યું? મને ન્યાય જોઈએ. મારા એકના છોકરાઓ અને પતિ માટે નહિ, ત્યાં જેટલા લોકોના જીવ ગયા છે તે બધા માટે મારે ન્યાય જોઈએ છે. બધાના છોકરાઓનું ભવિષ્ય હોવું જોઈએ.
surat : સી. આર. પાટીલે જી બહેન ચોક્કસ કહેતા શિતલબેને કહ્યું- ખાલી ચોક્કસથી નહિ. અમને તમારા પર વિશ્વાસ હતો એટલે અમે ત્યાં ગયા હતાં….આટલું બોલતા અન્ય લોકોએ શિતલબેનને બોલતા અટકાવી દીધા હતાં. બાદમાં બહેને કહ્યું કે, તમે આ બંધ જ કરાવી દો, કે ત્યાં ટુરિસ્ટ પ્લેસ છે.
surat : વધુમાં શિતલબેને ઉમેર્યું કે, મુસ્લિમોને કંઇ ન કર્યુ ને જેટલા હિન્દુ હતા એ બધાને ગોળી મારી દીધી અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી આંતકવાદીઓ ઉભા ઉભા હસતા હતા. કાશ્મીરનું નામ બદનામ કરો છો પણ કાશ્મીરમાં કંઇ વાંધો નથી, વાંધો આપણી સરકાર અને સિક્યુરિટીમાં છે. આટલા ટુરિસ્ટ હતા પણ કોઇ આર્મી, પોલીસ કે મેડિકલ કેમ્પ નહોતો. અમે સરકાર અને આર્મી ઉપર ભરોષો રાખીને ફરવા ગયા હતા એજ આર્મી કહે છે કે તમે ઉપર કેમ ફરવા જાઓ છો. અમરા બાળકો આર્મીને જોઇને સલામ કરે છે, જો આપણા દેશની આર્મી જ આવું કહેશે તો બીજુ કોણ બોલશે. પળેપળની વીડિયો સાથેની અપડેટ માટે ક્લિક કરો… ભાવનગર અને સુરતના મૃતકોને અંતિમ વિદાય
surat : શૈલેષ કળથિયાના પુત્ર નક્ષે હુમલો થયો ત્યારની સ્થિતિનું વર્ણન કરતા કહ્યું કે, કાશ્મીર તો ખૂબ સારું છે. પહેલગામમાં ઘોડા ઉપર જવાનું હોય છે. અમે લોકો ત્યાં ઘોડા ઉપર સવાર હતા અને જઈ રહ્યા હતા. દસ મિનિટ બાદ આતંકવાદીઓ આવી ગયા, અમે બધા સંતાઈ ગયા હતા. આતંકવાદીઓએ અમને શોધી લીધા હતાં. અમે બે આતંકવાદીને જોયા હતાં.
