IPL 2025 : આજના રોજ ઇન્ડિયન પ્રીમિયર લીગ ( IPL 2025 ) ની 18મી સીઝનનો રોમાંચક મુકાબલો લખનઉ સુપર જાયન્ટ્સ ( LSG ) અને ગુજરાત ટાઇટન્સ ( GT ) વચ્ચે રમાશે. આ મુકાબલો બપોરે 3:30 વાગ્યે ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ ( Shri Atal Bihari Vajpayee Stadium ) લખનઉ ખાતે શરૂ ( IPL 2025 ) થશે, જ્યારે ટૉસ 3 વાગ્યે થવાનો છે.
આ મેચ સાથે IPLમાં ડબલ હેડરનો ( Double header ) પણ આરંભ થાય છે, એટલે કે આજે એક નહીં, બે મેચ રમાવાની છે. દિવસની બીજી મેચ હૈદરાબાદ સનરાઈઝર્સ ( SRH ) અને પંજાબ કિંગ્સ ( PBKS ) વચ્ચે છે, પણ સૌની નજર લગી છે પહેલાની જ મેગા મેચ પર, જેમાં પોઈન્ટ ટેબલની ( Points table ) ટોચની ટીમ ગુજરાત ટાઇટન્સ અને સારી ફોર્મમાં ચાલી ( IPL 2025 ) રહેલી લખનઉ સુપર જાયન્ટ્સ આમને-સામને આવશે.
હેડ ટુ હેડ રેકોર્ડઃ GTનું પલડું ભારે
IPLના ઇતિહાસમાં અત્યાર ( IPL 2025 ) સુધીમાં લખનઉ અને ગુજરાત વચ્ચે કુલ 5 મેચો રમાઈ છે. જેમાંથી ચાર વખત ગુજરાતે જીત મેળવી છે. લખનઉને માત્ર એક વખત – એ પણ પોતાના હોમ ગ્રાઉન્ડ પર – જીત મળી છે. આ કારણે માનવામાં આવી રહ્યું છે કે મનોબળ ( IPL 2025 ) અને માનસિક દબાણની દ્રષ્ટિએ GT થોડી આગળ છે.
પોઈન્ટ ટેબલ પર સ્થિતિ
ગુજરાત ટાઇટન્સે અત્યાર સુધીની ( IPL 2025 ) 5માંથી 4 મેચ જીતીને 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચની સ્થિતી હાંસલ કરી છે. ટીમનું નેતૃત્વ યુવાજ શૂબમન ગિલ કરી રહ્યો છે અને બેટિંગમાં પણ તેઓ મજબૂત દેખાઈ રહી છે. બીજી તરફ, લખનઉ સુપર જાયન્ટ્સે ( IPL 2025 ) પણ 5માંથી 3 મેચ જીતીને પોતાની પોઝીશન મજબૂત બનાવી છે. બંને ટીમો આજે જીત સાથે ટેબલમાં સ્થાન મજબૂત કરવા ઈચ્છે છે.
નિકોલસ પૂરન: ઓરેન્જ કેપ ધારક
લખનઉની ટીમમાં સૌથી ( IPL 2025 ) વધુ ચર્ચાનો વિષય છે વેસ્ટ ઈન્ડીઝનો ધાકડ બેટ્સમેન ( Batsman ) નિકોલસ પૂરન. હાલ તેઓ ઓરેન્જ કેપ ધારક છે અને શાનદાર ફોર્મમાં છે. પૂરન આ સીઝનમાં ( IPL 2025 ) સતત અગ્રેસર બેટિંગ કરે છે અને ટીમને મજબૂત ( Strengthen the team ) શરૂઆત આપતા રહ્યા છે. સાથે મિચેલ માર્શ અને એડન માર્કરમ પણ સારી ફોર્મમાં છે. તે સિવાય, શાર્દૂલ ઠાકુર બોલિંગમાં સૌથી વધુ વિકેટ લેતા ( IPL 2025 ) ખેલાડી છે – અત્યાર સુધી 5 મેચમાં 9 વિકેટ મેળવી છે.
ગુજરાતની જીતના હીરો: સાઈ સુદર્શન અને સાઈ કિશોર
GT માટે બેટિંગમાં સાઈ સુદર્શન ( IPL 2025 ) સૌથી મજબૂત કડી સાબિત થયા છે. તેમણે અત્યાર સુધી 5 મેચમાં 273 રન બનાવ્યા છે, જેમાં 3 અડધી સદી પણ સામેલ છે. તેમની ફોર્મ ટીમ ( IPL 2025 ) માટે એડવાન્ટેજ છે. બોલિંગમાં સાઈ કિશોર આગળ છે, જેમણે અત્યાર સુધી ( IPL 2025 ) 10 વિકેટ ઝડપી છે. છેલ્લી મેચમાં પંજાબ સામે 3 વિકેટ લઈને તેમણે પોતાનું વિઝન સાબિત કર્યું છે.
પિચ રિપોર્ટ: સ્પિનરોને મળશે વધુ મદદ
લખનઉના એકાના સ્ટેડિયમની પિચ સ્પિન બોલર્સ માટે ખાસ ફાયદાકારક છે. અહીં ઘણી મેચોમાં લો સ્કોરિંગ જોવા મળ્યો છે. કુલ 16 ( IPL 2025 ) મેચો અહીં થઈ છે જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે 8 વખત જીત મેળવી છે જ્યારે બોલિંગ કરનારી ટીમે 7 વખત. એક મેચ રદ થઈ હતી. સ્પિનરો માટે મદદરૂપ હોવાના કારણે અહીં બોલિંગ ટીમને શરૂઆતના ઓવરોમાં વિકટ મળે એ શક્યતા વધારે છે.
https://www.facebook.com/share/r/1Nfyq6roEC/

મહત્વપૂર્ણ છે કે, અહીં અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર 235/6 રહ્યો છે, જે કોલકાતા નાઈટ રાઈડર્સે લખનઉ સામે કર્યો હતો.
હવામાન પર નજર
આજના દિવસે લખનઉમાં વાતાવરણ આંશિક વાદળછાયું રહેવાનું અનુમાન છે. તાપમાન 23 થી 36 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે. વરસાદની શક્યતા 25% દર્શાવવામાં આવી છે, જેને કારણે મેચ પર થોડું અસર પડી શકે છે, પરંતુ પુરતી આશા છે કે મેચ સંપૂર્ણ રીતે પૂરી થશે.
બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત)
લખનઉ સુપર જાયન્ટ્સ (LSG):
- રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર)
- મિચેલ માર્શ
- એડન માર્કરમ
- નિકોલસ પૂરન
- આયુષ બદોની
- ડેવિડ મિલર
- અબ્દુલ સમદ
- શાર્દૂલ ઠાકુર
- દિગ્વેશ રાઠી
- આવેશ ખાન
- આકાશ દીપ
- રવિ બિશ્નોઈ
ગુજરાત ટાઇટન્સ (GT):
- શુભમન ગિલ (કેપ્ટન)
- સાઈ સુદર્શન
- જોસ બટલર
- શાહરુખ ખાન
- રાહુલ તેવટિયા
- રાશિદ ખાન
- વોશિંગ્ટન સુંદર
- સાઈ કિશોર
- મોહમ્મદ સિરાજ
- પ્રસિદ્ધ ક્રિષ્ના
- ઈશાંત શર્મા
- શેરફેન રધરફોર્ડ
નિષ્કર્ષ
આજનો મુકાબલો ભલે માત્ર લીગ સ્ટેજનો હોય, પરંતુ મહત્ત્વની અસર પોઈન્ટ ટેબલ અને ભાવિ પ્લેઓફ યાત્રા પર પડશે. લખનઉની બેટિંગમાં ધમાકો છે તો GT પાસે મજબૂત ઓલરાઉન્ડ લાઇનઅપ છે. સ્પિનમૂખી પિચ પર રણનીતિ જ જીત-હાર નક્કી કરશે. હવે જોવું રહ્યું કે શું પૂરન પોતાની ઓરેન્જ કેપને મજબૂત બનાવી શકે છે કે ફરીથી GT હેડ ટુ હેડની ઇતિહાસિક બાજી જીતી લે છે.
