surat : સુરત શહેરમાં ( surat ) ( city ) ઉનાળાની ઋતુ ( summer season ) શરૂ થતાં લોકો ઠંડુ પીણું વધુ પ્રમાણમાં સેવન કરતા હોય છે. પાંડેસરા વિસ્તારમાં મનપાની આરોગ્ય વિભાગે ( health department ) મોટી કાર્યવાહી કરી છે. માન્યતા વિના વેચાતા અને આરોગ્ય માટે હાનિકારક ઠંડું-પીણુંનો જથ્થો કબજે કરી નાશ કરવામાં આવ્યો છે.
https://youtube.com/shorts/g8UqAzZ0a5I?si=cbjsIGvqUhHnr3_M

આરોગ્ય વિભાગના ઠંટા-પીણાની દુકાન પર દરોડા
surat પાંડેસરા વિસ્તારમાં હોલસેલ વેપારીઓ મોટા પ્રમાણમાં ઠંડુ પીણું વેચી રહ્યાં હતા. આરોગ્ય વિભાગે દુકાન પર દરોડા પાડી તપાસ કરતાં પેપ્સી, ફ્રુટી સહિતના ઠંડા પીણાંનો મોટો જથ્થો મળ્યો હતો. સુરતમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય ઠંડુ પીણું હોલસેલ વિક્રેતાના દરોડા કરી કાર્યવાહી કરી છે. બરફની પેપ્સી, ફ્રુટી સહિતની વસ્તુઓ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
surat : સુરત શહેરમાં ( city ) ઉનાળાની ઋતુ ( summer season ) શરૂ થતાં લોકો ઠંડુ પીણું વધુ પ્રમાણમાં સેવન કરતા હોય છે. પાંડેસરા વિસ્તારમાં મનપાની આરોગ્ય વિભાગે ( health department ) મોટી કાર્યવાહી કરી છે
surat મોટી માત્રામાં લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક પેપ્સી, ફ્રુટીનો નાશ કરવામાં આવ્યો હતો. હાલ ઉનાળાની ઋતુમાં લોકો ઠંડુ પીણું વધુ પસંદ કરતા હોય છે. પાંડેસરા, ઉધના, ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા-ઊલટી સહિત તાવના કેસો વધી રહ્યા છે, જેની પાછળ કારણ હાનિકારક આ ખાદ્ય વસ્તુઓ છે. પાંડેસરામાં મોટી માત્રામાં દુકાનદારો કોઈ પણ પ્રકારની માન્યતા વિનાનું ઠંડુ પીણું વેચાણ કરતા હતા. મનપાએ દરોડા પાડી અખાદ્ય 80 કિલો ફ્રુડ, 1 હજારથી વધુ પેપ્સી, 7 લીટર ફ્રૂટી સહિતના જથ્થાનો નાશ કર્યો હતો.

surat આરોગ્ય અધિકારી પ્રશાંત પાટિલએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગે 80 કિલો ખાદ્ય પદાર્થો, 1000થી વધુ પેપ્સીની બોટલો અને 7 લીટર ફ્રુટી કબજે કરી નાશ કર્યો હતો. હાલ પાંડેસરા, ઉધના અને ડિંડોલી વિસ્તારમાં ઝાડા-ઊલટી અને તાવના કેસોમાં વધારો નોંધાયો છે. તે પૃષ્ઠભૂમિએ લોકોના આરોગ્ય માટે હાનિકારક એવા ઠંડા પીણાંનું વેચાણ અટકાવવા અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
surat મહાનગરપાલિકાએ સુરતના લોકોને અપીલ કરી છે કે, કોઈ પણ પ્રકારના શંકાસ્પદ ઠંડા પીણાંથી બચવું અને પ્રમાણભૂત કંપનીના તેમજ માન્યતા પ્રાપ્ત ઠંડા પીણાંનો જ ઉપયોગ કરવો. જો કોઈ અખાદ્ય વસ્તુઓ વેચાતી જણાય તો તાત્કાલિક મનપાની આરોગ્ય વિભાગને જાણ કરવા જણાવાયું છે.