surat : સુરતમાં ( surat ) સામાન્ય બાબતમાં એસિડ એટેકની ( acid atteck ) ઘટના બની હોવાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કાપોદ્રા ( kapodara ) વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતા દુકાનદારે ઉધારમાં સિગરેટ આપવાની ના કહેતા રત્નકલાકાર ( diamond worker ) દ્વારા દુકાનદાર પર એસિડ ભરેલી બોટલ ફેકવામાં આવી હતી, જેના કારણે દુકાનદાર દાઝી ગયો હતો. આ ઘટના અંગે જાણ થતા કાપોદ્રા પોલીસ ( kapodara police ) દ્વારા ગણતરીના કલાકોમાં આરોપી યુવકને ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
https://youtube.com/shorts/toQzTwNKjy4?feature=share

https://dailynewsstock.in/2025/03/10/gujarat-police-bank-manager-suicide-note-death/
ઉધારમાં સિગરેટ માંગતા દુકાનદારે આપવાની ના કહી
મળતી માહિતી પ્રમાણે, surat કાપોદ્રા વિસ્તારમાં સત્યનારાયણનગર સોસાયટી ખાતે શીવશક્તિ શેરી પાસે રામપ્યારે રામસ્નેહી કુશવાહ પંડીત પાન સેન્ટર ( paan center ) નામથી પાનનો ગલ્લો ચલાવે છે. ગત રોજ 31 માર્ચના રોજ રાત્રે આરોપી રત્નકલાકાર રાકેશ બાબુભાઇ બારૈયા ગલ્લે આવી રામપ્યારે પાસે ઉધારમાં સિગરેટ માંગતા દુકાનદારે આપવાની ના કહી હતી. ત્યારબાદ થોડી વારમાં એક બોટલમાં એસીડ જેવુ પ્રવાહી લાવી બિભત્સ ગાળો આપી દુકાનદાર કઇ સમજે તે પહેલા રાકેશ એસિડ જેવુ પ્રવાહી દુકાનદારના મોઢા અને માથા ઉપર ફેંક્યું હતું.
surat : સુરતમાં ( surat ) સામાન્ય બાબતમાં એસિડ એટેકની ( acid atteck ) ઘટના બની હોવાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કાપોદ્રા ( kapodara ) વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતા દુકાનદારે ઉધારમાં સિગરેટ આપવાની ના કહેતા રત્નકલાકાર ( diamond worker ) દ્વારા દુકાનદાર પર એસિડ ભરેલી બોટલ ફેકવામાં આવી હતી,

એસિડ ફેંકવાના કારણે દુકાનદારની ડાબી બાજુના ગાલ ઉપર માથામાં અને ડાબા હાથના બાવડાના ભાગે દાઝી જતા ઇજા થઈ હતી. ત્યારબાદ આરોપી રાકેશ ભાગી ગયો હતો. દુકાનદારે પ્રાથમિક સારવાર લીધા બાદ surat ) કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આ મામલે રાકેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કાપોદ્રા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપી રાકેશ ઉર્ફે ઠંડી બાબુભાઇ બારૈયા (ઉ.વ. 37 ધંધો. હિરા મજુરી રહેવાસી, મકાન નં- 248 સત્યનારાયણ સોસાયટી મુરઘા કેન્દ્ર કાપોદ્રા સુરત મુળ વતન-રાજપરા તા. જેસર જી. ભાવગનર)ની ધરપકડ કરી હતી.
surat : સિગરેટ આપવાની ના કહેતા ઉશ્કેરાઈ જઈ આ પગલું ભર્યું હોવાનું આરોપી રત્નકલાકાર રાકેશે કબૂલાત આપી હતી. હાલ તો કાપોદ્રા પોલીસ દ્વારા આરોપી રાકેશ વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ આરોપી રાકેશ સામે મહીધરપુરા, પુણા, સરથાણા, કાપોદ્રા અને વલસાડમાં ગુનો નોંધાયેલો છે.