ATS નું મોટું ઓપરેશન,ફ્લેટમાંથી 95 કિલો સોનું મળ્યુંATS નું મોટું ઓપરેશન,ફ્લેટમાંથી 95 કિલો સોનું મળ્યું

Gujarat : ગુજરાત ( gujarat ) એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) ના સહયોગથી અમદાવાદ ( ahemdabad ) માં એક બંધ ફ્લેટ ( flat ) પર દરોડો પાડ્યો અને 95 કિલોથી વધુ દાણચોરી કરેલું સોનું ( gold ) જપ્ત કર્યું. આ કાર્યવાહીમાં 60 લાખ રૂપિયાથી વધુ રોકડા અને 3 કરોડ રૂપિયાથી વધુ કિંમતની મોંઘી ઘડિયાળો ( watches ) પણ જપ્ત કરવામાં આવી છે. આટલી મોટી રકમની રોકડ ગણતરી કરવા માટે એક મશીન ( matchine ) લાવવું પડ્યું. દરોડા દરમિયાન ફ્લેટમાંથી મોટી માત્રામાં સોનું, રોકડ અને અન્ય કિંમતી વસ્તુઓ મળી આવી. સોનાની કિંમત કરોડો રૂપિયામાં અંદાજવામાં આવી રહી છે, જેની ચોક્કસ ગણતરી હજુ પણ ચાલુ છે.

Surat : 6 वर्षीय बलात्कार पीड़िता को ICU से सामान्य वार्ड में स्थानांतरित किया गया

ATS ને ગુપ્ત માહિતી મળી હતી કે વિદેશથી ગેરકાયદેસર રીતે સોનું દાણચોરી કરીને અમદાવાદ ( ahemdabad ) લાવવામાં આવી રહ્યું છે. આ માહિતીના આધારે, ATS એ દરોડાની યોજના બનાવી અને DRI ને સામેલ કર્યું.

Gujarat : ગુજરાત ( gujarat ) એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) ના સહયોગથી અમદાવાદ ( ahemdabad ) માં એક બંધ ફ્લેટ ( flat ) પર દરોડો પાડ્યો અને 95 કિલોથી વધુ દાણચોરી કરેલું સોનું ( gold ) જપ્ત કર્યું.

gujarat

પ્રાથમિક તપાસ મુજબ, આ ફ્લેટ પિતા-પુત્ર મહેન્દ્ર શાહ અને મેઘ શાહ દ્વારા ભાડે લેવામાં આવ્યો હતો. મેઘ શાહ શેરબજારમાં ( stock market ) બ્રોકર ( broker ) તરીકે કામ કરે છે. પોલીસને ( police ) શંકા છે કે આ સોનું અને રોકડ કોઈ મિલકતના સોદા દરમિયાન અહીં છુપાવવામાં આવી હતી. ATS અને DRI ટીમો હવે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી સમગ્ર દાણચોરી નેટવર્કનો પર્દાફાશ થઈ શકે.

દરોડા પછી, ATS એ DRI ને જાણ કરી, ત્યારબાદ સંયુક્ત રીતે જપ્તીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી. જપ્ત કરાયેલી વસ્તુઓમાં સોનાના બિસ્કિટ, રોકડ રકમ અને મોંઘી ઘડિયાળોનો સમાવેશ થાય છે. અધિકારીઓનું કહેવું છે કે આ દાણચોરીનો મોટો કેસ હોઈ શકે છે અને પૂછપરછ દરમિયાન વધુ મહત્વપૂર્ણ માહિતી સામે આવી શકે છે.

મહેન્દ્ર શાહ અને મેઘ શાહની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે દાણચોરી કરેલા સોનાનો સ્ત્રોત શું હતો અને તે ક્યાંથી લાવવામાં આવ્યું હતું?આ કામગીરીથી ગુજરાતમાં ગેરકાયદેસર દાણચોરીને રોકવામાં મોટી સફળતા મળી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસાઓ થવાની અપેક્ષા છે.ATS ને ગુપ્ત માહિતી મળી હતી કે વિદેશથી ગેરકાયદેસર રીતે સોનું દાણચોરી કરીને અમદાવાદ ( ahemdabad ) લાવવામાં આવી રહ્યું છે.આ માહિતીના આધારે, ATS એ દરોડાની યોજના બનાવી અને DRI ને સામેલ કર્યું.

સોનાનો આ જંગી જથ્થો શેરબજારના ઓપરેટર પિતા-પુત્ર મહેન્દ્ર શાહ અને મેઘ શાહે સંતાડ્યો હોવાનું માનવામાં આવે છે. આ બંને અમદાવાદના મોટા બિલ્ડરો અને જ્વેલર્સને કરોડો રૂપિયા વ્યાજે ધીરતા હતા. પરંતુ રૂપિયાની લેવડ દેવડ કે સોદા હંમેશાં ચાની લારી કે ફૂટપાથ પર જ કરવામાં આવતા હતા. આને કારણે વ્યવહારોના કોઈ પુરાવા મળતા ન હતા. પરંતુ ડીઆરઆઈને બંને અંગે ચોક્કસ બાતમી મળી હતી.પિતા-પુત્ર મની લોન્ડરિંગમાં પણ સંડોવાયેલા હોવાની શંકા છે.મોડી રાત સુધી દરોડાની કાર્યવાહી ચાલુ રહી હતી.

વધુ તપાસમાં હજુ ઘણું બધું પકડાવાની શંકા છે. હાલ મહેન્દ્ર શાહ અને મેઘ શાહના આવકના સ્ત્રોત અંગે પણ તપાસ ચાલી રહી છે. હજુ તેમની પાસેથી ઘણું બધું મળી શકે છે. તપાસ લાંબો સમય સુધી ચાલવાની શક્યતા છે.પિતા-પુત્રની જોડી કાળાં નાણાં ધોળાં કરવા માટે ચોક્કસ કમિશન પર કામ કરતા હોવાની શંકા છે. તપાસમાં કેટલાંક મોટાં નામો પણ બહાર આવી શકે છે. એક અહેવાલ મુજબ બંને શેરોના ભાવમાં પણ ચેડાં કરતા હતા.

સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ માહિતી મુજબ મેઘ શાહ પોતે બજાર બાજીગર ગેમ્સ પ્રાઈવેટ લિમિટેડનો ડાયરેક્ટર છે. મેઘ શાહે સોશિયલ મીડિયા પર આપેલી વિગત મુજબ સ્ટોક માર્કેટને પોતાનો રસનો વિષય ગણાવ્યો છે. પોતે જણાવે છે કે, સ્ટોક ટ્રેડર તરીકે સ્ટોક માર્કેટમાં પોતાની જર્ની શરૂ કરી અને અનેક કંપનીઓને આગળ વધવા માટે મદદ કરી. હાલ તેને ભારતની પ્રથમ સ્ટોક માર્કેટ ફેન્ટસી એપ બજાર બાજીગર શરૂ કર્યાનો દાવો કર્યો છે. આ એપ લોકોને એક જ સમયે શીખવા અને કમાવાનું પ્લેટફોર્મ પૂરી પાડતી હોવાનું કહેવાયું છે. શેર બઝાર ( stock market ) માં ચાલતી મંદીના કારણે હાલ લોકોમાં પણ વધારે પૈસા કમાવાની ગેલછા લાગી ગઈ છે.

120 Post