surat : સુરતના ( surat ) મોટા વરાછા ( mota varacha ) વિસ્તારમાં દુખિયાના દરબાર પાસે આવેલા વૈભવ રેસીડેન્સી નજીકના ગોડાઉનમાં આગ બાદ ગેસ-સિલિન્ડર ( gas cylinder ) બ્લાસ્ટ થયું હતું. ગોડાઉનમાં કેમિકલ હોવાના કારણે આગ એટલી હદ્દે વિકરાણ બની હતી કે, બે કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડતા દેખાયા હતા. ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ ( blast ) થતાં આગનો વીડિયો ( video ) ઉતારનાર વ્યક્તિ પણ હચમચી ગઈ હતી. ઘટનાને પગલે લોકોમાં અફરાતફરી જોવા મળી હતી. પતરાનો શેડ હોવાથી ગણતરીની મિનિટોમાં આખે આખું ગોડાઉન આગની લપેટમાં આવી ગયું હતું. ફાયર બ્રિગેડને જાણ કરાતા ત્રણ ફાયર સ્ટેશન ( fire station ) ની ગાડોઓ સ્થળે દોડી ગઈ હતી.

https://youtube.com/shorts/W2YNF1uu0Xw?feature=share

https://dailynewsstock.in/2025/01/18/techno-protection-service-android-storage-data-user/

મોટા વરાછા વૈભવ રેસીડેન્સી પાસે ગોડાઉનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. ગ્રાઉન્ડ ઉપર જ પતરાના શેડ નાખીને આ ગોડાઉન ચલાવવામાં આવતું હતું, જેમાં લોખંડની તિજોરી બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. આજે (18 જાન્યુઆરી) સવારના સમયે એકાએક જ બ્લાસ્ટ થતાં આસપાસના રહીશો ગભરાઈ ગયા હતા. ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ ખૂબ જ પ્રચંડ હોવાને કારણે આજુબાજુના કાચ પણ તૂટી ગયા હતા. બ્લાસ્ટના અવાજથી ભલભલા ધ્રુજી ગયા ઉઠ્યા હતાં. થોડી ક્ષણો માટે તો આસપાસના રહીશો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા.

surat : સુરતના ( surat ) મોટા વરાછા ( mota varacha ) વિસ્તારમાં દુખિયાના દરબાર પાસે આવેલા વૈભવ રેસીડેન્સી નજીકના ગોડાઉનમાં આગ બાદ ગેસ-સિલિન્ડર ( gas cylinder ) બ્લાસ્ટ થયું હતું.

આ અંગે ફાયર અધિકારી ધીરુભાઈ ચૌહાણએ જણાવ્યું હતું કે, કોલ મળતાની સાથે જ અમે ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા હતા. લોખંડની તિજોરી બનાવવાનું કામ ગોડાઉનમાં કરવામાં આવી રહ્યું હતું, જ્યાં મોટા પ્રમાણમાં ફીનાઇલ કલર જેવા કેમિકલ હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયા હોવાનું જાણવા મળ્યું છે. અમે પહોંચ્યા તે પહેલા બ્લાસ્ટ થઈ ગયો હતો. ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓની મદદથી આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો.

વધુમાં ઉમેર્યું કે, ઘટના જ્યારે બની હતી, ત્યારે કોઈપણ વ્યક્તિ અંદર હાજર ન હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. પ્રથમ દ્રષ્ટિએ એવું જણાય છે કે, ગોડાઉનમાં કામ કરતા મજૂરો માટે ખાવાનું બનાવવા ગેસનો ઉપયોગ કરતા હોવાની શક્યતા છે. જોકે, આખી તપાસ બાદ જ માલુમ પડશે કે આગ કેવી રીતે લાગી અને સિલિન્ડર બ્લાસ્ટ કેવી રીતે થયું.

116 Post