surat : સુરત શહેરના ( surat city ) પાંડેસરા વિસ્તારમાં અઠવાડિયા અગાઉ 16 વર્ષીય કિશોરીએ ત્યજી દીધેલું ભ્રૂણ કચરાના ઢગલામાંથી મળ્યું હતું, હાલ આ મામલે પોલીસ ( police ) તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. કિશોરી ઈન્સ્ટાગ્રામથી ( instagram ) મજૂરીકામ કરનાર કિશોરના સંપર્કમાં આવી હતી અને તેની સાથેના પ્રેમસંબંધમાં ( love relationship ) તે ગર્ભવતી બની હતી, જોકે કિશોરી ગર્ભવતી ( pregnent ) થઈ એ દરમિયાન કિશોર મુંબઈ ચાલ્યો ગયો હતો, જેથી કિશોરીએ ગર્ભપાતની દવા લીધી હતી. ત્યાર બાદ ભ્રૂણ કચરામાં ફેંકી દીધુ.

https://youtube.com/shorts/rnAwu1uNeZM?feature=share

https://dailynewsstock.in/2025/01/17/surat-university-institute-private-gujarat-certificate-social-media/

DCP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે પાંડેસરા વિસ્તારમાં અપેક્ષાનગર પાસેથી પોલીસને 9 જાન્યુઆરી,2024ના રોજ એક ભ્રૂણ મળ્યું હતું, આ ભ્રૂણ તાજેતરમાં જન્મ્યુ હોય એવું લાગતું હતું. તે ભ્રૂણને ત્યાંથી તરત જ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું અને બાદમાં ટીમે આ અંગે વધુ તપાસ હાથ ધરી તો પોલીસને તેના બાતમીદારો પાસેથી જાણવા મળ્યું કે નજીકમાં એક કિશોરી તેના પરિવાર સાથે અહીં રહે છે. પરિવાર મૂળ બિહારનો છે. આસપાસમાં રહેતી એક યુવતીએ તે કિશોરી પર શંકા દર્શાવી હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી.

surat : સુરત શહેરના ( surat city ) પાંડેસરા વિસ્તારમાં અઠવાડિયા અગાઉ 16 વર્ષીય કિશોરીએ ત્યજી દીધેલું ભ્રૂણ કચરાના ઢગલામાંથી મળ્યું હતું, હાલ આ મામલે પોલીસ ( police ) તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસે જ્યારે તેની માતા અને કિશોરીની પૂછપરછ હાથ ધરી તો બંનેએ પોલીસને આ અંગે કોઈ જ માહિતી હોવાની ના પાડી. પોલીસે શંકાના આધારે કિશોરીને મહિલા પોલીસ અને એક NGO સંસ્થાની એક મહિલા સાથે મળીને સિવિલમાં લઈ જવામાં આવી હતી. કિશોરીનું મેડિકલ કરાવવામાં આવ્યું. ત્યાંના ડૉક્ટરે આ વાતની પુષ્ટિ કરી કે તાજેતરમાં જ કિશોરીએ બાળકને જન્મ આપ્યો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું કે આ કિશોરીની ઉંમર 16 વર્ષની છે અને તે હાલ સ્કૂલમાં ભણી રહી છે અને 3 જાન્યુઆરી સુધી તે શાળાએ પણ ગઈ હતી.

આ અંગે વધુ કડકાઈપૂર્વક પૂછપરછ કરી ત્યારે કિશોરીએ જણાવ્યું હતું કે ઈન્સ્ટાગ્રામથી ( instagram ) તે એક મજૂરીકામ કરનાર 16 વર્ષીય કિશોરના સંપર્કમાં આવી હતી. તે પાંડેસરામાં બાલાજીનગરમાં ભાડાના મકાનમાં થોડા સમય પહેલાં રહેવા માટે આવ્યો હતો. તે પોતાના બનેવી સાથે અહીં મજૂરીકામ કરતો હતો. આ દરમિયાન કિશોરી અને કિશોર વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા, એના કારણે કિશોરી ગર્ભવતી બની, જોકે બંનેની ઉંમર નાની હોવાના કારણે પ્રેગ્નન્સીની જાણ થયા બાદ બંનેને શું કરવું એ ખબર ન પડી એટલે કિશોર સુરત છોડીને યુપી ચાલ્યો ગયો હતો. પ્રેગ્નન્સીની જાણ થયા બાદ બંને એકબીજાના સંપર્કમાં નહોતાં. કિશોર યુપીના સંત કબીરનગરનો રહેવાસી છે અને તેના બનેવીના અવસાન બાદ તે અહીંથી મુંબઈ કામ કરવા માટે ચાલ્યો ગયો હતો.

ગર્ભપાત અંગે જ્યારે કિશોરીની પૂછપરછ કરવામાં આવી તો તેણે જણાવ્યું હતું કે તે કિશોર મુંબઈ હતો, તે ત્યાંથી આવ્યો ને તેણે મને ગર્ભપાત માટેની દવા આપી હતી. 5 ટેબ્લેટનું એક પેકેટ આપ્યું હતું, જેમાંથી બે ટેબ્લેટ મેં લીધી હતી. એના કારણે ટોઇલેટમાં જ ડિલિવરી થઈ ગઈ અને બાદમાં ઘરના લોકો અને સમાજમાં બદનામી થવાના ડરથી એ ભ્રૂણને કચરાના ડબ્બામાં ફેંકી દીધું હતું.

58 Post