airline : વિમાન એરપોર્ટ પર લેન્ડ થતાની સાથે જ વ્હીલમાં ફસાયેલી લાશ મળી,. આ મૃતદેહની ઓળખ થઈ શકી નથી. જો કે એરપોર્ટ મેનેજમેન્ટ ( airport managment ) અને સુરક્ષા અધિકારીઓ હેરાન છે કે કોઈ અહીં કેવી રીતે પહોંચી ગયું અને તેનું મોત થયું. એરપોર્ટ પર ઉતર્યા બાદ મૃતદેહ મળી આવ્યો હતો.યુનાઈટેડ એરલાઈન્સે ( airline ) પુષ્ટિ આપી હતી કે બોઈંગ 787-10 એરક્રાફ્ટના મુખ્ય લેન્ડિંગ ગિયર વ્હીલ પાસે એક અજાણ્યા માણસનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પ્લેન માઉના કહુલુઈ એરપોર્ટ પર લેન્ડ થયું.
https://youtube.com/shorts/8OozJCRf2bs?feature=share
https://dailynewsstock.in/2024/12/27/dharma-tripletalak-hindu-partner-muslim-lady/
પ્લેન શિકાગોથી માયુ પહોંચ્યું હતું
ફ્લાઇટ 202 એ મંગળવારે સવારે શિકાગોના ઓ’હેરે એરપોર્ટથી ઉડાન ભરી હતી અને બપોરે માઉના કાહુલુઇ એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. યુનાઇટેડ એરલાઇન્સ અને એર ટ્રાન્સપોર્ટ વિભાગે આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
airline : વિમાન એરપોર્ટ પર લેન્ડ થતાની સાથે જ વ્હીલમાં ફસાયેલી લાશ મળી,. આ મૃતદેહની ઓળખ થઈ શકી નથી. જો કે એરપોર્ટ મેનેજમેન્ટ ( airport managment ) અને સુરક્ષા અધિકારીઓ હેરાન છે.
વ્યક્તિ વિમાનના પૈડાની નજીક કેવી રીતે પહોંચ્યો?
હફ પોસ્ટના અહેવાલ મુજબ, માઉ પોલીસ વિભાગે સ્થાનિક ન્યૂઝ ચેનલ હવાઈ ન્યૂઝ નાઉને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે આ ઘટનાની તપાસ ચાલુ છે. હાલમાં તે સ્પષ્ટ નથી થયું કે આ વ્યક્તિ વ્હીલની નજીક કેવી રીતે પહોંચ્યો અને તે ત્યાં કેટલો સમય હાજર હતો.
વિમાનની સુરક્ષા પર સવાલો ઉભા થઈ રહ્યા છે
એરલાઈન અનુસાર, આ વ્હીલ એરિયા માત્ર એરક્રાફ્ટની બહારથી જ એક્સેસ કરી શકાય છે. પોલીસે જણાવ્યું હતું કે હાલમાં આ ઘટના વિશે કોઈ વધારાની માહિતી ઉપલબ્ધ નથી. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ ઉડ્ડયન સુરક્ષાને લગતા પ્રશ્નો ઉભા કર્યા છે.