surat : ગુજરાતીઓ ( gujarati ) બીચની ( beach ) મજા માણવા માટે ગોવા ( goa ) કે દીવ ( div ) જવાનું પસંદ કરતા હોય છે. જો કે, હવે બીચની મજા માણવા માટે ગુજરાતમાં જ એક નવું સ્પોટ આકાર લઈ રહ્યું છે. સુરત ( surat ) ના સુવાલી બીચને વર્લ્ડ ક્લાસ બીચ ( world class beach ) બનાવવા માટે વિકાસ કામનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. લોકો બીચથી રૂબરૂ થાય તે માટે રાજ્ય સરકાર ( state goverment ) દ્વારા સતત બીજા વર્ષે બીચ ફેસ્ટિવલનું ( beach festival ) આયોજન કર્યું છે.

https://youtube.com/shorts/DH30c9iuinc?feature=share

https://dailynewsstock.in/2024/12/20/crime-family-murder-police-death-rajkotfamily-arrest-gujaratpolice-suicidenote/

આજથી શરૂ થઈ રહેલા ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલમાં લોકો માટે અહીં ખાણીપીણીની સાથે ભરપૂર મનોરંજન માણી શકશે. કિંજલ દવે ( kinjal dave ) , ગોપાલ સાધુ જેવા કલાકારો પ્રવાસીઓને ડોલાવશે.સુરતના સુવાલી બીચ પર રાજ્ય સરકાર દ્વારા સતત બીજા વર્ષે સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. જેનું આજે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે.

surat : ગુજરાતીઓ ( gujarati ) બીચની ( beach ) મજા માણવા માટે ગોવા ( goa ) કે દીવ ( div ) જવાનું પસંદ કરતા હોય છે. જો કે, હવે બીચની મજા માણવા માટે ગુજરાતમાં જ એક નવું સ્પોટ આકાર લઈ રહ્યું છે.

બીચ ફેસ્વિટવમાં આજે પ્રથમ દિવસે રાત્રે લોકગાયિકા કિંજલ દવેનો કાર્યક્રમ યોજાશે. 21મી તારીખે ગોપાલ સાધુનો લોક ડાયરો અને 22મી તારીખે સ્થાનિક કલાકારો તરફથી ગઝલ સંધ્યા અને ટેરીફિક બેન્ડના લાઈવ શોનું આયોજન કરાયું છે. આ ઉપરાંત ફેસ્ટિવલની મજા માણવા આવનારા પ્રવાસીઓ ઊંટ અને ઘોડેસવારી, ફુડ કોર્ટ, ક્રાફટ સ્ટોલ, ફોટો કોર્નર, દેશી અને પરંપરાગત રમતો જેવા વિશેષ આકર્ષણો સાથે પ્રવાસીઓ દરિયાઈ ખુશનુમા માહોલમાં હરવા-ફરવાની સાથે ખાણીપીણીનીનો આનંદ માણી શકશે.

સુવાલી બીચ સુધી પહોંચવા ખાસ વ્યવસ્થા
સુવાલી બીચ ફેસ્ટિવલ માટે સહેલાણીઓને આવન જાવન કરી શકે તે માટે ગુજરાત વાહન વ્યવહાર વિભાગ તથા બી.આર.ટી.એસ સેલ સુરત મહાનગર પાલિકા દ્વારા સુરતના વિવિધ 25 રૂટ ઉપરથી તા. 20,21 અને 22મી ડિસેમ્બરે સુવાલી બીચ જવા માટે બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

પોલીસ, ફાયર અને તબીબી ટીમ તૈનાત રહેશે
સુવાલી બીચ ક્રાર્યક્રમ સ્થળે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર, તરવૈયા, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને આરોગ્યની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. અલગ અલગ પાંચ પાર્કિંગના પ્લોટ ઉભા કરવામાં આવ્યા છે.

48 કરોડના ખર્ચે થશે સુવાલી બીચનો વિકાસ
વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા સુવાલી બીચના વિકાસ માટે અંદાજીત કુલ રૂ. 28 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. જેમાં સૂચિત સર્કિટ હાઉસ, રોડ રસ્તા, પાણી, શૌચાલય, વીજળી સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. SUDA- સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ગત બજેટમાં રૂ.20 કરોડ સુવાલી બીચના વિકાસ માટે મંજૂર કરવામાં આવ્યા છે. સુવાલી બીચનો વિકાસ તબક્કાવાર ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.

સુવાલી બીચના વિકાસ કામોમાં સુવાલી બીચ સુધીનો 10 મીટર પહોળો રસ્તો બનાવવામાં આવ્યો છે. જેની સાથે સુવાલી બીચ ખાતે ગેસ્ટ હાઉસ તેમજ શૌચાલયો બનાવવામાં આવશે. અહીં સાહસના શોખીનો માટે અહીં એડવેન્ચર્સ સ્પોર્ટ્સ છે, તો ભાતીગળ વસ્તુઓના ચાહકો માટે હસ્તકલાની વસ્તુઓ, વન વિભાગ તથા સખીમંડળોના સ્ટોલ્સ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. બાળકોના મનોરંજન માટે વિશેષ આયોજન કરાયું છે. સુરતની સ્વાદપ્રિય જનતા માટે ફુડ કોર્ટની વ્યવસ્થામાં નાગલીની વાનગી-ડાંગી ડિશ-ઉંબાડિયુ જેવી પરંપરાગત વાનગીઓ સાથે વિવિધ વાનગીઓના 100 ફુડ સ્ટોલ અને શોપીંગ માટે ક્રાફ્ટ સ્ટોલ ઉભા કરવામાં આવશે. પરિવાર-મિત્રો સાથે યાદોને કેપ્ચર કરવા ફોટો કોર્નર એટલે કે સેલ્ફી પોઈન્ટ તથા બાળકો માટે મનોરંજન ઝોન ઉભા કરાશે. વિશેષત: બીચ ફેસ્ટિવલમાં ઈન્ટરનેશનલ કાઈટ ફ્લાયર અને ડિઝાઈનર સંસ્થા ‘Fly-365’દ્વારા માસ અવેરનેસની થીમ સાથે કાઈટ ફ્લાઈંગ એક્ટિવિટી યોજાશે. સહેલાણીઓ માત્ર 30 રૂપિયાની ટિકિટ લઈને સુવાલી બીચ ઉપર મોટી સંખ્યામાં પહોંચી શકે તેના માટેની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે

37 Post